જો આ ૬ વસ્તુ ઓ બોયફ્રેન્ડ સાથે ન અનુભવાય તો લગ્ન કરવાની ભૂલ કરશો નહીં, પાછળ થી પસ્તાવું પડશે

લગ્ન એ પ્રેમ સંબંધ કરતાં વિશેષ મહત્વ નાં છે તેથી તે અંગે નિર્ણય લેતા પહેલા આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ.પ્રેમ સંબંધ ને લગ્ન બંને માં ઘણો ફરક હોય છે પરંતુ લોકો આ સમજવા માં ભૂલ કરે છે. જો તમે કોઈની સાથે ડેટ કરી રહ્યાં છો તો જરૂરી નથી કે તમે એની સાથે લગ્ન પણ કરો. કોઈની સાથે સંબંધમાં રહેવું એ અલગ નિર્ણય છે અને લગ્ન કરવા એ ખૂબ મહત્ત્વનો નિર્ણય છે. ઘણીવાર લોકો આ વાત સમજી નથી શકતા તેથી જ લવ મેરેજ માં ખૂબ ઝઘડા ઓ જોવા મળે છે. જો તમે પણ કોઈ સંબંધ માં છો અને તમે પણ તમારા પાર્ટનર સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો. તો તેમ કરતા પહેલા એ જાણવું ખૂબ જરૂરી છે કે તમારો પાર્ટનર પણ આ સંબંધ માટે આવું જ વિચારે છે. લગ્ન પહેલા એ જાણવું પણ જરૂરી છે કે, તમારા બોયફ્રેન્ડ સાથે તમને આ વસ્તુ અનુભવાય છે.
હૃદય નાં ધબકારા વધી જાય છે
જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમારા દિલ નાં ધબકારા તેનું નામ લેવા માત્રથી જ વધી જાય છે. જો તમે તમારા બોયફ્રેન્ડ માટે આવું જ ફીલ કરતા હોવ તો આ સારી વાત છે. તમને તેની સાથે દરેક કામ ખૂબ જ સુંદર લાગવું જોઈએ તેનાથી બંને એકબીજાથી જોડાઈને રહેશો.
શરમ નાં આવવી
કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો. પરંતુ તમે જ્યારે કોઈને પણ પ્રેમ કરો છો ત્યારે તેની ખામીઓ સાથે અપનાવો છો. બીજી બાજુ છો તમને તમારા જીવનસાથી ની કેટલીક બાબતો થી શરમ આવેછે અથવા જો તમે કોઈ ની સાથે તેનો પરિચય કરાવતા સંકોચ અનુભવો છો તો તે યોગ્ય નથી. કોઈની સાથે પરિચય કરાવવા માં પણ તમે શરમ અનુભવતા હોવ તો તે વ્યક્તિ સાથે તમે આખું જીવન કેવી રીતે પસાર કરશો.
વિશ્વાસ હોવો જરૂરી છે
કોઇપણ સંબંધમાં ફક્ત પ્રેમ જ મહત્વનો નથી પરંતુ વિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. જો તમે તમારા જીવન સાથી પર વિશ્વાસ નથી કરી શકતા તો તેની સાથે જિંદગી પસાર કરવું મુશ્કેલ છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેનાં જીવનસાથી પર તે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે.
સલામતી લાગવી
જો તમે તમારા જીવનસાથી સાથે સલામત નથી અનુભવતા તો તમારા દિલ માંથી લગ્ન નો વિચાર કાઢી નાખવો. સલામત ફીલ કરવાનો મતલબ એ છે કે તમારા મનમાં કાયમ માટે એ ડર ના હોય કે તે તમને છોડીને જતા રહેશે કે તમને દગો આપશે જે સંબંધ માં ડર હોય તે સંબંધ લાંબો સમય ચાલતો નથી.
બરાબર નો અધિકાર
ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય કે પતિ-પત્ની દરેક સંબંધ માં બરાબર નાં અધિકાર હોય છે જો સંબંધ માં બરાબરી નહી હોય તો લગ્ન જીવન માં જોડાઈને પણ તમને ખુશી નહીં મળે. તમારે તમારા જીવનસાથી સાથે એવું અનુભવવું જોઈએ કે તેઓ તમને જેટલો પ્રેમ અને સન્માન આપે છે તેટલું જ તમે આપશો. નહીં તો, આવા સંબંધોમાં કડવાશ આવતા સમય લાગતો નથી
સન્માન
દરેક સંબંધ માં આદર હોવો જરૂરી છે જો તમે એવા સંબંધ માં છો કે જેમાં તમારું સન્માન કરવામાં આવતું નથી તો તે સંબંધ ને આગળ વધારવો યોગ્ય નથી કારણ કે પાછળ થી તમારા તેની સાથે સંબંધ સારા નહીં રહે. આવા વ્યક્તિ સાથે લગ્ન કરીને તમે તમારો સમય જ બરબાદ કરશો અને તેની તમારા હૃદય અને મન પર ઊંડી અસર થશે. તમારા જીવનસાથી ને આદર આપો અને જો તે પણ તમને સન્માન આપે છે તો પછી જ આ સંબંધ માટે હા કહો.