કરોડો ની સંપતિ હોવા છતાં ખૂબ જ સિમ્પલ લાઇફ જીવે છે મુકેશ અંબાણી, જાણો તેનાં અંગત જીવન વિશેની આ વાતો

કરોડો ની સંપતિ હોવા છતાં ખૂબ જ સિમ્પલ લાઇફ જીવે છે મુકેશ અંબાણી, જાણો તેનાં  અંગત જીવન વિશેની આ વાતો

ભારત નાં સૌથી અમીર લોકો માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નાં માલિક મુકેશ અંબાણી નું નામ આખી દુનિયા માં પ્રખ્યાત છે. તેઓ ભારત નાં સૌથી અમીર વ્યક્તિ છે તો દુનિયા માં ૫ માં નંબર નાં અમીર વ્યક્તિ છે. તેઓ ની પાસે અઢળક સંપત્તિ છે. તેની લકઝરિયસ લાઇફ વિશે જાણવા દરેક વ્યક્તિ ઈચ્છુક હોય છે. મુકેશ અંબાણી નાં પત્ની નીતા અંબાણી અને  દીકરી ઈશા અને તેમના બંને દિકરાઓ આકાશ અને અનંત ખૂબ જ રોયલ લાઈફ જીવે છે. પરંતુ આટલી સંપત્તિ હોવા છતાં ખુદ મુકેશ અંબાણી ખૂબ જ સાધારણ જીવન જીવવા નું પસંદ કરે છે. આજે તમને જણાવી દઈએ ભારત નાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી નાં અંગત જીવન વિશે

Advertisement

 સિમ્પલ જીવન જીવે છે મુકેશ અંબાણી

એશિયા નાં સૌથી અમીર વ્યક્તિ હોવા છતાં મુકેશ અંબાણી ખૂબ જ સાધારણ કપડાં પહેરે છે તેઓ હંમેશા સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ ,બ્લેક શૂટ માં જોવા મળે છે. ખાવા-પીવા ની બાબત માં પણ મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ એ ક્યારેય પણ શરાબ ને હાથ પણ નથી લગાવ્યો. મુકેશ અંબાણી પોતાનાં પરિવાર માટે પૈસા ખર્ચ કરે છે. પોતાનાં પરિવાર નાં સભ્યો માટે મુકેશ અંબાણી કરોડો રૂપિયા ખર્ચ કરી દે છે. પરંતુ પોતે ખૂબ જ સાધારણ જીવન જીવે છે.મુકેશ અંબાણી પોતાનો જન્મદિવસ પણ ઊજવતા નથી. પરંતુ બીજા નાં જન્મદિવસ પર ખૂબ જ મોંધી ગિફ્ટ આપે છે. તેઓ એ પોતાનાં પત્ની નીતા અંબાણી ને તેમ નાં બર્થ ડે પર પ્રાઇવેટ જેટ ગિફ્ટ કર્યું હતું. મુકેશ અંબાણી એ કહ્યું હતું કે તે ગમે એટલા વ્યસ્ત રહે પરંતુ રવિવાર નાં દિવસે પરિવાર ની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી ખૂબ જ ધાર્મિક છે. અને દરેક તહેવારો તેઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહ થી મનાવે છે તેઓ ને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે.

મુકેશ અંબાણી અમીર હોવા છતાં ‘ડાઉન ટુ અર્થ’ છે. એટલું જ નહીં પરંતુ તેઓ તેમનાં બાળકો ને પણ જમીન થી જોડાયેલા રાખે છે. એકવાર તેમનાં પુત્ર આકાશ અંબાણી એ તેઓનાં ઘર નાં સિક્યુરિટી ગાર્ડ પર ગુસ્સો કર્યો હતો. જ્યારે મુકેશ અંબાણી ને આ વાત ની જાણ થઈ ત્યારે મુકેશ અંબાણી એ આકાશ ને સમજાવ્યું અને કહ્યું કે સિક્યુરિટી ગાર્ડ પાસે થી માફી માંગો. ત્યારબાદ આકાશે સિક્યુરિટી ગાર્ડ પાસે માફી માંગી હતી. મુકેશ અંબાણી નું કહેવું છે કે તે નથી ઈચ્છતા કે તેમનાં બાળકો ને પૈસા નું અભિમાન આવે માટે તેઓ તેને હંમેશા પૈસા ની કદર કરવાનું શીખડાવે છે. મુકેશ અંબાણી નું કહેવું છે કે તેમનાં પિતા એ તેને આવા જ સંસ્કાર આપ્યા છે. અને તે જ સંસ્કાર તેઓ તેમનાં બાળકો ને આપવા ઈચ્છે છે.

મુકેશ અંબાણી જમીન સાથે એટલા જોડાયેલા છે કે જ્યારે તેમનાં ધરે મહેમાન આવે તેનું  સ્વાગત પોતે કરવા જાય છે. અને જાણવામાં આવે છે કે, તેઓ પોતે ખુદ પોતાની હાજરી  માં મહેમાનો માટે મનપસંદ ભોજન તૈયાર કરાવે છે. અને તેને પોતે જ સર્વ કરે છે એટલું જ નહીં તેમની દીકરી નાં લગ્ન માં તેઓ નાં પરિવાર નાં મહેમાનો ને પણ તેઓએ જ સર્વ કર્યું હતું. આ જોઈને મોટા સેલિબ્રિટીઓ પણ મુકેશ અંબાણી નાં ઘર નાં મહેમાનો ને ભોજન પીરસતા જોવા મળ્યા હતા.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *