જુહી ચાવલા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા સલમાનખાન, પિતા પાસે હાથ માંગવા પહોંચ્યા હતા પરંતુ

૯૦ નાં દશકની અભિનેત્રીઓમાં સામેલ રહી ચૂકેલા જુહી ચાવલાએ પોતાના સમયમાં એક થી એક થી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લા લાંબા સમયથી જુહી ચાવલા ફિલ્મ પડદાથી દૂર છે. છેલ્લી વાર તે સોનમ કપૂરના સ્ટારર ફિલ્મ ‘એક લડકી કો દેખાતો એસા લગા’ માં જોવા મળ્યા હતા. પરંતુ ૯૦ ના દશક નાં અભિનેતા આમિર ખાન સાથે તેમની જોડી ખૂબ જ જામી હતી. શાહરુખ ખાન અને તેના સમયના અન્ય મોટા સ્ટાર્સ સાથે પણ તેઓએ ફિલ્મો કરી હતી. જોકે જુહી ચાવલા એ સલમાન ખાનની સાથે ક્યારેય પણ કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. બંનેની જોડીને ફેન્સે ક્યારેય સાથે જોઈ નથી.
જુહી ચાવલા એ એકવાર પોતાના ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. કે શા માટે સલમાન ખાન અને તેમણે એક સાથે કામ નથી કર્યું. એક વાર જુહી ચાવલા ફેમસ ફિલ્મ મેકર કર્ણ જોહર નાં શો કોફી વિથ કરણ માં પહોંચ્યા હતા. તે દરમ્યાન કરણે સવાલ કર્યો હતો કે, શાહરૂખ અને આમિર ખાન સાથે તમે કામ કર્યું છે. પરંતુ સલમાન ખાન સાથે કેમ તમે કામ કર્યું નથી. જવાબમાં જુહી એ કહ્યું હતું કે મને ખબર નથી પરંતુ અમારા વચ્ચે એવી વાત થઇ છે જે હજી પણ તેના મગજમાં છે.
જુહી એ જણાવ્યું હતું કે, હું તેને મળવાની ઈચ્છા રાખું છું. પરંતુ તે હજી પણ મને એવી રીતે જુએ છે તે છે જેમ કે તેના મગજમાં હજી પણ તે બધી વાતો છે. આ ઉપરાંત જુહી ચાવલા એ એકવાર ટીવી શો એન્ટરટેઇનમેન્ટમાં પણ વાત કરી હતી. તેમણે આ બાબત જણાવ્યું હતું કે તે વખતે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. અને એક પ્રોડ્યુસર તેને અને સલમાન ખાન ને સાથે કાસ્ટ કરવા ઇચ્છતા હતા. પરંતુ મેં ફિલ્મ કરવા માટે ના પાડી હતી. ત્યારબાદ થી આજ સુધી સલમાને મારી સાથે કામ નથી કર્યું. પરંતુ જુહી એ હસતા હસતા કહ્યું હતું કે, આ કહાની સલમાને કહી છે મને કઈ યાદ નથી.
જુહી ચાવલા ને પોતાની દુલ્હન બનાવવા ઇચ્છતા હતા સલમાન
સલમાનખાન નું દિલ બોલિવૂડ ની ઘણી હસીના પર આવ્યું હતું. અને સમય સમય પર અભિનેત્રિઓ સાથે તેમનું લાંબા અફેર પણ રહ્યા છે. સલમાન ખાન નું દિલ ક્યારેક જુહી ચાવલા માટે પણ ધડકતું હતું. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન જુહી ચાવલા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. અને જુહી ચાવલા ના પિતાજી પાસે તેનો હાથ માંગવા પણ ગયા હતા. સલમાન ખાને પોતાના એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે જુહી ખૂબ જ શ્રેષ્ઠ અભિનેત્રી છે. તે ખૂબ જ સ્વીટ છે. અને હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જેને લઇને હું એના પિતાજી પાસે ગયો હતો. પરંતુ તેઓએ ના પાડી હતી. તેમના હિસાબથી હું જુહી માટે ફિટ ન હતો.
તમને જણાવી દઈએ કે, જુહી ચાવલા એ પોતાના કેરિયરની શરૂઆત ૧૯૮૬ માં આવેલી ફિલ્મ સલ્તનત થી કરી હતી. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. પરંતુ તેમને ઓળખ ‘કયામત સે કયામત તક’ થી મળી હતી. આ ફિલ્મ હિટ રહી હતી. તમને જણાવી દઈએ કે, ૧૯૮૮ માં આવેલી આ ફિલ્મ આમિર ખાન ની ડેબ્યુ ફિલ્મ હતી. પછી થી આમિર ખાનઅને જુહી ની જોડીએ ખૂબ જ ધમાલ મચાવી હતી. બોલિવૂડમાં ૮૦ થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલ જુહી ચાવલા એ પોતાના કેરિયરમાં ખૂબ જ સફળતા મેળવી હતી. તેઓએ ૧૯૯૫ માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જય મહેતા સાથે લગ્ન કર્યા બાદ ધીરે ધીરે તે ફિલ્મોથી દૂર થઈ હતી. આજે બંનેના લગ્નને ૨૫ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. જુહી અને જય નાં બે બાળકો છે. દીકરી જાનહવી અને દીકરો અર્જુન છે.