જો તમે ઈચ્છો છો તમારા પાર્ટનરની સાથે તમારો સંબંધ હંમેશા મજબૂત રહે, તો આ વાતોનું રાખો ધ્યાન

સંબંધ કોઈ પણ હોય પણ તે સમય માંગે છે સમયની સાથે દરેક સંબંધની સિંચાઈ સાચી રીતે કરવામાં આવે તો આગળ જઈને તે સંબંધ ખૂબ જ મજબૂત બને છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે, સંબંધને મજબૂત બનાવવા માટે બંને લોકોએ શું કરવું જોઈએ અને આપણે શું ન કરવું જોઈએ. છતાં પણ કોઇ પણ સંબંધ એકદમ ઝડપથી સફળ થઇ શકતાં નથી. તેની પાછળ નાં કારણો એ છે કે, તે સંબંધ ની સારી રીતે સિંચાઈ કરવામાં આવી ના હોય માટે સંબંધ ને મજબુત બનાવા માટે નીચે જણાવેલ ભૂલો ના કરવી જોઈએ.
આલોચના કરવી
એક આલોચના સકારાત્મક હોય છે જેમાં સામેવાળી વ્યક્તિને તેની ખામીઓ સુધારવા માટે નો ઉદ્દેશ હોતો નથી. પરંતુ જ્યારે એકબીજાને નીચા બતાવવા નાં ઉદેશથી આલોચના કરવામાં આવે છે ત્યારે તે સંબંધો માટે ખૂબ જ ઘાતક બની જાય છે. મનોચિકિત્સક જણાવે છે કે, આલોચના માં ‘હંમેશા’ અને ‘નહીં’ શબ્દોનો સમન્વય હોય છે જેમકે તમે હંમેશા આવું કરો છો, તું ક્યારેય નથી સાંભળતી નથી તું ક્યારેય નથી સાંભળતો નથી માટે આવી આલોચનાથી બચવું.
અપમાન કરવું
બોલીને કોઈ કાર્ય કે ભાવ દ્વારા અપમાન કરવું ખૂબ જ પીડાદાયક બની શકે છે. તમારા જીવનસાથી તમને કઈ કહેવા ઇચ્છે છે, અને તમે તેને સાંભળ્યા વગર જ કહી દો કે હવે ફરીથી ન ચાલુ થઈ જઈશ આવી નાની નાની વાતો સંબંધમાં ખટાશ લાવી શકે છે તેથી એ નિયમ બનાવો કે તમે એકબીજાનું અપમાન ન કરો આ એક પ્રતિ હિંસા છે જે હંમેશા આલોચના નાં જવાબમાં હોય છે. લોકો હંમેશા વધારે તેનો ઉપયોગ ક્યારે કરે છે જયારે તે પીડા મહેસૂસ કરે છે. સાથે જ તે પોતાના સાથી પર માનસિક દબાવ બનાવે છે કે, તેનાં દુઃખનું કારણ તે જ છે જ્યારે કોઈ વ્યક્તિ સતત સ્વયંને પીડિત મહેસુસ કરે છે ત્યારે તે વિચારે છે કે હું સાચો છું અને સામેવાળી વ્યક્તિ ખોટી છે.ત્યારે તે ફરીને જવાબ આપે છે.
વાત બંધ કરવી
ભૂલથી પણ કોઈ સંબંધમાં એવા અવરોધ ન કરવા કે જેનાથી જીવનસાથી સાથે ઓછામાં ઓછી વાતચીત થાય. તેને નજર અંદાજ ન કરવા સાથી રૂમ માં આવે કે રૂમ ની બહાર ચાલ્યા જાવું. આ બધી વસ્તુ બે લોકો વચ્ચે અવરોધ પેદા કરી શકે છે તે દર્શાવે છે કે આ સંબંધ નું કોઈ મૂલ્ય નથી તે માટે આવી ભૂલ ક્યારેય પણ ન કરવી જે તમારા સંબંધને ખરાબ કરી શકે છે.