કાલ સર્પ દોષ અને રાહુ નાં અશુભ પ્રભાવ થી મુક્તિ મેળવવા માટે સોમવાર નાં દિવસે કરો આ ઉપાયો

જ્યોતિષશાસ્ત્રમાં માનસિક અશાંતિ નો કારક રાહુ ને ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે, કુંડળીમાં રાહુ દોષ કે કાલસર્પ દોષના કારણે વ્યક્તિનું મન વિચલિત રહે છે. કેટલાક વિદ્વાનોનું કહેવાનું છે કે કુંડળીમાં ચંદ્રમાં ઉચ્ચ સ્થિતિમાં ન હોય ત્યારે પણ માનસિક અશાંતિ નો સામનો કરવો પડી શકે છે. માનસિક અશાંતિ નાં કારણે વ્યક્તિ ને ધણી મુશ્કેલીઓ નો પણ સામનો કરવો પડે છે ઉપરાંત માનસિક અશાંતિ નાં કારણે વ્યક્તિ ને ઘણીવાર ખરાબ વિચારો પણ આવે છે. જો તેનો સમય રહેતા ઉપાય કરવામાં ના આવે તો આગળ જતા તેનાં ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. જણાવવામાં આવે છે કે, માનસિક અશાંતિ થી રાહત મેળવવા માટે જ્યોતિષશાસ્ત્ર માં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જેને અપનાવી ને તમે માનસિક અશાંતિ થી મુક્તિ મેળવી શકો છો તો ચાલો જાણીએ તે ઉપાયો ક્યાં છે
ઉપાયો
- ચાંદીની ચેઈનમાં એક મૂન સ્ટોન ને ચાંદીમાં મઢાવી ને સોમવાર નાં દિવસે દૂધ થી સાફ કરીને ધારણ કરવામાં આવે તો માનસિક અશાંતિ થી રાહત મળેછે.
- સોમવાર નાં દિવસે સવારે સ્નાન કરી સફેદ કપડાં પહેરી સફેદ રંગ નાં આસન પર બેસી ‘ઓમ ચંદ્રશેખરાય નમઃ’ નાં જાપ ની ૧૧ માળા કરવી.
- એક કળશમાં જળ લેવું તેમાં દૂધ થોડી માત્રામાં ઉમેરીને ભગવાન શિવજી ને શ્રદ્ધા સહિત ચડાવવું. સોમવાર નાં દિવસે બને તો ઉપવાસ રહેવો.
- સોમવાર નાં દિવસે શિવને ખીરનો પ્રસાદ ધરાવવો અને ગરીબોને ખીર નો પ્રસાદ આપવો
- રોજ સવારે શિવ મંદિરે જઇને ‘ઓમ નમો ભગવતે સોમનાથાય’ નાં જાપ ૧૦૮ વાર કરવા. સોમવાર નાં દિવસે તેજા નાં મસાલા અને ખાટા પદાર્થો નું સેવન કરવું નહીં.
- સોમવાર નાં દિવસે અભ્યાસ કરતા બાળકો ને પુસ્તકો દાન કરવા.
- દક્ષિણ દિશા તરફ પગ રાખીને સુવું જોઈએ નહીં. કોશિશ કરવી કે પૂજા કરતી વખતે મુખ દક્ષિણ દિશામાં ન રાખવું. પૂજા કરતી વખતે મુખ પૂર્વ દિશા તરફ રાખવું.
- સોમવાર નાં દિવસે શિવલીંગની સામે બેસીને ‘ઓમ નમઃ શિવાય’ નાં જાપ કરવા સાથે જ ભગવાન શિવજી ને બીલીપત્રો અને જાસુદ નાં ફૂલ અર્પણ કરવા.