જો તમે પણ કરો છો ઈલાયચી નું સેવન તો થઈ જાવ સાવધાન, પહોંચાડી શકે છે આ ગંભીર નુકસાન

ઈલાયચી દરેક ઘરનાં રસોડાની પ્રમુખ સામગ્રી છે. દરેક વસ્તુમાં સ્વાદ વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સબ્જી ની સાથે ચા બનાવવા માં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે સેવન કરવામાં આવતી ચા માં તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. એક ચપટી એલચી પણ ચાનો સ્વાદ વધારી શકે છે.સ્વાદની સાથે ઈલાયચી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જોકે તેનાથી નુકસાન પણ થાય છે. મોટે ભાગે લોકો ને તેનાં ફાયદાઓ વિશે જ જાણતા હોય છે ઘણા ઓછા લોકો હોય છે કે, જે તેનાં નુકશાન વિશે પણ જાણેછે. ચાલો તમને આજે ઈલાયચી થી થતા નુકસાન વિશે જણાવીએ.ઈલાયચી દેખાવમાં એકદમ નાની હોય છે પરંતુ તેનો ઉપયોગ ધણી રીતે કરવામાં આવે છે. ચા, સબ્જી ની સાથે જ તેનો પાન મસાલા માં પણ ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. અને પુલાવમાં પણ સ્વાદ વધારવા માટે તેનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે.
બે પ્રકારની ઈલાયચી હોય છે. ઘણા લોકોને ફક્ત લીલા રંગની ઈલાયચી વિશે જ ખબર હોય છે. જેને સામાન્ય ઈલાયચી કહેવામાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ કે લીલા રંગ ઉપરાંત કાળા રંગની ઈલાયચી પણ આવે છે. ઈલાયચી નો ઉપયોગ સબ્જી બનાવવામાં થાય છે અને દરેક પ્રકારની મીઠાઈ બનાવામાં ઉપયોગ કરવામાં આવે છે. ઈલાયચી થી ઘણા ફાયદાઓની સાથે નુકસાન પણ થાય છે. જો વિચારીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તે અવશ્ય ઔષધીય ગુણોથી ભરપૂર છે. પરંતુ તેનાથી થતા નુકસાન વિશે જાણીને પણ તમને આશ્ચર્ય થશે.
ગર્ભવતી મહિલાઓને એલચીના સેવનથી દૂર રહેવું જોઈએ તેમજ ગર્ભવતી મહિલાઓ જો તેનું સેવન કરે તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. જો પથરીની બિમારી હોય તો પણ એલચીનું સેવન કરવું જોઇએ નહીં. ઈલાયચીનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જો તમને સ્કીન ની કોઈ સમસ્યા હોય તો પણ તેનાં સેવનથી દૂર રહેવું જોઈએ. તેના ઉપયોગથી તમારી સ્કીન પર દાગ ધબ્બા થઈ શકે છે. હંમેશા લોકો ઉધરસની સમસ્યા થાય ત્યારે એલચીનું સેવન કરે છે. જોકે તે ઉપાય તમને ઘણીવાર નુકસાન કરી શકે છે ઈલાયચી ની તાસીર ઠંડી હોય છે તેથી ઉધરસની સમસ્યા માં વધારો થઈ શકે છે. તેમજ તમને એલચીનાં સેવનથી તમારા શરીર પર નકારાત્મક પરિણામ મળે તો આવી સ્થિતિમાં તેનાથી દૂર રહેવું જોઈએ અને તેનું સેવન કરવું ના જોઈએ અને ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.