જો તમારા ઘરમાં પણ નથી ટકતું ધન તો અજમાવો તુલસીનાં આ સરળ ઉપાયો, થઈ જશો માલામાલ

હિન્દુ ધર્મશાસ્ત્રમાં તુલસીનાં છોડને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તુલસીનાં છોડથી ફક્ત ભાગ્ય જ ચમકતુ નથી, પરંતુ તેનાથી ઘરનાં અંદર રહેલ વાસ્તુદોષ પણ દૂર થાય છે. ખરેખર તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. તેથી જ તે આદરણીય અને ખુબ જ ચમત્કારીક છે.
ધાર્મિક દ્રષ્ટિએ તો તુલસીનું મહત્વ છે. જ સાથે-સાથે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તુલસીનું સેવન કરવાથી ખૂબ જ ફાયદાઓ થાય છે. તે ઉપરાંત તંત્રશાસ્ત્ર અનુસાર તુલસીનાં કેટલાક વિશેષ ઉપાયો કરવાથી ભાગ્ય ખીલી જાય છે. તો આવો જાણીએ આખરે શું છે તુલસી સાથે જોડાયેલ આ ઉપાયો.
આ ઉપાયથી ક્યારેય નહીં થાય ધન ધાન્યની અછત
તંત્રશાસ્ત્ર મુજબ તુલસી મંગળ ગ્રહ સાથે જોડાયેલ છે. તેવામાં તમે તમારા પર્સમાં અથવા તો કબાટમાં તુલસીનું એક પાન જરૂર રાખો. તેનાથી પૈસા તમારા તરફ આકર્ષિત થશે. આ ઉપરાંત તમે જ્યાં પૈસાનો હિસાબ રાખો છો, ત્યાં પણ તુલસીનું એક પાન રાખી દો. આવું કરવાથી ધન-ધાન્યની ક્યારેય અચત નહીં થાય.
ઘઉં દળવા માટે શનિવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે. એવામાં જો તમે ઘઉં દળો છો તો શનિવારનાં દિવસે દળાવા અને તેને દળતા પહેલા તેમાં ૧૦૦ ગ્રામ કાળા ચણા, ૧૧ તુલસીનાં પાન અને ૨ દાણા કેસર નાખીને દળો. તેનાથી આર્થિક સમૃદ્ધિ થાય છે અને પરિવારમાં સુખ શાંતિ આવે છે. આ ઉપરાંત તુલસીની સામે સવાર અને સાંજ ગાયનાં ઘીનો દીવો કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વ્યવસાયમાં થઈ રહી હોય નુકસાની તો અજમાવો આ ઉપાય
- જો તમને વ્યવસાયમાં નુકસાની થઈ રહી હોય તો તુલસીનાં થોડા પાનને ૩ દિવસ સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ આ પાણીને તમારા કાર્યસ્થળ પર છાંટી દો. આવું કરવાથી ધંધામાં ફાયદો થાય છે.
- જો મંદીના કારણે તમારી નોકરી છૂટી જવાનો ડર લાગતો હોય અથવા તો તમારું પ્રમોશન છેલ્લા કેટલાય દિવસોથી અટકાયેલું હોય તો ગુરુવારનાં દિવસે તુલસીના છોડને પીળા કાપડમાં બાંધી તમારા કાર્યસ્થળ પર રાખી દો.
- આ ઉપરાંત સોમવારનાં દિવસે સવાર-સવારમાં સફેદ કપડામાં તુલસીનાં ૧૬ બીજને ઓફિસની માટીમાં દબાવી દો. આ કરવાથી તમારી નોકરી છૂટી જવાનો ડર દૂર થશે અને સાથે સાથે તમારા પ્રમોશનની સંભાવના પણ વધી જશે.
આ ઉપાય કરે છે પારિવારિક તકરારનો અંત
જો પરિવારમાં તકરાર અને પરિવારનાં સભ્યો વચ્ચે પ્રેમ ભાવ ઓછો થઈ ગયો હોય તો તમારા રસોડામાં થોડા તુલસીનાં પાન રાખી દો. તંત્રશાસ્ત્ર અનુસાર આવું કરવાથી સુખ શાંતિ રહે છે અને પરિવારનાં સભ્યો વચ્ચેનાં સંબંધોમાં મીઠાસ વધે છે. આ ઉપરાંત ઘરનાં દરેક સભ્યો નહાતા સમયે પાણીમાં થોડા તુલસીનાં પાન ઉમેરી દે, તેનાથી પ્રેમ ભાવ વધે છે અને તકરાર દૂર થાય છે.
જો તમારા પરિવારમાં બાળકોને અવારનવાર ખરાબ નજર લાગી જતી હોય અથવા તો કોઈ સભ્ય માનસિક રીતે ટેન્શનમાં રહેતા હોય તો તુલસીનાં થોડા પાન અને ૭ કાળા મરીને તમારી મુઠ્ઠીમાં લઇ ૨૧ વાર તે સભ્યને ઉપર થી નીચે સુધી ફરેવો સાથે “ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો જાપ કરો. ત્યારબાદ તુલસીનાં પાન અને કાળા મરી તે વ્યક્તિને ખાવા માટે આપી દો, તેનાથી બધા કષ્ટ દૂર થશે.