જો તમારી સ્કિન પર દેખાય આ બદલાવ તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે ડાયાબિટીસ

જો તમારી સ્કિન પર દેખાય આ બદલાવ તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે ડાયાબિટીસ

મધુમેહ એટલે કે ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ એ પોતાનું ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટીસ થી બચવાના માટે હંમેશા શરીર માં સુગર ની માત્રા હેલ્ધી બનાવી ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે સુગર ની બીમારી બધી બીમારીઓ માંથી એક છે કે જે દુનિયાભરમાં સૌથી વધારે ઝડપથી વધી રહી છે. આ બીમારી ની ચપેટમાં નાના બાળકોથી લઇને વૃદ્ધ લોકો પણ શામેલ છે. આ બીમારી નું મુખ્ય કારણ આપણી બગડતી લાઇફ સ્ટાઈલ છે.

તમને જણાવી દઈએ કે ડાયાબિટીસ ખૂબ ખતરનાક બીમારી છે સાથે જ આ બીમારી નાં  કારણે બીજી અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. જેમાં સૌથી મોટું જોખમ કિડની પર થાય છે. તેથી આ બીમારી સમય રહેતા જ ઓળખવામાં આવે તો જોખમ નું પ્રમાણ અટકાવી શકાય છે. આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા આ બીમારી નાં સંકેતો વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જે, ડાયાબિટીસ ની પહેલાં લોકોનાં શરીર પર જોવા મળે છે. ચાલો જાણીએ કે આ લક્ષણો કહ્યાં છે

 સખત અને સોજેલ ત્વચા

જો તમારી ત્વચા સોજેલી  અને સખત છે, તો તેનાં પર ધ્યાન દેવું જરૂરી છે. જરૂર એકવાર ડોક્ટર ને મળી અને ડાયાબિટીસ ટેસ્ટ કરાવો. કારણકે સખત અને સોજેલી ત્વચા ડાયાબિટીસ નાં લક્ષણ છે. મેડિકલ સાયન્સ કહે છે કે, શરૂઆત નાં દિવસો માં હાથ પગમાં સોજા રહે છે.

ફોડીઓ થવી

જો તમને પણ ઘણા દિવસથી કોઇ સ્કીન ઇન્ફેક્શન ની સમસ્યા છે. તો તુરંતજ તમારા ડૉક્ટર ની સલાહ લો. કારણ કે, ત્વચા પર ફોડી થવું ચાઠા પડવા તે સામાન્ય વાત નથી તે ડાયાબિટીસ નું લક્ષણ છે.

ચાંદા પડવા

વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા પણ ડાયાબિટીસ નો સંકેત છે. મોઢાનાં ચાંદા અને  હાથ પગ નાં સોજા ને હંમેશા ઇગ્નોર કરીએ છીએ. પરંતુ એવું કરવું યોગ્ય નથી તે નુક્સાનદાયક છે.

કમર ગરદન અને અંડરઆર્મ્સ માં કાળા ચાઠા

 

થાય તો તેને જરા પણ ઇગ્નોર ના કરો કારણ કે તે પ્રી ડાયાબિટીસ ઇન્ડિકેટર છે. જો શરીરમાં આવી કોઈ સમસ્યા દેખાય તો તુરંતજ તમારા ડૉક્ટર નો સંપર્ક કરવો.

ઘાવ જલ્દી ન ભરાવો

જાણતા-અજાણતા શરીર પર કોઈ ઘાવ લાગે છે અને ઘણા લોકો ને તે ધાવ જલદીથી ભરાતો નથી. જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો. એક વાર જરૂર ડાયાબિટીસ ટેસ્ટ કરાવો. લોહીમાં શુગર ની માત્રા વધી જાય છે ત્યારે શરીર નો ધાવ ભરતા સમય લાગે છે.

પલક ની આસપાસ પીળી ફોડી

જ્યારે લોહીમાં ફેટ ની માત્રા વધી જાય છે. ત્યારે આંખોની આસપાસ પલક પર પીળી ફોડી  થાય છે. આ લક્ષણો પર ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે. આ ડાયાબિટીસ નાં લક્ષણ હોઈ શકે છે. તેથી તુરંતજ તમારા ડોક્ટર ની મુલાકાત લો.

થાક લાગવો

જો તમને કોઈ પણ પ્રકાર ની મહેનત કર્યા વગર થાક લાગતો હોય તો, તેનાં પર ધ્યાન દેવું જરૂરી છે. કારણ કે, થાક લાગવો એ પણ ડાયાબિટીસ નું એક લક્ષણ છે. તેમાં યોગ્ય છે કે તમે એકવાર સુગર ટેસ્ટ કરાવો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *