કાર્તિક આર્યને જન્મદિવસ પર જણાવ્યું કે ‘ધમાકા’ રામ માઘવાણી ની આગામી ફિલ્મ માં જોવા મળશે

કાર્તિક આર્યન રામ માધવણી અને રોની સાથે પોતાની આગામી ફિલ્મ ધમાકા માં કરી રહ્યા છે. બર્થડે નાં દિવસે તેઓએ તેમનાં ફેન્સ ને આ વિશે જાણકારી આપી હતી. નીરજા અને આર્યા ની સફળતા બાદ નિર્દેશક નિર્માતા રામ માધવાણી કાર્તિક આર્યન સાથે ધમાકા ફિલ્મ ની તૈયારી કરી રહ્યા છે.મુંબઈ ઉપર આધારિત આ ફિલ્મનું નિર્માણ રોની ની આરએસવીપી અને રામ માધવણી ફિલ્મસ દ્વારા કરવામાં આવશે. રોની એ ઘણા વર્ષોમાં રંગ દે બસંતી, ઉરી, જોધા અકબર, સ્વદેશ, રાજનીતિ અને બરફી જેવી અન્ય ફિલ્મો દ્વારા સફળતા મેળવી છે. આ ફિલ્મ અલગ રીતે શૂટ કરવામાં આવશે જેમાં પુરી કાસ્ટ અને ક્રૂ કોવિડ બબલ બનાવવામાં આવશે. ફિલ્મ ની સ્ટોરી શ્રેણીબંધ ઘટના ના રૂપમાં સામે આવશે જેમાં એક રિપોર્ટ ને એક અજાણ્યા વ્યક્તિ નો ફોન આવે છે. જે બાંદ્રા-વરલી સી લિંક ને ઉડાવાની ધમકી આપે છે.
રોની એ જણાવ્યું છે કે, હું રામ અને કાર્તિક ની સાથે સહયોગ કરીને ખૂબ જ આનંદ અનુભવું છું. અને પહેલી વાર સાથે કામ કરવા માટે આ વિષય થી સારું બીજું કંઇ ન હોઈ શકે. જ્યારે રામ મારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવ્યા ત્યારે મે વિચરી લીધું હતું કે હું આને ગુમાવવા નથી માંગતો. જ્યારે અમે કાર્તિક ને સ્ક્રિપ્ટ સંભળાવી તો અમને તે જ રીતે પ્રતિક્રિયા મળી. કાર્તિક આર્યન થ્રિલર ઝોનમાં કદમ રાખવા માટે ઉત્સાહિત હતા. અને રામ માધવાણી ની સાથે મળીને એક પત્રકારની ભૂમિકા નિભાવી રહ્યા છે.
મુંબઈ માં એક આતંકવાદી હુમલાને લાઈવ પ્રસારણ ને કવર કરે છે. કાર્તિક આર્યને કહ્યું કે, આ મારા માટે એક જાદુઈ પટકથા છે. અને નરેશન નાં સમયથી હું આ જગ્યાથી બંધાયેલો હતો. મને ખ્યાલ છે કે આ પટકથા મને એક અભિનેતા નાં રૂપમાં મારો અલગ પક્ષ બતાવવાનો અવસર આપી રહી છે. હું પોતાને રામ સર ની દુનિયામાં લઈ જવા માટે બેતાબ છું. અને તેમની દ્રષ્ટિ ને મોટા પડદા પર બદલતા જોવા ઈચ્છું છું. આ પહેલી વાર છે કે જ્યારે હું રોની અને આરએસવીપી નાં સાથે સહયોગથી કામ કરી રહ્યો છું. અને હું આ માટે પ્રતીક્ષા કરી રહ્યો છું. આ ફિલ્મ દર્શકોની ઉમ્મીદો પર સાર્થક રહેશે. આ ફિલ્મ નીરજા અને તેમનાં સફળ ડિજિટલ શો આર્યા કર્યા પછી રામ એક એવી કહાની ની તલાશ માં હતા. જે દર્શકો ની ઉમ્મીદ પર સાર્થક રહે. એક નિર્દેશક નાં રૂપમાં માનવીય કહાની પર વધારે ઝુકાવ આપું છું.
જોકે આ એક થ્રીલર ફિલ્મ છે. પરંતુ સ્કીન પ્લે માં ખૂબ જ ભાવના અને ડ્રામા પણ છે. કાર્તિક બોલિવૂડમાં સૌથી પ્રતિભાશાળી અભિનેતા માં નો એક હોવાનાં લીધે આ માટે ફિટ બેસે છે. તેઓએ પણ સ્વીકાર કર્યો છે કે કોવિડ નાં લીધે આ ફિલ્મનું શૂટિંગ ચુનોતી પૂર્ણ રહેશે. પરંતુ મારી પાસે નિર્માતા રોની અને આરએસવીપી અને આરએમએફ માં અમારી પ્રોડક્શન ટીમ છે. જે બધા લોકો કોવિડ પ્રોર્ટોકોલ થી ખૂબ સારી રીતે વાકેફ છે. એક નિર્દેશક નિર્માતા નાં રૂપમાં હું સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરીશ અને કામ ઉપર પાછો ફરવા બદલ ઉત્સાહિત છું.