જ્યારે શાહરૂખ ખાન મુંબઈ નાં રસ્તા પર ગૌરી ને શોધવા ભટકતા હતા, ત્યારે તેણે પોતે જ કહી આ વાત

જ્યારે શાહરૂખ ખાન મુંબઈ નાં રસ્તા પર ગૌરી ને શોધવા ભટકતા હતા, ત્યારે તેણે પોતે જ કહી આ વાત

શાહરૂખ ખાન અને ગૌરી બોલીવૂડ નાં સૌથી ફેમસ કપલ છે. લગ્ન નાં ૨૯ વર્ષ પછી પણ બંને એકબીજા ને નાનપણ માં કરતા એવો જ પ્રેમ કરે છે. તમને ખબર છે બંને એકબીજા માટે કેટલા પાગલ હતા. શાહરૂખ નાં ૫૫ માં જન્મદિવસ નિમિતે જાણીએ આ વાત, એક સમય એવો હતો કે ગૌરી શાહરૂખ ને છોડીને દિલ્હી થી મુંબઇ ચાલી આવી હતી. ત્યારે તેને શોધવા માટે અભિનેતા શાહરૂખ ભટકતા હતા.૨૦૧૯ માં હોલીવુડ ટીવી હોસ્ટ ડેવિડ લેટર મેન નાં શો “માય નેકસ્ટ ગેસ્ટ નીડ્સ નો ઇન્ટ રોડકસન” માં ભાગ લીધો હતો. ત્યારે ડેવિડ એ શાહરુખ ખાન નાં જીવન વિશે વાત કરી હતી. જેમાં શાહરૂખ ની કારકિર્દી, સ્ટારડમ અને તેનાં માતા-પિતા સાથે નું જીવન અને ગૌરી સાથે ની લવસ્ટોરી અને બાળકો સાથેનાં સંબંધો ને લગતા પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન  શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, કેવી રીતે વર્ષો પહેલા તે મુંબઈ આવ્યા હતા, અને તે મુંબઈ ગૌરી ને શોધવા માટે જ આવ્યા હતા.

Advertisement

આ વાત શાહરૂખ નાં કોલેજ નાં દિવસો ની છે. જ્યારે તે દિલ્હી માં રહેતા હતા. તેઓ એ તેનાં મિત્રો સાથે મળી ને એક ગ્રુપ બનાવ્યું હતું. જેનું નામ “સિ” રાખ્યું હતું. તે સમયે શાહરૂખ અભ્યાસ કરતા હતા. અને તેનાં મિત્રો તેમને કુલ માનતા હતા. તેથી તે ગ્રુપનું નામ “સિ” રાખ્યું હતું. શાહરૂખ અને ગૌરી તે દિવસો માં એક બીજા ને ડેટ કરતા હતા. તે સમય દરમિયાન ગૌરી તેને છોડી ને મુંબઈ ચાલી ગઈ હતી. ગૌરી મુંબઈ માં ક્યાં ગઈ છે તે શાહરૂખ ને ખબર નહતી. પોતાનાં મિત્રો સાથે મુંબઈ જવાનું આયોજન કર્યું તેનાં મન માં હતું કે, તે કોઈ હીરો ની જેમ મુંબઈ પહોંચે અને ગૌરી દોડી ને આવે અને તેને મળી જાય. પરંતુ એવું કઈ ના થયું. શાહરૂખ ખાન જ્યારે મુંબઇ પહોંચ્યા ત્યારે તેને ખબર પણ ન હતી કે આ શહેર આટલું મોટું છે. શાહરૂખ ને ખબર હતી કે, તે ગૌરી ને કોઈ બીચ પરથી શોધી શકશે કારણ કે તેને સ્વિમિંગ ખુબ પસંદ હતું.

એક બીચ પર તેને ગૌરી નાં મળી પછી તે એક પ્રાઇવેટ ટેક્સી ડ્રાઈવર સરદારજી ને મળ્યા જેણે શાહરૂખ ને કહ્યું કે મુંબઈ માં એક થી પણ વધારે બીચ છે ત્યારે શાહરૂખ અને તેનાં મિત્રો પાસે મળીને કુલ ૪00 રૂપિયા જ હતા. તેણે કહ્યું તમે દરેક બીચ પર અમને લઈ જાઓ અને જેવા મીટર માં ૪00 રૂપિયા આવે કે તમે અમને છોડી દેજો. સરદારજી શાહરૂખ અને તેનાં મિત્રોને મુંબઈ ના દરેક બીચ પર લઈ ગયા. જોકે બધા બીચ પર ફર્યા પછી પણ ગૌરી તેને ન મળી. સવારથી કશું ખાધા પીધા વગર જ શાહરુખ ખાન અને તેનાં મિત્રો ગૌરી ને શોધી રહ્યા હતા. શાહરૂખન નાં મિત્રો ગુસ્સે થઈ ગયા હતા. તેવામાં તેણે કહ્યું કે, બસ હવે છેલ્લા બીચ પર જોઈ લઈએ મિત્રો માંથી કોઈ પણ તૈયાર ન હતું પરંતુ બહુ કહેવાથી પછી બધા ગયા. શાહરૂખે એક છોકરી નો અવાજ સાંભળ્યો અને તેની પાછળ ગયા ત્યારે તેણે જોયું તો તેને ત્યાં ગૌરી મળી ગઈ. ગૌરી એ તેને પૂછ્યું કે તમે મુંબઈ શું કરી રહ્યા છો ત્યારે કે તેને કહ્યું કે તને મળવા માટે આવ્યો છું. ડેવિડ ને ગૌરી એ કહયું કે ત્યારે તેનાં ઘરવાળાઓ ને શાહરૂખ ખાન સાથે તેનાં સંબંધ વિશે ખ્યાલ ન હતો. તેથી તે બ્રેક  લઇને મુંબઇ ગઇ હતી. કારણકે ત્યારે શાહરૂખ ખૂબ જ લાગણી શીલ હતા. જોકે બંને મળ્યા પછી અલગ ના થયા. ૨૯ વર્ષ પછી પણ બંને નો સંબંધ ખૂબ જ મજબૂત છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *