કર્જ અને રોગ થવા પર કરો આ સરળ ઉપાય, એક મહિનામાં મળી શકેછે તેનાથી મુક્તિ

કર્જ અને રોગ થવા પર કરો આ સરળ ઉપાય, એક મહિનામાં મળી શકેછે તેનાથી મુક્તિ

રોગ અને કર્જ એવી વસ્તુ છે જે વ્યક્તિની ઊંઘ ઉડાડી દે છે. માનસિક અને શારીરિક સ્થિતિ પર તેની અસર જોવા મળેછે. જો તમને કોઈ રોગ થયો હોય અથવા તો તમારા પર કર્જ ચડેલુ હોય તો તેમાંથી નીકળવા માટે લાલ કિતાબમાં બતાવવામાં આવેલ આ ઉપાયો થી તમને મદદ મળી શકે છે. રોગમાંથી મુક્તિ મળી શકે છે અને કર્જ પણ જલ્દીથી ચૂકવાય જાય છે. તો ચાલો જાણીએ તેનાથી મુક્તિ મેળવવા નાં સરળ ઉપાયો

શિવલિંગની પૂજા કરવી

કર્જ માંથી મુક્તિ મેળવવા માટે કોઈપણ મહિના નાં શુક્લ પક્ષ નાં પ્રથમ મંગળવાર નાં દિવસે મંદિરે જઈને શિવજીની પૂજા કરવી પૂજા કરતી વખતે તેમને દૂધ અને જળ અર્પણ કરવા ત્યારબાદ એક દીવો કરવો અને શિવલિંગ પાસે મસૂરની દાળ નું એક પેકેટ રાખવું ત્યારબાદ આ મંત્રનો જાપ કરવો આ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો આ મંત્ર થી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આ પ્રકારે મંત્ર કરવો. ‘ઓમ ઋણમુક્તેશ્વર મહાદેવાય નમઃ’

પીપળા નાં ઝાડ પાસે દીવો કરવો

શનિવાર નાં દિવસે પીપળા નાં ઝાડ પર માં લક્ષ્મી અને વિષ્ણુજી નો વાસ હોય છે શનિવાર નાં દિવસે આ ઝાડની નીચે સરસવ નાં તેલનો દીવો કરવો અને આ ઝાડની નીચે સરસવ નાં તેલનો દીવો કર્યા બાદ તેની સાત પરિક્રમા કરવી. ત્યારબાદ પાછળ જોયા વગર સીધા ઘરે જવું. આ ઉપાય પાંચ શનિવાર સુધી કરવાથી કર્જ માંથી મુક્તિ મળે છે.

માં લક્ષ્મીની પૂજા કરવી

માં લક્ષ્મી ધનનાં દેવી કહેવાય છે તેની પૂજા કરવાથી ઘરમાં બરકત રહે છે અને કર્જ માંથી મુક્તિ મળે છે માં લક્ષ્મી ની પૂજા ખૂબ જ લાભકારી સિદ્ધ થાય છે. શુક્રવારનો દિવસ માં લક્ષ્મીને અર્પણ છે જેથી શુક્રવાર નાં દિવસે માં લક્ષ્મીની પૂજા જરૂર કરવી તેને કમળનું ફૂલ અર્પણ કરવું માં લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. માં ની પૂજા શુક્રવાર નાં દિવસે કરવાથી માતા તમારા પર પ્રસન્ન થાય છે.

રોગમુક્તિ ના ઉપાય

કોઈપણ પ્રકારનો રોગ થવા પર બસ આ એવો ઉપાય કરવાથી તમને રોગમાંથી મુક્તિ મળી શકે છે. દરરોજ ‘ઓમ રુદ્રાય નમ’ મંત્રના જાપ કરવા આ મંત્રના જાપ સતત છ મહિના સુધી કરવાથી રોગ દૂર થઈ જાય છે જોકે આ મંત્ર દર્દી ન કરી શકે તો તેનાં ઘરનાં કોઈપણ સભ્ય આ મંત્રનાં જાપ કરી શકે છે.

સૂર્યનારાયણને અર્ધ્ય આપવું

 

સૂર્ય દેવતાની પૂજા કરવાથી રોગ દૂર થાય છે. રવિવારનો દિવસ સૂર્ય દેવ સાથે જોડાયેલ છે. રવિવાર નાં દિવસે તમારે સૂર્યદેવની પૂજા જરૂર કરવી અને સૂર્યદેવને અર્ધ્ય આપવું સૂર્યદેવને અર્ધ્ય આપવા માટે તાંબાના લોટા ની અંદર શુદ્ધ જળ ભરી તેમાં લાલ રંગના ફૂલ, કંકુ, ચોખા નાખીને સૂર્ય નારાયણને અર્ધ્ય આપવું. સૂર્યનારાયણ ને અર્ધ્ય આપતી વખતે સૂર્યદેવ નાં નામ નાં જાપ કરવા.

મસ્તક નીચે પાણી રાખો

ચાંદી નાં એક વાસણમાં પાણી ભરીને તેમાં કેસર નાખીને દર્દીનાં મસ્તક નીચે રાખો સવારે ઉઠીને તે જળ પીપળા અથવા તો તુલસી ને અર્પણ કરવું. આ ઉપાય કરવાથી રોગી પર  દવાની અસર થવા લાગે છે અને તે જલદીથી સ્વસ્થ થઈ જાય છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *