કરીના કપૂર ખાન બીજી વાર બની માં, ફરી આપ્યો બેબી બોયને જન્મ

કરીના કપૂર ખાન બીજી વારમાં બન્યા માતા આ વખતે પણ તેમણે બેબી બોયને જન્મ આપ્યો છે. એટલે કરીના બીજા બાળકની માં અને સૈફ અલી ખાન ચોથા બાળક નાં પિતા બન્યા. કરીના કપૂર ખાનને ૨૦ તારીખ નાં રાત્રી નાં બ્રિઝ કેન્ડી હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવ્યા હતા. સૈફ અલી ખાન અને કરિના કપૂરે ઓગ્ષ્ટ ૨૦૨૦ માં એક ઘોષણા કરી હતી કે તે બીજા બાળકની આશા રાખે છે. કરીના કપૂર ની ડિલિવરી ની તારીખ ૧૫ ફેબ્રુઆરી આપવામાં આવી હતી. એવામાં તેના ફેન્સ ઘણા દિવસોથી આ ખબર ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
કરીના કપૂરે ૨૦૧૬ માં પહેલા દીકરા તેમુર અલીખાન ને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ તેનું બીજું બાળક છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી ની પોસ્ટ મુજબ કરીના કપૂરે ૨૧ તારીખે સવારે ૪ :૪૫ કલાકે પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. જોકે કરીના કપૂર નાં પરિવાર તરફથી આ વાતની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ફ્રેન્ડસ પણ કપૂર ફેમિલી તરફથી બીજા બાળક માટેની સમાચાર ની રાહ જોઈ રહ્યા છે.
જાણવા મળ્યું છે કે, બીજા બાળક નાં જન્મ પહેલાં જ કરીના અને સૈફ અલી ખાન મોટા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. આ ઘરમાં એક સ્પેશિયલ નર્સરી બનાવવામાં આવી છે. જ્યાં તૈમુર તેનાં નાના ભાઈ સાથે સમય પસાર કરી શકે. તેની સાથે જ સૈફ અલીખાન અને કરીના એ બન્નેએ પહેલેથી જ નવા મહેમાન માટે તેને તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રેગ્નન્સી નાં દિવસોમાં કરીના એ છેલ્લે સુધી કામ કર્યું હતું. બાળક નાં જન્મ બાદ તેને પૂરો સમય આપી શકે તે માટે કરિનાએ બેક-ટુ-બેક શૂટ કરીને પોતાનું કામ પહેલાં જ ફીનીશ કરી દીધું હતું.