કરોડો ની સંપતિ ધરાવતી હતી વિલ ચેર પર ભીખ માંગવા વાળી મહિલા, લોકો ને આ રીતે બનાવતી હતી બેવકૂફ

જ્યારે પણ આપણે રસ્તા પર કોઈ વ્યક્તિ ને ભીખ માંગતા જોઈએ છીએ ત્યારે આપણા મન માં દયા આવે છે. અને દયા નાં ભાવ થી આપણે કંઈક પૈસા તેને આપીએ છીએ. આમ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ પોતાની મજબૂરી થી ભીખ માગતું હોય છે કે, તેની પાસે પૈસા ન હોવાથી તે ગમે તેમ કરીને પોતાનાં બે વખત નાં ભોજન માટે ભીખ માંગતી હોય છે. જોકે કેટલાક લોકો આપણા વિચાર નો ફાયદો ઉઠાવતા હોય છે. આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું કે જેનાં બેંક એકાઉન્ટ માં ૧ કરોડ ને ૪૨ લાખ રૂપિયા છે. પરંતુ કામ તે ભીખ માંગવાનું કરે છે. એટલું જ નહીં મહિલા નાં નામ પર પાંચ મકાન છે. આ મહિલા રોજગાર વિલ ચેર પર બેસીને ભીખ માંગતી હતી. જોકે ઘણા લોકો એ તે મહિલા ને તેનાં પગે ચાલતા પણ જોઈ હતી. એટલે કે તે સાચે જ અપંગ ન હતી. પરંતુ ભીખ માંગવા માટે તે અપંગ હોવા નો સ્વાંગ રચીતી હતી.હકીકત માં આ પૂરો મામલો ઇજિપ્ત નો છે. ઇજિપ્ત માં રહેતી નફીસા નામની એક મહિલા બેન્ક એકાઉન્ટ ની પોલીસે તપાસ કરતા કુલ ૩ મિલિયન ઇજિપ્તશન પાઉન્ડ એટલે કે લગભગ ૧ કરોડ ૪૨ લાખ રૂપિયા મળ્યા.
એવામાં જ્યારે પોલીસે મહિલા આવક નાં સાધન અંગે તપાસ કરી તો જાણી ને તેઓ દંગ રહી ગયા. તેઓને વિશ્વાસ ન આવ્યો કે આ ૫૭ વર્ષ ની આ મહિલા એ ભીખ માંગીને આટલી મોટી રકમ જમા કરી છે.તપાસ માં પોલીસ ને ખબર પડી કે મહિલા ને કોઈ પણ જાત ની બીમારી નથી. તે પૂરી રીતે સ્વસ્થ છે. તે તેનાં પગ પર ચાલી પણ શકે છે. તે ફક્ત ભીખ માંગવા માટે અને લોકો ને બેવકૂફ બનાવવા માટે આ પ્રકારનો ઢોગ કરતી હતી. પોલીસે તે મહિલા ને ગિરફ્તાર કરી લીધી. હાલમાં તેને આ વિષય પર પૂછતાછ કરવામાં આવી રહી છે. ગુનેગાર સાબિત થતા મહિલા ને સજા પણ મળી શકે છે.
તમને જણાવી દઇએ કે આ કાઈ પહેલીવાર નથી જ્યારે કોઈ ભિખારી પાસે આટલી મોટી રકમ મળી છે. આની પહેલા પણ એવી ઘણી બાબત સામે આવી ચૂકી છે, જેમાં લોકો એ ભીખ માંગીને લાખો રૂપિયા જમા કર્યા હોય. ભારત નાં મુંબઈ શહેર માં પણ કેટલાય ભિખારીઓ છે જે સામાન્ય નોકરિયાત કરતાં પણ વધારે રૂપિયા કમાય છે. તેથી હવે બીજી વાર તમે કોઈને પૈસા આપો તે પહેલા જરૂર થી ચકાસણી કરવી કે હકીકત માં તેને પૈસા ની જરૂર છે કે, આ ફક્ત તેનો ધંધો જ છે.