જો જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો સુતા પહેલા જરૂર કરો આ સરળ ઉપાય

જીવનમાં સફળતા મેળવવા માટે લોકો સખત મહેનત કરે છે અને દિવસ-રાત એક કરી દેતા હોય છે, પરંતુ તેમ છતાં પણ ઘણા એવા લોકો હોય છે જેમને સફળતા મળી શકતી નથી અને હંમેશા નિરાશા પ્રાપ્ત થાય છે. જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત કરવાની સાથે સાથે સુતાં પહેલાં તમારે આ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી જીવનમાં તે દરેક ચીજ મળી જાય છે, જેને મેળવવાની ઈચ્છા તમે રાખો છો. લાલ પુસ્તકમાં જણાવ્યા અનુસાર સુતાં પહેલાં આ ઉપાયને કરવાથી વ્યક્તિ સફળ બની જાય છે અને તેને પોતાની મંઝિલ સરળતાથી મળી જાય છે.
કપુર પ્રગટાવો
સુતા પહેલા હંમેશા કપુર પ્રગટાવો. કપુરને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે અને દરરોજ તેને પ્રગટાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે દરરોજ રાત્રે સુતા પહેલા બે કપુરને પોતાના રૂમમાં પ્રગટાવવા અને ત્યારબાદ સૂવું.
સકારાત્મક વાતોની સાથે સૂવું
સુતા સમયે મગજમાં ફક્ત સકારાત્મક વાતો જ વિચારવી ઘણા લોકો સુતા પહેલા નકારાત્મક વાતો વિચારતા હોય છે, જે બિલકુલ અયોગ્ય છે. સુતાં પહેલાં હંમેશા એજ ચીજો વિશે વિચારવું જોઈએ, જેને વિચારવાથી તમને ખુશી મળે છે. આપણી જે વિચારસણી હોય છે તેવું જ ફળ આપણને મળે છે.
આ તરફ રાખો મોઢું
સુતા સમયે તમે કઈ દિશામાં મોઢું રાખીને સુવો છો તેના પર તમારું ભવિષ્ય નિર્ભર રહે છે. લાલ પુસ્તકમાં જણાવ્યા અનુસાર જેઓ ખોટી દિશામાં સુતા હોય છે તે લોકોને જીવનમાં ક્યારેય પણ સફળતા મળતી નથી. એટલા માટે તમારે આવી ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. લાલ પુસ્તકમાં જણાવ્યા અનુસાર સુતાં સમયે તમારા પગ દક્ષિણ અને પૂર્વમાં ક્યારે પણ હોવા જોઈએ નહીં. તે સિવાય પગલે દરવાજા તરફ પણ રાખવા નહીં.
સુતા સમયે તમારું માથું પૂર્વ દિશામાં હોવું જોઈએ. આ દિશામાં માથું હોવાથી જ્ઞાનમાં વધારો થાય છે, વળી દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે, એટલા માટે તમારે આ બે દિશાઓ તરફ પોતાનું માથું રાખીને સૂવું જોઈએ.
હંમેશા પગ ધોઈને સૂવું
ઘણા લોકો રાત્રે પગ ધોયા વગર સૂઈ જતા હોય છે, જો તમારી અંદર પણ આ આદત છે તો તમારે તેને તુરંત બદલી દેવી જોઇએ. કારણ કે આ આદતને કારણે દરેક કાર્યમાં અસફળતા મળે છે અને તમે જે કાર્ય શરૂ કરો છો તેમાં ફક્ત નુકસાન થાય છે.
ઘરે હનુમાનજીનાં નામનો જાપ
રાત્રે સુતાં સમયે હનુમાનજીનાં નામનાં જાપ કરવા જોઈએ. હનુમાનજીનાં નામનાં જાપ કરવાથી મન શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે. સાથોસાથ જીવનની દરેક પરેશાની હનુમાનજી દૂર કરે છે. જો તમને ભય, અસફળતા અને કોઈપણ પ્રકારની ચિંતા રહેતી હોય તો તમારે સુતાં સમયે જરૂરથી હનુમાનજીનાં નામનાં જાપ કરવા જોઈએ.
માં લક્ષ્મીને યાદ કરો
જો તમે લોકો નવો વેપાર શરૂ કરવા માંગો છો તો તમારે રાત્રે સુતા પહેલા માં લક્ષ્મીને જરૂરથી યાદ કરવા જોઈએ. આવું કરવાથી વેપારમાં સફળતા મળે છે અને ઉતરોતર પ્રગતિ થાય છે.