કાનમાં દુખાવો થાય ત્યારે અજમાવો આ સરળ ઉપાયો, થોડી જ વારમાં મળશે દુખાવાથી રાહત

કાનમાં દુખાવો થાય ત્યારે અજમાવો આ સરળ ઉપાયો, થોડી જ વારમાં મળશે દુખાવાથી રાહત

શિયાળાની ઋતુમાં કાનમાં દુખાવા ની સમસ્યા ઘણા લોકોને થઈ જાય છે. ઘણીવાર કાન નો  દુખાવો માથા સુધી પહોંચી જાય છે તેનાં કારણે માથું પણ દુખવા લાગે છે. કાનમાં દુખાવો થવાના ઘણા કારણો હોય છે જેમ કે, શિયાળામાં ઠંડીને કારણે કાનમાં દુખાવા ની ફરિયાદ રહે છે. જ્યારે ઘણા લોકો ને કાનમાં મેલ જામી જાય તેનાં કારણે પણ કાનમાં દુખાવાની ફરિયાદ રહે છે. કાનમાં દુખાવો થાય ત્યારે દવાનું સેવન કરવાને બદલે નીચે જણાવવામાં આવેલા ઉપાયો કરવાથી તુરંત જ રાહત થાય છે. તો ચાલો જાણીએ કાન નાં દુખાવાને દૂર કરવાના આ સરળ ઉપાયો

લસણ અને સરસવ નું તેલ

કાનમાં દુખાવો થાય ત્યારે એક ચમચી સરસવનું તેલ ગરમ કરવું. તેલ ગરમ કરતી વખતે તેની અંદર લસણને પીસીને નાખવું. તેને સારી રીતે ગરમ કર્યા બાદ થોડું ઠંડુ થવા દેવું અને પછી રૂની મદદથી તેલ નાં થોડા ટીપા કાનની અંદર નાખવા જોકે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે વધારે ગરમ ન હોય. આ પ્રક્રિયા દિવસમાં ત્રણ વાર કરવી લસણ અને સરસવનું તેલ નાં ઉપયોગ થી કાન નાં દુખાવામાં તરત જ રાહત મળે છે.

કાનની કરવી સફાઇ

ઘણીવાર કાનમાં બેક્ટેરિયા અને વાયરસ નાં સંક્રમણને કારણે પણ દુખાવો થઈ શકે છે. એવામાં કાન ની સારી રીતે સફાઈ કરવી જોઈએ સાથે જ કાનની અંદર પાણી ન જવા દેવું. કાનની સારી રીતે દેખભાળ કરવી અને સમય સમય પર કાન ને સાફ કરવાથી પણ દુખાવા માં રાહત થાય છે.

તુલસી નો રસ

તુલસી નાં પાનમાં ધણા ઔષધિય ગુણો હોય છે. તુલસી નાં પાનનો રસ કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત થાય છે. થોડા તુલસી નાં પાનને સારી રીતે પીસી તેનો રસ કાઢીને રસને ગરમ કરી રૂની મદદથી કાનમાં નાખવો. તુલસી નો રસ કાનમાં નાખવાથી કાન માં રહેલ બેક્ટેરિયા અને વાયરસનું સંક્રમણ દૂર થાય છે.

કાન ને શેકવો

કાન ને  શેકવાથી પણ દુખાવામાં રાહત મળે છે. કાનમાં દુખાવો થાય ત્યારે તેને હોટ પેડ થી શેકવો. કાન ની પાસે હોટ પેડ રાખીને કાન શેકવાથી દુખાવામાં રાહત થાય છે. જો ઠંડી નાં કારણે કાનમાં દુખાવાની ફરિયાદ હોય તો હોટ પેડ ની મદદથી તે દૂર થાય છે. હોટ પેડ તમને મેડિકલ સ્ટોરમાં સરળતાથી મળી જશે.

ડુંગળી નો રસ

એક ડુંગળીને પીસીને તેનો રસ કાઢીને તે રસને ગેસ પર ગરમ કરી થોડુ ઠંડુ થઈ જાય ત્યારે તેને રૂ ની મદદથી કાનમાં નાખવો. કાનમાં ડુંગળીનો રસ નાખવાથી કાન નાં દુખાવા થી રાહત મળે છે.

લીમડા નો રસ

વાયરસ નાં સંક્રમણ ને કારણે જો કાનમાં દુખાવો થતો હોય તો, લીમડાનો રસ કાનમાં નાખવો કાનમાં લીમડાનો રસ નાખવાથી દુખાવો દૂર થાય છે. લીમડા નાં પાનને પીસીને તેનો રસ કાઢીને તેને થોડું ગરમ કરી રૂની મદદથી કાનમાં નાખવો. દિવસ માં ત્રણવાર આ રસ ને કાનમાં નાખવાથી તમને તરત જ આરામ મળશે.

જેતુન નું તેલ

જેતુન નાં તેલ ને થોડું ગરમ કરી રૂની મદદથી કાનમાં બે-ત્રણ ટીપા નાખવા આ તેલની મદદથી કાનનો દુખાવો દૂર થઇ જાય છે અને કાનમાં જામેલો મેલ સાફ થઇ જાય છે. આ ઉપરાંત કેરી નાં પાન નાં રસ ને પણ ગરમ કરી કાનમાં નાખવાથી દુખાવો ગાયબ થઈ જાય છે. આ ઘરેલુ ઉપાય ની મદદથી કાન નાં દુખાવામાં રાહત મળે છે. આ ઉપાયોને અજમાવી ને કાન નાં દુખાવામાં એક જ દિવસમાં રાહત મળે છે. જોકે આ ઉપાયોથી આરામ ન મળે તો ડોક્ટર પાસે જઇને તપાસ જરૂર કરાવવી. ઘણીવાર કાન નાં પડદા કમજોર હોવાના કારણે પણ દુખાવાની ફરિયાદ રહે છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *