જો તમે પણ મંત્ર અને શ્લોક કરો છો, તો જાણો બંને વચ્ચે શું છે તફાવત

દરેક પૂજા-પાઠ અને ધાર્મિક કાર્યમાં મંત્ર અને શ્લોકનું ઉચ્ચારણ જરૂર કરવામાં આવે છે. મંત્ર અને શ્લોક સાધક ને આધ્યાત્મિકતાની તરફ એટલે કે, ઈશ્વર ની નજીક લઈ જવાનું કાર્ય કરે છે. મંત્ર અને શ્લોક નો પાઠ કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. મંત્ર અને શ્લોક બંને સંસ્કૃત ભાષામાં બનેલા છે. અને લગભગ બંને નું ઉચ્ચારણ પણ એક સમાન જ હોય છે. તેથી જ શ્લોક અને મંત્ર જાપ કરતા ઘણા લોકોને એવું લાગે છે કે, આ બંને એક સમાન જ છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને વચ્ચે ઘણો તફાવત છે. આ બંને અલગ-અલગ વિષયો છે. તો આવો જાણીએ કે મંત્ર અને શ્લોક વચ્ચે શું તફાવત છે.
મંત્ર શું છે
આમ તો મંત્રનો અર્થ મર્યાદિત છે. પરંતુ મંત્ર તેને કહેવામાં આવે છે કે, જે સીધા મનનાં ભાવ થી ઉત્પન્ન થાય છે. જેની લખીને રચના થતી નથી. જે સ્વયં ઉત્પન્ન થયું હોય. આપણા વેદોની રુચાઓ ના પ્રત્યેક શ્લોકને મંત્ર કહેવામાં આવે છે. કેમકે કહેવામાં આવે છે કે આ શ્લોકો કોઈએ લખ્યા નથી મનમાંથી જ ઉદભવ્યા છે. તેથી આને મંત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં મંત્રો વિશે કહેવામાં આવ્યું છે કે, મનને તારનાર ધ્વની જ મંત્ર છે. શ્રી ૐ વગેરે એક શબ્દ હોવા છતાં પણ મંત્ર છે અને તેમાં પોતાની અંદર ઘણું બધું સમાયેલું છે.
શ્લોક શું છે
મંત્ર કોઈના મનમાંથી ઉત્પન્ન થાય છે. તો સ્લોક નો અર્થ થાય છે કે જે કોઈના દ્વારા લખીને બનાવવામાં આવ્યો હોય. તેને શ્લોક કહેવાય છે. ઘણાં ગ્રંથોમાં લખેલી બે ચાર લીટીઓની રચના ને શ્લોક કહેવામાં આવે છે. શ્લોક દ્વારા ભગવાનની પ્રાથના અને પ્રશંસા કરવામાં આવે છે. ઘણા શ્લોકો નો અર્થ ખૂબ જ ગુઢ હોય છે. મહાભારત વાલ્મીકી દ્વારા લખાયેલું રામાયણ વગેરે ગ્રંથો ઋષિમુનિઓ દ્વારા લખવામાં આવ્યા છે. આ ગ્રંથોમાં લખાયેલા શ્લોકો મનુષ્યને જીવનનો સાચો માર્ગ બતાવે છે. મનુષ્ય એ દરરોજ શ્લોક અને પૂજા પાઠ કરવા જોઈએ. મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. જેથી તેમનું મન શાંત રહે છે. અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. અને આધ્યાત્મિકતામાં વધારો થાય છે.