જો તમારા ઘરમાં પણ તૂટેલો અરીસો હોય તો તેને તરત જ ફેંકી દો નહિતર ૭ વર્ષ માટે પસ્તાવું પડશે

અરીસો એ દરેક ઘરની એક મહત્વપૂર્ણ વસ્તુ છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો અરીસાને સાચી દિશામાં રાખવામાં ન આવે તો નેગેટિવ એનર્જી આવે છે અને જો તે યોગ્ય દિશામાં હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ઘરની સાચી દિશામાં આરીસો ના રાખવાથી આર્થિક તંગી, કલેશ,બીમારીઓ અને દરિદ્રતા આવે છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે કઈ દિશામાં આરીસો રાખવો જોઈએ અને કઈ રીતે અરીસો રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
જાણો શું છે અરીસો લગાવવાની યોગ્ય દિશા
- વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસાને હંમેશા ઘરની ઉત્તર અને પૂર્વ દિશાની દીવાલ પર જ લગાવવો જોઈએ.
- જો તમે તમારી ઓફિસની દીવાલ પર અરીસો લગાવવા ઈચ્છા હોય તો ઉત્તર-પૂર્વ, ઉત્તર અને પૂર્વ દિશામાં અરીસો લગાવી શકો છો, તેનાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.
- ઉત્તર દિશા અથવા પૂર્વ દિશામાં વોશ બેસિન ઉપર અરીસો લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- દીવાલમાં જો તમે અરીસો લગાવો છો તો ધ્યાન રાખવું કે તેની લંબાઈ ૪ થી ૫ ફુટ હોય.
આ જગ્યા ઉપર ના લગાવવો અરીસો
- બાથરૂમમાં જો અરીસો લગાવવો હોય તો ખાસ ધ્યાન રાખો કે ક્યારેય અંધારી જગ્યા પર અરીસો ના લગાવવો.
- દક્ષિણ,પશ્ચિમ,અગ્નિકોણમાં અરીસો લગાડવવાથી તમને ધનનું નુકસાન થઈ શકે છે.
- ક્યારેય પણ ૨ અરીસાને એકબીજાની સામે ના લગાવો.
- સીડીઓની આસપાસ અરીસો લગાવવાની ભૂલ ક્યારેય ન કરો.
- ધ્યાન રાખો બાળકોનાં રૂમમાં પશ્ચિમ દિશાની દીવાલ પર ક્યારેય અરીસો ના લગાવો.
- ક્યારે પણ દરવાજામાં રીતે ફીટ ના કરો તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે.
આવો અરીસો ના લગાવો
- ઘરમાં ક્યારેય ધારદાર આકારનો અરીસો નાં લગાવો. આવું કરવાથી તમે કરજમાં ડૂબી શકો છો. ધારદાર આકારનાં અરીસાને બદલે ધાર વગરનાં થોડા ગોળા આકાર નો અરીસો લગાવવો શુભ હોય છે.
- તમારા બેડરૂમમાં પલંગની એક્જેટ સામે ક્યારેય ગોળ અરીસો ના લગાવો, તેનાથી પતિ-પત્નીમાં કલેશ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસામાં જો સુઈ રહેલા પતિ-પત્નીનો પડછાયો દેખાય તો તેનાથી છૂટાછેડા થવાની પણ સંભાવના રહે છે. બેડરૂમમાં જો અરીસો લગાવવો હોય તો પલંગનાં કિનારાની સાઇડ પર લગાવો.
૭ વર્ષનું દુર્ભાગ્ય લાવે છે તુટેલો કાચ
વાસ્તુશાસ્ત્ર અને અન્ય કથાઓનું માનીએ તો અરીસાનુ તુટવુ અશુભ મનાય છે. તૂટેલો અરીસો ઘરમાં ઉપલબ્ધ નેગેટિવ એનર્જીને ઓબ્ઝર્વ કરી લે છે અને જો સમય રહેતા તેને ફેંકી દેવામાં ના આવે તો ૭ વર્ષ સુધી દુર્ભાગ્ય બની રહે છે. ક્યારેય જાણ્યે અજાણ્યે પણ અરીસો તૂટી જાય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો.
કેવી રીતે ઓછી કરવી નેગેટિવ એનર્જી
વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો જે દિશામાં લાગ્યો હોય તે ત્યાં રહેલી ઉર્જાને ઘુમાવશે. એવામાં જો તે પોઝીટીવ દિશામાં લાગ્યો હશે તો ઘરમાં સકારાત્મક ઉર્જા જ આવશે. ઘરમાંથી નકારાત્મક પ્રભાવોને ઓછા કરવા માટે અરીસાનો ઉપયોગ કર્યા બાદ તેને ઢાંકી દો અથવા ઊંધો કરી દો.