કરોડો ની ગાડી હોવા છતાં ઓટો માં સફર કરે છે, આ અભિનેતા નાં માતા પિતા, જાણો તેનું કારણ

કરોડો ની ગાડી હોવા છતાં ઓટો માં સફર કરે છે, આ અભિનેતા નાં માતા પિતા, જાણો તેનું કારણ

બોલિવૂડ એક્ટર જોન ઈબ્રાહીમ એ હાલ માં જ પોતાનો ૪૮ મો જન્મદિવસ ઉજવ્યો હતો. ૧૭  ડિસેમ્બર ૧૯૭૨ માં કોચ્ચી માં જોન ઈબ્રાહીમ નો જન્મ થયો હતો. તેમનાં કેરિયર ની શરૂઆત મોડલ નાં  રૂપમાં થી હતી. પછીથી તેઓને વિજ્ઞાપનો માં કામ મળવા લાગ્યું વર્ષ ૨૦૦૩ માં તેમણે બિપાશા બાસુ સાથે ‘જિસ્મ’  ફિલ્મ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેમની એક્ટિંગ અને બોડીને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. પછી થી ધીરે ધીરે તેઓ બોલિવૂડમાં તે ચમકતા સ્ટાર બની ગયા.

વર્તમાન માં જોન ઈબ્રાહીમ પાસે કરોડો રૂપિયા છે. જોન ઈબ્રાહીમ કાર અને બાઇક બંને નાં ખૂબ જ શોખીન છે. બાઈકમાં તેમની પાસે ૨૯ લાખ રૂપિયાની યામાહા વીમેક્સ ૨૨.૩૪ લાખની યામાહા, આર૧ ૧૭.૬૬ લાખ ની કાવાસાકી નીજા, ૧૫.૯૫ લાખ ની ડુકાતી ડીવેલ, ૧૩.૮૬ લાખની સુઝુકી હાયાબુસા અને ૧.૮૩ લાખની મહિન્દ્ર મોજો છે. તેમજ કાર કલેક્શન ની વાત કરીએ તો તેમની પાસે ૩.૪૬ કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની ગૈલાર્ડો,  ૨ કરોડ રૂપિયા ની નિશાન જીટીઆર, 81 લાખની ઓડી ક્યુ સેવન, ૩૨ લાખની ઓડી ક્યુ ૩ અને ૭ લાખની મારુતિ જીપ્સી છે. જોન ઈબ્રાહીમ વર્તમાનમાં એક ફિલ્મ નાં  લગભગ ૧૫ કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે.

આટલી મોંઘી કાર અને સારી ઇન્કમ હોવા છતાં પણ જોન ઇબ્રાહિમ નાં માતા-પિતા ખૂબ જ સિમ્પલ લાઇફ જીવે છે. ઇબ્રાહિમ એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા પિતા આજે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ માં જવાનું પસંદ કરે છે. તેમજ મારી માતા આજે પર ઓટો માં સફર કરે છે. તમને જણાવી દઈએ કે, જોન ઈબ્રાહીમ નાં પિતા કીસ્ચન છે જ્યારે તેમની માતા ઈરાની છે. જોન ઈબ્રાહીમ નો એલન ઈબ્રાહીમ નામનો એક નાનો ભાઇ પણ છે.

જોન પોતે પણ એક સિમ્પલ વ્યક્તિ છે. તે એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવેલા છે. તેથી તે તેની વેલ્યુ જાણે છે. તે તેનો એક પ્લસ પોઈન્ટ છે. બોલિવૂડ ની હાઈફાઈ પાર્ટીઓમાં પણ જોન સિમ્પલ ટીશર્ટ જીન્સ અને ચંપલ માં જ જોવા મળે છે. તે જણાવે છે કે, તે તેના સાથી કલાકારો હંમેશા તેમને પૂછે છે કે, પાર્ટીમાં શુઝ કેમ નથી પહેરતા તેની  વાત પર જોન તેમને જવાબ આપે છે કે, મને ચંપલ પહેરવાનું વધારે પસંદ છે. તે વધુ આરામદાયક રહે છે.

પોતાની બોડી વિશે જોન કહે છે કે, જ્યારે હું ૨૨ વર્ષનો હતો ત્યારે મેં હોલીવુડ સિલ્વેસ્ટર સ્ટેલોન ની ફિલ્મ રોકી ૪ જોઈ હતી તેના પરથી પ્રેરણા લઈને. હું ખુદ ને ફિટ રાખવા લાગ્યો.  જોને ૧૯૯૯ ગેલ્ડરેગ્સ મેન હટ માં જીત મેળવી હતી. તેઓ મોડેલિંગની સાથે વિજ્ઞાપનો અને મ્યુઝિક વિડિયોઝ માં પણ જોવા મળેછે. જિસ્મ ફિલ્મ પછી ૨૦૦૪ માં તેમને ધૂમ ફિલ્મ મળી હતી. આ ફિલ્મમાં થી તેમને કારકિર્દી નાં શિખરો સર કર્યા હતા. જિસ્મ, ધૂમ ઉપરાંત જિંદા, વાટર, દોસ્તાના, ફોર્સ, મદ્રાસ કેફે, પરમાણુ, સત્યમેવ જયતે અને બાટલા હાઉસ તેમની ખૂબ જ ચર્ચિત ફિલ્મો છે. વિકી ડોનર જેવી ફિલ્મ તેઓએ પ્રોડ્યુસ કરી હતી.  ૨૦૧૪ માં તેઓએ પ્રિયા રુચાલ સાથે લગ્ન કર્યા હતા.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *