જો તમને રહેછે વારંવાર શ્વાસ ફુલવા ની તકલીફ તો, આપવું જોઈએ ધ્યાન હોઈ શકે છે આ બીમારી

આજકાલ ની ભાગદોડવાળી લાઈફ માં શ્વાસ ફુલવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ફક્ત વ્યસની લોકોને જ નહી પરંતુ આજના ટીનએજર લોકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે આજકાલ સામાન્ય શારીરિક શ્રમ કર્યા બાદ બાળકોને પણ શ્વાસ ચડવા લાગેછે. આ સ્થિતિ એ વાતનો સંકેત છે કે તમારું શ્વાસન તંત્ર ને કાર્ય કરવામાં મુશ્કેલી આવી રહી છે અને તમે સતત કમજોર થતા જાઓ છો. જો તમને પણ વારંવાર શ્વાસ ફુલવાની તકલીફ હોય તો આ વાતોની જાણકારી હોવી જોઈએ ચાલો જાણીએ આખરે કઈ છે એ વાતો
કેવી હોય છે શ્વાસ ફુલવા ની સ્થિતિ
જ્યારે થોડું જ કામ કર્યા બાદ શ્વાસ ફુલવા લાગે અથવા તમને થાક અનુભવાય તો તેને શ્વાસ ફુલવાની સ્થિતિ કહેવાય છે. આ સમય દરમ્યાન તમે સામાન્ય સ્થિતિ કરતા વધારે ઝડપથી શ્વાસ લો છો.શ્વાસ ફુલવાની સ્થિતિ ખૂબ જ કષ્ટદાયી હોય છે. આ બીમારી અલગ-અલગ લોકોને અલગ અલગ રીતે થાય છે. કેટલાક લોકોને આ જ સ્થિતિ થોડા સમય માટે જ રહે છે અને તરતજ સારું થઈ જાય છે જ્યારે ઘણા લોકોને આ સ્થિતિ લાંબો સમય સુધી રહે છે અને તે લોકોને હૃદય પર અનુભવાય છે.
જાણો શું છે વાયુ માર્ગ
આપણે મોઢા અને નાક દ્વારા શ્વાસ નાં રૂપ માં ઓક્સિજન લઈએ છીએ તે વાયુમાર્ગ થી જ આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે. આ વાયુ લોહી સાથે મળીને આપણને જીવંત અને ઉર્જાવાન રાખવાનું કામ કરે છે. વાયુ માર્ગ કે શ્વાસન તંત્ર એક જટિલ સંરચના હોય છે. જે અનેક નાની-મોટી ટ્યુબથી બનેલી હોય છે. શરીરમાં જ્યારે કોઈ બીમાર નાં કારણે શ્વસનતંત્ર ને કાર્ય કરવામાં વિઘ્ન આવે છે ત્યારે શ્વાસ ચડવાની સમસ્યા થાય છેતમને જણાવી દઈએ કે, જ્યારે શરીરમાં ચરબી વધી જાય છે અથવા હાર્ટ સંબંધી સમસ્યા હોય છે કે ટ્યૂમર જેવા રોગ નાં કારણે પણ શ્વાસ ફુલવાની સ્થિતિ આવે છે.
શ્વાસ ફૂલવાની સમસ્યા થી થતા નુકસાન
થોડુંક જ શારીરિક શ્રમ કરવાથી પણ જો તમને શ્વાસ ચડવા લાગેછે તો તમારી જીવનશૈલી ખૂબ આળસુ હોઈ શકે છે. જો તમે કોઈપણ પ્રકારની શારીરિક મહેનત કરતા નથી તેના કારણે પણ શ્વાસ ફૂલવાની સમસ્યા થાય છે. જે ખૂબ જ ખતરનાક સ્થિતિ હોય છે.જો કોઈ કારણ વગર જ શ્વાસ ચડતો હોય તો આ એક ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે એવી સ્થિતિમાં તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
કારણો
- જે લોકોનાં શરીરનું વજન વધારે હોય તેમને શ્વાસ ચડવાની સમસ્યા રહે છે
- સતત શારીરિક શ્રમ કરવા વાળા લોકોને પણ શ્વાસ ચડે છે.
- શારીરિક કમજોર અને લોહીની ઉણપ નાં કારણે પણ શ્વાસ ચડવાની તકલીફ રહે છે.
- ઊંઘ પૂરી ના થવાના કારણે પણ શ્વાસ ચડવાની તકલીફ થઈ શકે છે.
- જો તમે પ્રદૂષણયુક્ત વાતાવરણમાં રહો છો તો પણ શ્વાસ ચડવાની સમસ્યા થઈ શકે છે.
- જે લોકો વધારે સ્મોકિંગ કરે છે તેને પણ શ્વાસ સંબંધી સમસ્યા રહે છે.
ઈલાજ
જો તમને કોઈ ગંભીર રોગ નથી છતાં પણ તમને શ્વાસ ચડવાની સમસ્યા રહેતી હોય તો તમારે તમારી જીવનશૈલીમાં સુધારો કરવાની આવશ્યકતા છે. નિયમિત રૂપથી યોગ અને વોક કરવાથી શ્વાસ ફૂલવાની સમસ્યાથી રાહત મળી શકે છે. યોગ અને વોકથી માંસપેશીઓ અને ફેફસાં મજબૂત બને છે તેથી તમારી દિનચર્યામાં તેને જરૂરથી સામેલ કરો. સ્વાદિષ્ટ અને સંતુલિત ભોજન કરવું તેનાથી શરીરને પોષણ મળે છે અને શ્વાસન તંત્ર પણ સારી રીતે કાર્ય કરી શકે છે.