કલિયુગનાં અંતમાં ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર આ જગ્યાએ લેશે જન્મ, આ હશે વિશેષતાઓ

કલિયુગનાં અંતમાં ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર આ જગ્યાએ લેશે જન્મ, આ હશે વિશેષતાઓ

શાસ્ત્રોમાં ૪ યુગ બતાવવામાં આવેલ છે, જે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ છે. ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું છે કે કળિયુગમાં ભગવાન વિષ્ણુના અવતારમાં જન્મ લેશે અને આ તેમનો છેલ્લો જન્મશે, જે કલિયુગનાં અંતિમ ચરણમાં આવશે. પુરાણોમાં અને કલ્કિ અવતાર વિશે લખવામાં આવ્યું છે કે કલ્કી અવતાર ૬૪ પ્રકારની કલાઓમાં નિપુણ હશે અને તે સફેદ ઘોડા પર સવાર થઈને પાપીઓનો વિનાશ કરશે.

આ જગ્યા પર લેશે જન્મ

અવતારનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણમાં કરવામાં આવ્યો છે અને એક શ્લોક દ્વારા બતાવવામાં આવ્યું છે કે આખરે કઈ જગ્યા પર અને કોને ત્યાં જન્મ લેનાર છે.

सम्भलग्राममुख्यस्य ब्राह्मणस्य महात्मनः। भवने विष्णुयशसः कल्किः प्रादुर्भविष्यति।।

આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર ગામમાં વિષ્ણુયશ નામનાં એક બ્રાહ્મણ હશે. તેમનું દિલ ખૂબ જ મોટું હશે અને તેઓ ભગવદ્ ભક્તિપૂર્ણ હશે, તેમના ઘરે કલ્કીનો અવતાર જન્મ લેશે.

વળી કલ્કી પુરાણમાં કહેવામાં આવ્યું છે કે તેમનો જન્મ શંભલ નામનાં ગામમાં વિષ્ણુયશ નામના એક બ્રાહ્મણને ત્યાં હશે, જેમ ની પત્નીનું નામ સુમતિ હશે. આ બંનેનો જે પુત્ર હશે તે કલ્કી અવતાર હશે. કલ્કી નાની ઉંમરમાં જ શાસ્ત્રોનો પાઠ કરીને મહાપંડિત બનશે. ત્યારબાદ તેઓ મહાદેવની ઉપાસના કરીને અસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે. કલ્કિ પુરાણમાં તેમના વિવાહનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે તેમના વિવાહ બૃહદ્રથની પુત્રી પદ્માદેવી સાથે થશે. તમને જણાવી દઈએ કે શંભલ ગામ મુરાદાબાદ જિલ્લાનું એક ગામ છે.

કલ્કિ અવતારનું વર્ણન ચિત્રણ

ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેખાવમાં કેવો હશે તેનો ઉલ્લેખ અગ્નિ પુરાણના ૧૬માં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે આ પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે કે તેમની પાસે તીર-કમાન હશે અને તેઓ ઘોડા પર સવાર હશે. જ્યારે કલ્કિ પુરાણ અનુસાર તેમના હાથમાં ચમકતી તલવાર હશે અને તેઓ સફેદ ઘોડા પર સવાર હશે.

આ સમય દરમિયાન લેશે જન્મ

વાયુ પુરાણનાં ૯૮માં અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે કલિયુગ જ્યારે પોતાના ચરમ પર હશે. ત્યારે કલ્કી અવતાર આ ધરતી પર જન્મ લેશે. વળી વૈષ્ણવ બ્રહ્માંડ વિજ્ઞાનમાં લખવામાં આવ્યું છે એ કલ્કી અવતાર હિંદુ ભગવાન વિષ્ણુનાં ૧૦માં આવતા હશે અને તેઓ પાપીઓનો સંહાર કરશે. તેવો તેમનો સંહાર કર્યા બાદ સનાતન ધર્મને ફરીથી સ્થાપિત કરશે.

કેવી રીતે થશે કળિયુગની ઓળખ

કળિયુગ વિશે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે કળિયુગમાં માનવતાનું પતન થવા લાગશે. ધરતી પર અધર્મ વધી જશે. લોકો પાપી બની જશે. દરેક જગ્યાએ ફક્ત અંધકાર હશે અને માસુમ લોકો પર ખૂબ જ અત્યાચાર થશે. ધરતી પર વધતા અધર્મને રોકવા માટે ભગવાન વિષ્ણુનું જન્મ લેશે અને અધર્મને ખતમ કરી દેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાલનાં સમયે ધરતી પર ચાલી રહેલ છે અને જેવો તે પોતાના ચરમ પર પહોંચશે. ત્યારે ભગવાન વિષ્ણુનાં અવતાર ધરતી પર જન્મ લેશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *