કરીના કપૂર ને આ રીતે બોલવા નાં કારણે, પોતાની દીકરી સારા પર કર્યો હતો ગુસ્સો

કરીના કપૂર ને આ રીતે બોલવા નાં કારણે, પોતાની દીકરી સારા પર કર્યો હતો ગુસ્સો

બોલિવુડ માં બેબો નાં નામ થી મશહૂર અભિનેત્રી કરીના કપૂરે વર્ષ ૨૦૧૨ માં સુપરસ્ટાર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. આ જોડી બોલિવૂડ માં સુંદર જોડીઓ નાં લિસ્ટમાં સૌથી ઉપર છે. જણાવી દઈએ કે, કરીના કપૂરે વર્ષ ૨૦૧૬ માં એક બાળકને જન્મ આપ્યો હતો તેનું નામ તૈમુર છે. અને હવે તે બીજીવાર પ્રેગનેટ છે. અને ૨૦૨૧ નાં શરૂઆત નાં મહિનાઓમાં જ બીજા બાળકને પણ જન્મ આપશે.સૈફ અલી ખાનનાં પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. લગ્નથી તેમને બે બાળકો છે. જેમાં એક દીકરી સારા અને એક દીકરો ઈબ્રાહીમ છે. જોકે હવે સૈફ અલી ખાનને અમૃતા સિંહ સાથે કોઈ સંબંધ નથી પરંતુ સારા અને ઇબ્રાહીમને સૈફ અલી ખાન ખૂબ જ પ્રેમ કરે છે.અમૃતા સિંહ પણ પોતાનાં બાળકો ને સૈફ અલી ખાન પાસે જવાથી રોકતી નથી. આ જ કારણે સૈફ અલી ખાને જ્યારે કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતા ત્યારે સારા લગ્નમાં ગઈ હતી. જોકે આ સમય સુધી સારા પોતે પણ ખુબ જ સમજદાર થઈ ગઈ હતી.

આજે અમે આ આર્ટીકલ દ્વારા સૈફ અને સારા વચ્ચે કરીના ને લીધે  થયેલી ગેરસમજ વિશે જણાવવાના છીએ. ચાલો જાણીએ તેનાં વિશેજ્યારે સારા અલી ખાન કરન જોહરની ના ફેમસ શો કોફી વિથ કરણ માં ગયા હતા. તે સમયની વાતચીત દરમિયાન કરણે સારા ને પૂછ્યું હતું કે, સૈફ અલી ખાને તમને ક્યારે પણ કરીના ને ‘માં’ કહીને બોલાવવાનું કહ્યું છે. તેનાં જવાબ માં સારા એ કહ્યું હતું કે, જો હું કરીના ને એમ કહીશ તો તેનું નર્વસ બ્રેકડાઉન થઇ જશે. પોતાના ઈન્ટરવ્યુ માં સારા અલી ખાને કહ્યું હતું કે, પહેલા તો તેને સમજાતું ન હતું કે, કરીના ને શું કહીને બોલાવે તે વિચારતી હતી કે, કરીનાને ‘આંટી’ કહું. સારા આગળ કહે છે કે, જ્યારે મેં તેના વિશે પોતાના પિતા સૈફ અલી ખાન સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે તું કરીનાને ‘આંટી’ તો ક્યારેય ન કરીશ. સારા જણાવે છે કે, પિતા ની સલાહ પછી તે હવે કરીના ને કરીના કહીને જ બોલાવે છે. સારા કહે છે કે, મેં મારા અને કરીનાના રિલેશનશિપ ને ક્યારેક કન્ફ્યુઝ કર્યો  નથી. કરીના મારા માટે હંમેશા આદર્શ રહ્યા છે. હું તેને ઓન-સ્ક્રીન જોવાનું પસંદ કરું છું. સારા કહે છે કે, કરીના એ મને કહ્યું હતું કે, તમારી મા ખૂબ જ સારી છે. હું ઈચ્છું છું કે અમે દોસ્ત બની રહે.

જણાવી દઈએ કે, કરીના કપૂર આવનાર દિવસોમાં આમિર ખાનની સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ડા માં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦ માં ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના ના કારણે રિલીઝ થઈ શકશે નહીં. આ ફિલ્મ વર્ષ ૧૯૯૪ માં આવેલી હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગપ ની હિન્દી રીમેક છે.મીડિયા રિપોર્ટ અનુસાર ડિલિવરી બાદ કરીના કપૂર વિરે દી વેડિંગ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તેમજ સારા અલી ખાન વરુણ ધવન ની સાથે ફિલ્મ કુલી નંબર વન માં જોવા મળશે. તે ઉપરાંત ધનુષ અને અતરંગી માં પણ જોવા મળશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *