કઈ દિશામાં હોવી જોઈએ ઘરની બારીઓ, કઈ દિશા હોય છે શુભ, જાણો વાસ્તુ ટિપ્સ

ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે, ઘરની બારીઓ તમારા સુખ દુઃખ નું કારણ બની શકે છે. ઘરની બારીઓ વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવી જોઈએ. જો તેનાં સંબંધિત નિયમ તોડીને બનાવવામાં આવે છે તો ગરબડ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની બારીઓ કઈ દિશામાં હોવી જોઈએ.
- ઘરની છત પર બારી બનાવવાથી બચવું જોઈએ. આજકાલ કેટલાક લોકો છત પર જ એટલો મોટો ભાગ ખાલી છોડી દે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કરવું જોઈએ નહીં. તેનાથી ઘર પર હવાનું દબાણ બનવા લાગે છે જે તમારી હેલ્થ અને મન માટે યોગ્ય નથી માટે ઘરની છત પર મોટી જગ્યા છોડી બારી બનાવતા પહેલા કોઈ વાસ્તુશાસ્ત્રી ની સલાહ અવશ્ય લેવી.
- ઘરમાં કઈ દિશામાં બારી બનાવી જોઈએ તે પણ વાસ્તુશાસ્ત્ર મુજબ ખૂબ જ જરૂરી છે. ઘરની વાયવ્ય અને ઉત્તર ઇશાન વાયવ્ય, ઉત્તર ઇશાન અને પૂર્વ દિશામાં બારી બનાવવી જોઈએ તેનાથી ઘર પર શુભ પ્રભાવ પડે છે.
- કિચનમાં જરૂરથી એક બારી બનાવી જોઈએ. કિચનમાં ઘણા પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. બારી બનાવવાથી રૂમ નું તાપમાન અને ધુમાડો સરળતાથી બહાર નીકળી જાય છે.
- બાથરૂમ અને ટોયલેટ માં નાની બારી જરૂર બનાવી જોઈએ તેને છતથી લગાવીને બનાવી જોઈએ. બાથરૂમમાં ખૂબ જ નેગેટિવ એનર્જી હોય છે જેને બહાર નીકાળવા માટે ત્યાં એક બારી જરૂર બનાવી જોઈએ.
- અગ્નિ દક્ષિણ અને નૈઋત્ય દિશામાં બારી બનાવવા થી બચવું. વાસ્તુ અનુસાર આ દિશાઓ ઉચિત હોતી નથી ત્યાં અગ્નિમાં જો તમારુ કિચન હોય તો વાસ્તુશાસ્ત્રી ની સલાહ લઈને ઉચિત દિશામાં બારી બનાવવી જોઈએ.
- ઘરમાં કેટલી બારી હોવી જોઈએ તેમાં પણ વાસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આમ મુખ્યત્વે ઘરમાં ૨ ૪ ૬ ક્રમમાં બારી હોવી જોઈએ. વિષમ ક્રમ માં જેમ કે, ૧,૩,૫ નાં ક્રમમાં બારી બનાવવી જોઈએ નહીં.
- એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે, ઘરની બારી દરવાજાઓ ખુલતી અથવા બંધ કરતી વખતે કોઈ પ્રકારનો અવાજ ના આવવો જોઈએ જો અવાજ આવે છે તો તેનાથી ઘર માં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં ખરાબ બારી દરવાજા ને જલ્દીથી રીપેર કરાવવા અથવા તો બદલી દેવા જોઇએ.