જો તમને પણ સફર દરમિયાન થાય છે ઉલટી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

જો તમને પણ સફર દરમિયાન થાય છે ઉલટી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

કોઈ લોકોને હરવા ફરવાનો ખૂબ જ વધારે શોખ હોય છે, પરંતુ સફર દરમિયાન થતી ઉલટી નાં કારણે તેમનાં આ શોખ પર પાણી ફરી વળે છે. આના કારણે એ લોકો બસ અથવા ગાડીમાં સફર કરવાથી ડરે છે અને ક્યાંય બહાર જઈ શકતા નથી.આવામાં આપને પણ જો સફર દરમિયાન ઊલટી જેવી સમસ્યા થતી હોય તો આજે અમે આપને થોડા એવા ઉપાયો બતાવીશું જેનાથી આપની સફર એકદમ આનંદદાયક અને આરામદાયક બની જશે.આવો જાણીએ કે એવા કયા ઉપાયો છે કે જેનાં કારણે તમને સફર દરમિયાન જીવ ઉલટી જેવી સમસ્યાથી છુટકારો મળી શકે છે.

 આદુ

આદુમાં આમ તો ઘણા પ્રકાર નાં ઔષધીય ગુણો હોય છે, તેનાથી શરદી, ઉધરસ અને તાવ તરત જ દૂર થાય છે. આદુ સફર દરમિયાન થતી ઊલટીઓ થી તમને બચાવે છે. આદુમાં એન્ટિમેટિક તત્વ હોય છે. જેના કારણે યાત્રા માં થતી ઊલટીઓ અને ચક્કર થી બચી શકાય છે. આવામાં જો આપને બસ કે ગાડીમાં સફર કરતી વખતે ઉલટી થવી જેવી સમસ્યા થતી હોય તો આદુ ની ગોળીઓ ખાવી તમારા માટે ફાયદાકારક બની શકે છે. જો શક્ય હોય તો સફર દરમ્યાન કાચો આદુ તમારી સાથે રાખો અને ગભરાહટ થાય તો તરત જ આદુનો ટુકડો ચૂસી લેવો.

 લીંબુ

લીંબુ પણ આપને ઉલટી અને ચક્કર જેવી સમસ્યામાં રાહત આપવામાં ફાયદાકારક સાબિત થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે ઉલટી રોકવામાં મદદગાર છે. માટે સફર કરતા પહેલા એક કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને કાળું મીઠું મેળવીને પી લો. જો તમને કાળું નમક પસંદ ના હોય તો મધ નાખીને પણ પી શકો છો. આનાથી સફર દરમિયાન થતી દરેક પરેશાનીઓ દૂર થશે અને તમારી મુસાફરી  આરામદાયક  થશે.

 લવિંગ

સફર દરમિયાન ઉલટી થવી જેવી સમસ્યાથી તમે પરેશાન છો તો લવિંગ આપના માટે રામબાણ છે. બસ અથવા કારમાં લાંબી મુસાફરી કરી રહ્યા હો અને તમને ગભરાહટ નો અહેસાસ થાય તો તરત જ એક લવિંગ મોઢામાં રાખી દો, આનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. ધ્યાન રહે કે, લવિંગને ક્યારેય ચાવવું નહીં તેને ખાલી મોઢામાં રાખીને ચુસો. આવું કરવાથી થોડી જ વારમાં તમારો મુંઝવણ અને ઉલટી થવી જેવી સમસ્યા થી રાહત મળશે.

અજમા

 

આમ તો કોઈક લોકોને અજવાયન ની સુગંધ પસંદ નથી હોતી, પરંતુ અજવાયન થી ઉલટી આવવાની સમસ્યાને દુર કરી શકાય છે. અજવાયન માં કંઈક એવા ગુણ હોય છે કે જેનાથી ઊલટીઓ નથી થતી. કપૂર ફુદીનો અને અજવાયન ને મિક્સ કરી દો. અને તેને   તડકામાં સૂકવવા મૂકી દો. ત્યાર પછી આ મિશ્રણને એક ડબ્બામાં ભરી સફરમાં સાથે લઈ લો અને ઉલટી કે ચક્કર આવવા પર તરત જ આ મિશ્રણ ખાઈ લો.

 તુલસી નાં પાન

જો તમે બસ અથવા કારથી લાંબા સફર પર જઈ રહ્યા છો અને તમને ઉલટીની સમસ્યા થતી હોય તો તુલસીનાં પાન તમારી સાથે રાખવાનું ના ભૂલો. સફર દરમિયાન ઊલટી જેવું થાય તો તરત જ તુલસી નાં પાન મોઢામાં રાખી લો. જો તમને તુલસી નાં પાન પસંદ ના હોય તો તમે તુલસી નાં પાનનો રસ કાઢીને તેને પણ તમારી સાથે રાખી શકો છો. આનાથી  સફર દરમિયાન આવતી સમસ્યાઓથી બચી શકાય છે.

 

 

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *