કાન માટે ઘાતક બની રહ્યા છે હેડફોન, દરરોજ કાન ની સમસ્યા લઈને હોસ્પિટલ પહોંચી રહયા છે ૧૦ લોકો

કાન માટે ઘાતક બની રહ્યા છે હેડફોન, દરરોજ કાન ની સમસ્યા લઈને હોસ્પિટલ પહોંચી રહયા છે ૧૦ લોકો

આજકાલ લોકો હેડફોન નો ઉપયોગ ખૂબ જ કરી રહ્યા છે. અને ઘણા લોકો તો હંમેશ માટે કાનમાં હેડફોન લગાવીને જ રાખે છે. હેડફોન નો વધારે પડતો ઉપયોગ તંદુરસ્તી માટે હાનિકારક છે. જોકે આ વાત ની જાણ હોવા છતાં પણ લોકો હેડફોન નો વધારે ઉપયોગ કરતા જ હોય છે. હેડફોન નાં વધારે પડતા ઉપયોગ ને કારણે ઘણા લોકો ની તબિયત ખરાબ થઈ રહી છે. મુંબઈની જે. જે. હોસ્પિટલ માં રોજનાં કાન નાં સંક્રમણન નાં ૧૦ કેશો આવી રહ્યા છે. ડોક્ટરો નાં કહેવા પ્રમાણે તેમની પાસે કાનમાં દુખાવો અને સંક્રમણ નાં કેસો વધારે  આવવા લાગ્યા છે. આ બાબતો માં વૃદ્ધિ લોકડાઉન પછી વધારે દેખાય છે. લોકડાઉન નાં કારણે લોકોમાં હેડફોન નો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. જેનાં કારણે તેમને કાનમાં દુખાવો અને સંક્રમણની ફરિયાદ વધી રહી છે.

ડોકટરો નાં મત મુજબ છેલ્લા આઠ મહિનાથી હેડફોન અને ઈયરપોડ નો ઉપયોગ ખૂબ જ થઇ રહ્યો છે. અને લોકો ઘણા કલાકો સુધી કાનમાં તેને લગાવી રાખે છે. મુંબઈ નાં જે.જે. હોસ્પિટલ નાં ઇએનટી વિભાગનાં પ્રમુખ શ્રી નિવાસ ચૌહાણ નાં કહેવા અનુસાર લાંબા સમય સુધી હેડફોન નો ઉપયોગ કરવાને કારણે લોકોને કાન થી જોડાયેલી ફરિયાદો થઈ રહી છે.હોસ્પિટલ નાં કાન, નાક અને ગળા વિભાગ ( ઇએનટી) જણાવે છે કે, મારી પાસે રોજનાં પ થી ૧૦ લોકો આવી રહ્યા છે. વધારે પડતા લોકો કામ કરવા માટે આઠ કલાકથી વધારે હેડફોન નો ઉપયોગ કરે છે. જેનાં કારણે કાન પર વધારે જોર પડે છે. અને સંક્રમણ પણ થાય છે.

કલાકો સુધી ઉચો અવાજ સાંભળવા નાં કારણે પણ લોકોનાં કાન પર ખરાબ અસર પડી રહી છે. ઉંચો અવાજ સાંભળવા નાં કારણે કાન ની ક્ષમતા કમજોર પડતી જાય છે. ડોક્ટર શ્રીનિવાસ ચૌહાણ નાં કહેવા પ્રમાણે ઇઅર વેક્સ નાં કારણે કીટાણું પ્રાકૃતિક રીતે મરે છે. આ કારણે સંક્રમણ રોકાય છે. પરંતુ કાન સાફ કરવા માટે રૂ નો ઉપયોગ કરવાથી આ રક્ષાત્મક વેક્સ હટી જાય છે અને કાનમાં કીટાણુઓ નાં સંક્રમણ નું જોખમ વધી જાય છે. કાનનાં સંક્રમણથી બચવા માટે ડોક્ટર શ્રીનિવાસ ચૌહાણે સલાહ આપે છે કે, હેડફોન નાં વધારે પડતા ઉપયોગથી બચો. સ્કૂલમાં ભણતા બાળકોએ હેડફોન નો ઉપયોગ ના કરવો જોઈએ.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *