કરીના અને રવિના એ ખેંચ્યા હતા એકબીજાના વાળ સેટ પર જ થઈ હતી મારપીટ થઈ હતી ખરાબ પરિસ્થિતિ

હિન્દી ફિલ્મ જગતમાં કલાકારો ની દોસ્તી સાથે જ હંમેશા તેની વચ્ચેના લડાઈ-ઝઘડો પણ ખૂબ ચર્ચામાં રહે છે. એવો જ એક વિવાદ છે બોલિવૂડની ફેમસ અભિનેત્રીઓ કરિશ્મા કપૂર અને રવીના ટંડન વચ્ચેનો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે બંને એ એકબીજા પર હાથ ઉઠાવ્યો હતો. અને બંનેએ એકબીજાના વાળ ખેંચ્યા હતા. ચાલો જાણીએ આખરે શા કારણે આવું બન્યું હતુંઅભિનેત્રી રવીના ટંડન અને કરિશ્મા કપૂર વચ્ચેનાં ખરાબ સંબંધ વિશે દરેક કોઈ જાણે છે. જોકે જ્યારે ડાયરેક્ટર ફરાહ ખાને તેના વિશે ખુલાસો કર્યો હતો ત્યારે દરેક લોકો તેઓની લડાઈ વિશે સાંભળીને હેરાન થઈ ગયા હતા. ફરાહ ખાને એક શો માં તેઓની વચ્ચેની લડાઇનો ખુલાસો કર્યો હતો.
ફરાહ ખાને શો માં ફિલ્મ આતિશ : ફિલ્મ ધ ફાયર થી જોડાયેલ કિસ્સા વિશે જણાવ્યું હતું કે હું રવિના અને કરિશ્માની સાથે આ ફિલ્મનું એક ગીત તૈયાર કરી રહી હતી. એ સમય દરમ્યાન કરિશ્મા અને રવિના બંને એકબીજા ને મારવા લાગ્યા. ફરાહ ખાને જણાવ્યું હતું કે બંને વચ્ચે કોઈ વાતને લઇ અને વિવાદ શરૂ થયો હતો જે મારપીટ સુધી પહોંચી ગયો હતો એવામાં બંનેએ એકબીજાના વાળ પણ ખેંચ્યા હતા.ફરાહ ખાને આગળ જણાવ્યું કે બંને નાના બાળકોની જેમ ઝઘડી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ત્યારબાદ બંને અભિનેત્રીઓએ ફિલ્મ અંદાજ અપના અપના માં સાથે કામ કર્યું હતું. ત્યારે પણ બંને વચ્ચે મતભેદ થયો હતો. અને બંનેએ આ ફિલ્મ નાં સમય દરમ્યાન વાત પણ કરી ન હતી જ્યારે ફિલ્મના પ્રમોશન સમયે બંને અલગ અલગ જ રહ્યા હતા. બંનેએ સાથે ફોટો પડાવવા થી પણ બચતા હતા.
અજય દેવગન નાં લીધે થયો હતો ઝગડો
એક મીડિયા રિપોર્ટ અનુસાર બંને વચ્ચે ઝઘડા નું મુખ્ય કારણ સુપર સ્ટાર અજય દેવગન ને માનવામાં આવે છે. કારણ કે બંને એક સમયે અજય દેવગન ના પ્રેમમાં પાગલ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ અંદાજ અપના અપના માં શૂટિંગ સમય દરમ્યાન કરિશ્મા અને રવિના બંને ને અજય દેવગન સાથે પ્રેમ થયો હતો. જાણવામાં આવે છે કે રવિના સાથે પ્રેમ હોવા છતાં અજય દેવગન એ કરિશ્મા કપૂર સાથે દોસ્તી વધારી હતી. અને આ જ કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.
રવીનાએ કરિશ્મા માટે કહી હતી આ વાત
એકવાર અભિનેતા શાહરૂખ ખાનને હોળી ની પાર્ટી નું આયોજન કર્યું હતું. એ સમયે રવિના એ કરિશ્માએ સાથે ફોટો પડવાની ના પાડી હતી તે પાછળ કારણ જાણવામાં આવે છે કે તેઓએ કહ્યું હતું કેજો હું કરિશ્મા સાથે ફોટો પડાવીશ તો તે સુપરસ્ટાર બની જશે. અને મારી જિંદગીમાં કરિશ્માની કોઈ જ ખાસ જગ્યા નથી. આગળ જણાવ્યું હતું કે, અજય અને કરિશ્મા સાથે કામ કરી શકું છું એ મારુ પ્રોફેશન છે. પરંતુ હું કરિશ્માની મિત્ર નથી. તમને જણાવી દઈએ કે અંદાજ અપના અપના માં રવિના અને કરિશ્મા સાથે આમિર ખાન અને સલમાન ખાન મેઈન રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ૧૯૯૪ માં રિલીઝ થઈ હતી.