જો તમારો અથવા તમારા કોઈ પરિચિત નો જન્મ ૯ મી તારીખ નાં થયેલો છે, તો તે સંબંધી આ ખાસ બાબતો જાણો.

દરેક વ્યક્તિ ની અલગ-અલગ પ્રકૃતિ હોય છે. તે જ કારણે દરેક નાં સ્વભાવ પણ અલગ હોય છે .અને સ્વભાવ નાં લીધે દરેક વ્યક્તિ ની ઓળખ હોય છે. દરેક ની પસંદ-ના પસંદ, વાત કરવાની, વિચરવા ની શક્તિ માં પણ ફર્ક હોય છે. આ બાબતો જાતક ની રાશિ અને જન્મ સાથે જોડાયેલ હોય છે. રાશિ અને જન્મ તારીખ નાં આધારે કોઈ પણ વ્યક્તિ નાં જીવન નાં ઊંડા રાજ વિશે પણ જાણી શકાય છે. એ જ બાબત માં આજે આપણે ૯ તારીખે જન્મેલી છોકરીઓ નાં સ્વભાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
મરજી ની માલિક
૯ મી તારીખે જન્મેલી છોકરીઓ કોઈ નાં દબાણ માં રહેવાનું પસંદ કરતી નથી. તે હંમેશા પોતાની મન મરજી નું જ કામ કરે છે. ખુલ્લા સ્વતંત્ર વિચારો ની હોય છે. તે પોતાનાં નિર્ણયો લેવા માટે સક્ષમ હોય છે. તે કોઈ પણ પ્રકાર નો નિર્ણય લેવા માટે બીજા ની સલાહ લેવી જરૂરી સમજતી નથી.
નવા વિચારો વાળી
જે છોકરીઓ નો જન્મ ૯ તારીખે થયો હોય છે તે નવા જમાના નાં હિસાબે વિચાર ધારા રાખવા વાળી હોય છે. તેને દુનિયા ની સાથે પોતાને બદલાવું પણ સારું લાગે છે. સાથે તેને રૂઢિવાદી વિચારો થી મતલબ રહેતો નથી. તે વૈજ્ઞાનિક અને તર્ક સાથે વિચાર વાળી હોય છે.
ગુસ્સા વાળી
આ તારીખે જન્મેલી છોકરીઓ માં ગુસ્સો કરવો એ મોટામાં મોટી ખામી હોય છે. નાની- નાની વાતો પર તેને તરત જ ગુસ્સો આવી જાય છે. તેને જયારે ગુસ્સો આવી જાય છે ત્યારે તે, કોઈ નો ખ્યાલ રાખતી નથી. તેનાં માતા-પિતા ને પણ સંભળાવી દે છે. એના કારણે ઘણીવાર પરિવાર નાં લોકો તેનાથી દૂર થઈ જાય છે.
અરેન્જ મેરેજ માં વિશ્વાસ રાખનાર
૯ મી તારીખ નાં જન્મેલી છોકરીઓ ને પ્રેમ માં પડવું ઓછુ પસંદ હોય છે. સાથે જ તેનાં ગુસ્સાવાળા સ્વભાવ નાં લીધે તેનાં કોઈ સાથે સંબંધ ટકી શકતા નથી. એટલે જ આ છોકરીઓ ની લવ મેરેજ ને કરતા અરેન્જ મેરેજ ની સંભાવના વધુ રહે છે.
નિર્ણય લેવામાં ઉતાવળ
આ છોકરીઓ પોતાનું દરેક કામ ઝડપથી કરતી હોય છે. અને ઝડપ ને લીધે ગડબડ પણ કરતી હોય છે. દરેક કામ જલ્દી અને શોર્ટકટ માં પૂરું કરવાની આદત નાં લીધે તેનાં નિર્ણયો ખોટા પડે છે. ત્યાર પછી તેને પસ્તાવો પણ થાય છે. આવી છોકરીઓ ને જલ્દીથી જલ્દી પોતાની આ આદત સુધારી લેવી જોઈએ.
પરિવાર ને મહત્વ
૯ મી તારીખ નાં જન્મેલી છોકરીઓ પરિવાર નાં લોકો ને ખૂબ જ પ્રેમ કરે છે. તેનાં માટે તેનો પરિવાર જ સર્વસ્વ હોયછે. તેનાં દિલ ની વાત કોઈ બીજા ને કહેવા ને બદલે તે પરિવાર નાં સદસ્યો ને કહેવાનું પસંદ કરે છે.
સ્પષ્ટ વક્તા
આ છોકરીઓ કોઇપણ વાત પોતાનાં મનમાં રાખતી નથી. પરંતુ સામે જ કહેવાનું પસંદ કરે છે. આવી છોકરીઓ કોઈપણ વાત સ્પષ્ટ રીતે અને ખુલી ને કરવાનું પસંદ કરેછે.
મહેનતુ
૯ મી તારીખ નાં જન્મેલી છોકરીઓ પોતાનાં કામ માં પૂરી મહેનત કરતી હોય છે. લગન અને નિષ્ઠા ની સાથે કામ કરે છે. તે હંમેશા મહેનત નાં આધારે જ સફળતા પ્રાપ્ત કરવામાં વિશ્વાસ રાખતી હોય છે.