જ્યારે સ્વામી વિવેકાનંદજી એ અલવર નાં મહારાજને સમજાવ્યું હતું મૂર્તિ પૂજન નું મહત્વ, જાણો તે રોચક કથા વિશે

૧૨ જાન્યુઆરી ને આપણે સ્વામી વિવેકાનંદ જયંતી ઉજવીએ છીએ. ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ નાં તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. જ્યારે ૪ જુલાઇ ૧૯૦૨ માં બેલુર મઠ, હાવડામાં તેઓએ પોતાના જીવન નાં અંતિમ શ્વાસ લીધા હતા તેમનું પૂરું નામ નરેન્દ્રનાથ દત્ત હતું હિંદુ ધર્મને વિશ્વભરમાં પ્રચલિત કરવામાં તેમનું ખુબ મોટુ યોગદાન છે. તેઓએ શિકાગોમાં આપેલ ભાષણ નાં માટે તેઓને આજે પણ દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજી એ મૂર્તિપૂજા ની પ્રથા ને પણ પ્રચલિત કરી હતી અને આ સંદર્ભમાં એક રોચક કથા જોડાયેલી છે.૭ જાન્યુઆરી ૧૮૯૧ માં સ્વામી વિવેકાનંદ પહેલીવાર અલવર ગયા હતા અને એ સમય દરમ્યાન તેઓએ ઘણા સ્થાનો પર જઈને પ્રવચન આપ્યું હતું અને હિંદુ ધર્મ ને ખૂબ જ પ્રચલિત કર્યો હતો. તેમનાં પ્રવચન સાંભળવા માટે દૂર-દૂરથી લોકો ત્યાં આવ્યા હતા મેયો કોલેજ નાં પ્રથમ વિદ્યાર્થી રહી ચૂકેલ રાજા મંગલસિંહ અલવર નાં પાંચમા મહારાજ હતા અને તેમના દિવાન રામચંદ્ર સ્વામી વિવેકાનંદ નાં પ્રવચન સાંભળવા માટે આવતા હતા.
તેઓને સ્વામી વિવેકાનંદ નું પ્રવચન ખૂબ જ પસંદ હતું. તેઓએ પોતાના મહારાજ ને સ્વામી વિવેકાનંદ વિશે જણાવ્યું. જ્યારે રાજાએ સ્વામી વિવેકાનંદ વિશે જાણ્યું ત્યારબાદ રાજાએ સ્વામી વિવેકાનંદ ને રાજમહેલમાં ભોજન માટે બોલાવ્યા. સ્વામી વિવેકાનંદજી સમય કાઢીને રાજા મંગલ સિંહ અલવર ને મળવા માટે તેમના રાજમહેલ ગયા.મુલાકાત સમય દરમિયાન રાજા એ સ્વામી વિવેકાનંદજીને એક સવાલ કર્યો અને તેમને મૂર્તિ પૂજન વિશે પૂછ્યું. રાજા એ સવાલ વિવેકાનંદજી ને પૂછ્યું કે આખરે આપણે લોકો મૂર્તિ પૂજન શા માટે કરીએ છીએ. રાજા નાં આ સવાલ નો જવાબ આપતા સ્વામી વિવેકાનંદજીએ તેઓને ડ્રોઇંગરૂમમાં લાગેલી એક ફોટો વિશે પૂછ્યું રાજા એ જવાબ આપ્યો કે, તે પોતાના પિતાજી રાજા માનસિંહજી ની ફોટો છે.
સ્વામી વિવેકાનંદજીએ પૂછ્યું કે તમે આ ફોટો અહીંયા કેમ લગાવી રાખ્યો છે. શું તે જીવિત નથી તેનો ઉત્તર દેતા રાજાએ કહ્યું કે તે દિવગત થઇ ચૂક્યા છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યુકે, તો તેની ફોટો આજે પણ તમે અહી લગાવી રાખી છે. આ રીતે તેમની વાત આગળ ચાલી રહી હતી. સ્વામી વિવેકાનંદજી એ રાજા મંગલ સિંહ ને સમજાવ્યું કે, દિવગંત પિતાની ફોટો તમને અહેસાસ તેના હોવાનો અહેસાસ કરાવે છે. એ જ રીતે આપણા આરાધ્ય દેવી દેવતાઓની મૂર્તિઓ આપણને તેના હોવાનો એહસાસ કરાવે છે. સ્વામી વિવેકાનંદજીની વાત થી રાજા મંગલસિંહ ખૂબ જ પ્રભાવિત થયા અને તેમને મૂર્તિ પૂજનનું મહત્ત્વ સમજાયું.