કરીના ની સાથે પહેલી વાર કામ કરીને ખુશ છે કરિશ્મા કપૂર, બાલ્કની માં કરવામાં આવ્યું હતું ફોટો શૂટ

કરીના કપૂર ખાન આ દિવસો માં પ્રેગનેટ છે. પરંતુ બેબો પ્રેગ્નન્સી દરમ્યાન પણ સતત કામ કરી રહી છે. કરીના મંગળવારે બાંદ્રામાં એક બિલ્ડીંગ ની બાલ્કની માં ફોટોશૂટ માટે પોસ્ કરતી જોવા મળી હતી. તેની બહેન કરિશ્મા કપૂર પણ ફોટો શૂટ માં સાથે હતી. ખાસ વાત એ છે કે, તે બંનેએ એક સરખી પોશાક પહેર્યા હતા.કરીના અને કરિશ્મા ક્યારેય ફિલ્મ માં સાથે જોવા મળ્યા નથી. પરંતુ હવે લાગે છે કે કોઈ એક પ્રોજેક્ટ માં બંને બહેનો સાથે જ કામ કરી રહી છે. આ ફોટો શૂટ વિશે વધારે માહિતી નથી. પરંતુ એવું લાગે છે કે બંને બહેનો કમર્શિયલ માટે ભેગી થઈ છે. કરિશ્મા એ આ અંગે તેનાં ઇંસ્ટાગ્રામ પર એક સંકેત પણ કર્યો છે. તેણે બૂમરેંગ વિડીયો પોસ્ટ કરી છે, જેની સાથે તેણે લખ્યું છે બહેન સાથે કામ કરવું હંમેશાં સારું છે કરિશ્મા એ બિહાઇન્ડ ધ સીન હેશટેગ લખ્યું છે. જે બતાવે છે કે બંને એકસાથે જ પ્રોજેક્ટ માં છે.
કરીના ની પ્રેગનેન્સી ને છ મહિના થયા છે. કરીના બીજીવાર માતા બનવા જઈ રહી છે. સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા પછી તેનો પહેલો પુત્ર તૈમુર અલી ખાન છે, જે ત્રણ વર્ષનો છે. કરીનાં એ તેની પ્રથમ પ્રેગનેન્સી દરમિયાન પણ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમુર નાં જન્મ પછી કરીના ની પહેલી ફિલ્મ ૨૦૧૮ માં “વીરે દી વેડિંગ” હતી.આ પછી કરીના કપૂર ૨૦૧૯ માં અક્ષય કુમાર સાથે “ગુડ ન્યુઝ” ફિલ્મ માં જોવા મળી હતી. આ વર્ષે રિલીઝ થયેલી અંગ્રેજી મીડિયમ માં પણ કરીના એ અભિનય કર્યો હતો. જેમાં ઈરફાન ખાન અને રાધિકા મદન મેઈન રોલ માં હતા. હવે બીજી પ્રેગનેન્સી પછી કરીના ની પેહલી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા હશે.
કરીના એ હાલ માં લાલ સિંહ ચડ્ડા નું શૂટિંગ પૂરી કરી છે. જેમાં આમિર ખાન મેઈન રોલમાં છે. સમાચારો અનુસાર કરીના નાં બેબી બમ્પ્સ ને વીએફઅક્સ ની મદદથી દૂર કરવામાં આવશે. બેબો એ આમિર ખાન સાથે એક ફોટો પણ પોસ્ટ કરી હતી. જેની સાથે તેણે એક લાગણી સભર નોટ લખી હતી.કરીના કપૂરની કારકિર્દીને ૨૦૨૦ માં ૨૦ વર્ષ પુરા થશે. તેઓ એ ૨૦૨૦ માં અભિષેક બચ્ચન ની સાથે જેપી દતા ની ફિલ્મ રીફીયુજી થી પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી.