જો વ્યાપાર માં નુકશાન થઈ રહ્યું હોય તો કરવા આ ૩ ઉપાયો, બજરંગ બાલી ની કૃપા થી વેપારમાં થશે લાભ

જો વ્યાપાર માં નુકશાન થઈ રહ્યું હોય તો કરવા આ ૩ ઉપાયો, બજરંગ બાલી ની કૃપા થી વેપારમાં થશે લાભ

રોજગાર દરેક વ્યક્તિ નાં જીવનનિર્વાહ માટેની સૌથી મહત્વની આવશ્યકતા છે. જે જેની પાસે ઉચિત આજીવિકા માટેનું સાધન છે તે સુખી અને સંતુષ્ટ જીવન પસાર કરી શકે છે. જ્યારે વ્યક્તિ પાસે રોજગાર નથી હોતો ત્યારે તેને નાની નાની જરુરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે. જેના કારણે વ્યક્તિ માનસિક રૂપથી પૂરી રીતે પરેશાન થઇ શકે છે. તેથી દરેક વ્યક્તિ એક સારી નોકરી કે વેપાર કરવા ઈચ્છે છે. જો તમે પણ એક સારી નોકરીની શોધ કરી રહ્યા છો અથવા વેપાર કરવા ઈચ્છો છો અને તેમાં તમને સમસ્યાઓ આવી રહી હોય તો આ ૩ ઉપાય કરવાથી ભગવાન હનુમાનજીની કૃપા થી તમને રોજગારની પ્રાપ્તિ થશે.

  • તમારી પાસે કોઈ રોજગાર ન હોય અથવા તમારો વેપાર ચાલી રહ્યો ન હોય અને તેમાં સતત પ્રયાસ કરી રહ્યા હોવ પરંતુ છતાં પણ મહેનત અનુસાર ફળ પ્રાપ્ત થતું ન હોય તો મંગળવાર નાં દિવસે સવારે અને સાંજે હનુમાનજી નાં મંદિરે જઇને ભગવાન ની સામે બેસી ને સુંદરકાંડ નાં પાઠ કરવા. આ પાઠ સતત ૧૧ મંગળવાર સુધી કરવા જોઈએ આ ઉપાય  કરવા માટે કોઈપણ મંગળવારથી આ ઉપાય ને શરૂ કરી શકાય છે પરંતુ તેની શરૂઆત કરવા માટે હનુમાન જયંતિનો દિવસ સૌથી ઉત્તમ રહે છે.

  • જો તમે નોકરી ની શોધ કરી રહ્યા હોવ અને ઇન્ટરવ્યૂ માટે જતા હોય ત્યારે તમારી સાથે એક લાલ રૂમાલ લઈને મંદિરે જઈને તેને ભગવાન નાં ચરણોમાં રાખી ત્યારબાદ સફળતા પ્રાપ્તિ ની પ્રાર્થના કરવી વળતા સમયે રૂમાલ તમારી સાથે લઈ લેવો જ્યારે પણ નોકરી નાં ઈન્ટરવ્યું માટે જાઓ ત્યારે તે રૂમાલ તમારી સાથે લઈને બેસવો માન્યતા છે કે, તેનાથી સફળતા પ્રાપ્ત થાય છે. ધ્યાન રહે કે રૂમાલ નો ઉપયોગ હાથ સાફ કે અન્ય કામ માટે ન કરવો.

  • નોકરી અને વેપારની સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ હનુમાન ચાલીસા નાં પાઠ કરવા જોઈએ આ ઉપરાંત દર મંગળવારે હનુમાનજી નાં મંદિરે જઈ દર્શન કરવા જો તમને સારી નોકરી મળી રહી ન હોય વેપાર માં નુકશાનનો સામનો કરવો પડતો હોય તો શનિવાર અને મંગળવાર નાં દિવસે હનુમાનજીને તેલ ચડાવવું જોઈએ. હનુમાનજી ને પાન સોપારી અર્પણ કરવા. તેલ ચડાવવાનો ઉપાય પાંચ શનિવાર સુધી કરવો અને પાન સોપારી ૧૧ મંગળવાર સુધી અર્પણ કરવી.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *