કામ પર જતા પહેલા મુકેશ અંબાણી લે છે માં ના આશીર્વાદ, આ ૫ વસ્તુ કરવાનું ક્યારેય ભૂલતા નથી

દુનિયા નાં સૌથી અમીર લોકોમાં સામેલ મુકેશ અંબાણી સામાન્ય માણસોની જેમ જ જીવન પસાર કરે છે. અને ઘરેથી કામ પર જતા પહેલા માં ના આશીર્વાદ જરૂર લે છે. મુકેશ અંબાણી પોતાના કામમાં કેટલા પણ વ્યસ્ત કેમ ન હોય પરંતુ પોતાના પરિવાર નાં લોકો માટે સમય જરૂર નીકાળે છે. આજે અમે તમને મુકેશ અંબાણી ની લાઇફ સ્ટાઇલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કઇ રીતે તે પોતાના દિવસની શરૂઆત કરે છે.મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તેના પરિવારમાં તેમની માતા, તેમનાં પત્ની બે દીકરાઓ અને એક વહુ અને એક પૌત્ર છે. જ્યારે તેમની એક દિકરી પણ છે. તેના તેઓએ લગ્ન કરી દીધા છે.
૬૩ વર્ષ નાં મુકેશ અંબાણી પોતાના સ્વાસ્થ્ય નું ખૂબ જ ધ્યાન રાખે છે. અને ફક્ત હેલ્ધી ભોજન જ કરે છે. તે સવારે સાડા પાંચ વાગ્યે ઊઠી જાય છે અને ત્યારબાદ યોગ અને જિમ કરે છે કસરત કર્યા બાદ તે તે પોતાના દિવસની શરૂઆત કરે છે.તે શુદ્ધ શાકાહારી ખાવાનું પસંદ કરે છે. તેમ જ કામ પર જતાં પહેલાં પોતાની માતા ને મળે છે અને માતા નાં આશીર્વાદ લીધા વિના ઘરની બહાર જતા નથી. કામમાં વ્યસ્ત રહેવાના કારણે મુકેશ અંબાણી પોતાના પરિવાર નાં લોકો સાથે વધારે સમય પસાર કરી શકતા નથી.
પોતાના પરિવારના લોકો સાથે વધારે સમય પસાર કરવા માટે સમય મળતો નથી પરંતુ તે રવિવાર નાં દિવસે પૂર્ણ રીતે પોતાને ફ્રી રાખે છે અને પરિવાર નાં લોકો સાથે બેસીને ભોજન કરે છે. રવિવાર નો દિવસ તે પોતાના પરિવારને સમર્પિત કરે છે. મુકેશ અંબાણી શરાબને અડતા પણ નથી ભલે તે કેટલી પણ મોટી પાર્ટી માં કેમ ના જાય પરંતુ ક્યારેય તેમણે શરાબને હાથ પણ લગાડયો નથી. આ ઉપરાંત તે ખુબજ દાનવીર પણ છે તે સમય-સમય પર પૈસાનું દાન કરતાં રહે છે. કોરોના કાળમાં તેઓએ ૫૦૦ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.