જો તમે ૪૦ પછી પણ તંદુરસ્ત જીવન જીવવા માંગતા હોવ, તો તમારા ભોજન માં ઘઉ નો ઉપયોગ ઓછો કરો

અમેરિકા નાં હ્રદય રોગ નિષ્ણાંત ડોક્ટર વિલિયમ ડેવીસે એક પુસ્તક લખ્યું હતું. જેનું નામ “વીટ બેલિ” જે પુસ્તકે ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી. અખા અમેરીકા માં ૨૦૧૧ દરમિયાન ઘઉનો ત્યાગ કરવાની ઝુંબેશ શરૂ થઈ હતી. જે યુરોપ થઇને ભારત પહોંચી. એ પુસ્તક ઓનલાઇન મળી શકશે. જે ફ્રી માં પણ મળેછે. આ પુસ્તક માં તેઓએ લખ્યું કે, વિશ્વમાં જો ડાયાબિટીસ, હ્રદય રોગ, સ્થુળતા વગેરે મોટાભાગ નાં રોગો મટાડવા માટે ઘઉનો ઉપયોગ ઓછો કરવામાં આવે અને વર્ષો પહેલાં ભારતીયો જે મકાઇ, બાજરી,જવ, ચણા,જુવાર જેવા ધાન્ય લેતા, તેને ફરી ખોરાક માં સામેલ કરશે તો શરીર તંદુરસ્ત રહેશે. ઘઉ નો વધારે પડતો ઉપયોગ કરવાને કારણે ૪૦ ની ઉંમર માં જ રોગો લાગું પડશે. અને આખી દુનિયા માં ભારતીયો સ્થુળતા માં ટોચ પર પહોચશે.આમ જોઈએ તો ઘઉ મૂળ ભારત ની નહીં મધ્ય એશિયા અને અમેરીકા ની પેદાશ છે. સુલતાન બાબરે ભારત પર કબજો જમાવ્યો ત્યાર થી ઘઉ ભારત ની પેદાશ બની ગઇ. એ પહેલાં ભારત માં જવ નો વપરાશ વધું હતો અને સીઝન મૂજબ મકાઇ,બાજરો,જુવાર વગેરે ધાન્યો વપરાતા. માંગલિક કાર્યો માં જવ કે ચોખા ચડાવવા માં આવતાં જે પરંપરા આજે પણ ચાલુ છે.
ભારત માં ૧૯૮૦ બાદ ઘઉ નો વપરાશ વધ્યો. એ પહેલાં જવ મુખ્ય અનાજ વપરાશ માં લેવાતું. આપણા વડિલો તરવા, દોડવા અને ચાલવા માં થાકતાં નહીં. આજે ભારત માં ૭૭ ટકા ઓવરવેઇટ છે. હવે ભારતીયો આરોગ્ય ક્ષેત્રે જાગૃત બનતાં જાય છે. ઘઉ આમ જોઈએ તો પચવામાં ભારે છે. હવે એવો સમય આવ્યો છે કે, ભારતીય રસોડા માં ૮૦ થી ૯૦ ટકા લોકો એ અનાજ માં જવ, જુવાર,બાજરો વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ભારત માં ૭૦ ટકા લોકો ડાયાબિટીસ થી પીડાય છે.તેથી ભારતીયો એ તંદુરસ્તી જાળવવા માટે ધીરે ધીરે ઘઉનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
અગત્યની વાત એ છે કે, મિલિન્દ સોમન કે જે ભારત નાં ફીટનેસ ટાઇકન છે, તેઓ ઘઉ ખાતાં નથી. જો છેલ્લા ૪૦ વર્ષ માં ભારતીયો ની હાલત આટલી ખરાબ થઇ ગઇ હોય તો આવતી પેઢી નાં સંતાનો નો જન્મ ડાયાબિટીસ જેવી બીમારીઓ સાથે જ થશે.