જો તમારી ઉંમર ૩૦ વર્ષ થી વધુ થઈ ગઈ હોય તો આપ પાંચ ચીજોથી દૂર રહેવું,આનંદ થી પસાર થશે જિંદગી

ઉંમર ની સાથે વ્યક્તિ નાં શરીર માં પણ પરિવર્તન આવે છે. વધતી ઉંમર ની સાથે જવાબદારીઓ પણ વધે છે. જેનાં લીધે આપણે અનેક કામ કરવા પડે છે. જોકે લાઇફ સ્ટાઇલ માં પરિવર્તન લઈ આવવું સરળ નથી. તેથી જેમ ચાલે છે તેમ આપણે ચાલવા દેતા હોઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આવું કરવું એ તમારા શરીર માટે યોગ્ય નથી. જોકે વધતી ઉંમર ની સાથે તમારી લાઇફ સ્ટાઇલ માં પરિવર્તન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉમર નાં લીધે આપણા શરીર, સ્વાસ્થ્ય અને કેપેસિટી માં પણ પરિવર્તન આવે છે. માટે ૩૦ ની ઉંમર પાર કરીયા પછી જીવન આ બધા બદલાવો આવે છે. સાથે જ આ ઉંમર એવી છે કે ત્યાં વ્યક્તિ ખૂબ જ જવાબદારઓ થી ઘેરાયેલો રહે છે.
એવામાં લાઇફ સ્ટાઇલ ની સાથે-સાથે ઘણી વસ્તુઓ માં પરિવર્તન આવે છે. આ ઉંમર માં પોતાની કારકિર્દી ઘરની જવાબદારી તે બધું નિભાવવામાં માણસ વ્યસ્ત રહે છે. એવામાં આ ઉંમર પછી વ્યક્તિની તંદુરસ્તી સારી રહેવી ખૂબ જરૂરી છે. આજે અમે તમને કેટલાક એવા પરિવર્તન વિશે જણાવીશું જે, ૩૦ વર્ષ પછી દરેક વ્યક્તિ એ પોતાનાં જીવન માં અપનાવવા જોઈએ. જેથી ભવિષ્ય માં તંદુરસ્ત જીવન નો આનંદ લઇ શકે.
આજે ચીજો ખાવાનું ટાળવું
આપણી લાઈફ સ્ટાઈલ ની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જેવી આપણી લાઈફ સ્ટાઈલ રહે છે તેવું જ આપણું સ્વાસ્થ્ય રહે છે. નાનપણ માં ખોરાક જલ્દી થી પચી જતો કારણ કે એક બાળક ની પાચનશક્તિ મજબૂત હોય છે. હવે આપણી ઉંમર વધતા ની સાથે પાચનશક્તિ પણ કમજોર પડે છે. એવામાં અમુક વસ્તુ ખાવી આપણા માટે હાનિકારક નીવડે છે.તેથી જ વધતી ઉમર સાથે લાઈફ સ્ટાઈલ પર ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે. ૩૦ વર્ષ પછી ખાંડ, મેંદો, તેલીય પદાર્થો અને બહાર નું ખાવું ટાળવું જોઈએ. જો તમે એવું કરશો તો બીમારીઓ થી દૂર રહી શકશો. ૩૦ ઉંમર પછી તમારા ભોજન માં શાકભાજી, દાળ, ફ્રુટ નું વધારે સેવન કરવું યોગ્ય રહેશે.
વજન પર નિયંત્રણ રાખવું
ઘણા લોકો નું વજન 30 સુધી પહોંચતા ખૂબ જ વધી જાય છે. ત્યાં ઘણા લોકો નું વજન 30 વર્ષ પછી વધવાનું શરૂ થાય છે. જોકે વાત એ છે કે ૩૦ વર્ષ પછી વજન વધવા નાં લીધે ઘણી બીમારીઓ નો સામનો કરવો પડે છે. તેથી ૩૦ વર્ષની ઉંમર પછી વજન ને નિયંત્રણ માં રાખવું ખૂબ જ જરૂરી છે. બની શકે તો રોજે એક કલાક યોગ અથવા વર્કઆઉટ નો તમારી લાઈફસ્ટાઈલ માં સમાવેશ કરવો.
સવારે વહેલા ઉઠવું
આમ તો સવારે વહેલું ઊઠવું એ ખૂબ સારું ગણાય છે. પરંતુ જો કોઈ કારણસર તમે વહેલા નથી ઉઠી શકતા તો તમારી આ આદત ને જલ્દી થી બદલો. સવારે વહેલા ઉઠવા થી આમ જ ઘણા ફાયદાઓ મળી રહે છે. સવારે વહેલા ઉઠવા થી શુદ્ધ હવા, તરોતાજા વાતાવરણ ની મજા કંઇક અલગ છે. તેનાથી તમારો પૂરો દિવસ તણાવમુક્ત રહે છે. અને સવારની પહેલી સવારે વહેલા ઉઠવાથી તમારા કામની શરૂઆત પણ જલદી થઈ શકશે. જો તમે વહેલા ઉઠવાની આદત પાળશો તો તેનાથી તમને તમારી પુરી જિંદગી ફાયદો મળશે.
સ્ટ્રેસ ને મૅનેજ કરો
૩૦ વર્ષની ઉંમર માં જ સ્ટ્રેસ ને મૅનેજ કરવું ખૂબ જ જરૂરી છે. તમે સ્ટ્રેસ ને મૅનેજ કરવાનું શીખી ગયા તો તમને આગળ જઈને તેના થી ખૂબ જ ફાયદાઓ થશે. સાથે જ સ્ટ્રેસ મેનેજમેન્ટ થી તમારી તંદુરસ્તી પણ સારી રહેશે. 30 વર્ષ ની ઉંમર માં વધારે પડતા લોકો પોતાનાં પરિવાર અને કારકિર્દી ની જવાબદારી ઉઠાવતા હોય છે, એવામાં જોવા જઈએ તો તણાવ તેનાં જીવન નો એક ભાગ રૂપે હોય છે. પરંતુ એને જેટલો ઓછો કરશો તેટલું સારું રહેશે.
કેફીન અને તળેલી ચીજો થી દૂર રહો
૩૦ વર્ષ ની ઉંમર પછી વ્યક્તિ એ એવા ડ્રિક નું સેવન બંધ કરવું જોઈએ જેમાં કેફીન ની માત્રા વધારે પ્રમાણ માં હોય. કેફીન ફક્ત તમારી ત્વચા નહીં પરંતુ તમારી ઊંઘ ને પણ પ્રભાવિત કરે છે. તે ઉપરાંત વધતી ઉંમર સાથે તળેલી વસ્તુઓ નું સેવન પણ બંધ કરવું જોઈએ. જો પૂરી રીતે બંધ ન કરી શકો તો તેનું સેવન ઓછા પ્રમાણમાં કરવું.
જોકે વધતી ઉંમર ની સાથે શરીર ની પાચન શક્તિ કમજોર થઈ જાય છે. આ ઉંમર પછી લોકો કાર્યરત પણ ઓછા હોય છે એવામાં બને તેટલું તળેલું ઓછું અને જંક ફુડ થી દૂર રહેવું જોઈએ. જંકફૂડ અને તળેલું ખાવાનો ની અસર વાળ અને શરીર નાં ઘણા ભાગો પર દેખાય છે. તેથી ૩૦ ની ઉંમર પછી સારી લાઈફ સ્ટાઈલ માટે આ વસ્તુઓ થી દૂર રહેવું જરૂરી છે.