કારતક મહિના નાં પ્રારંભ થી ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિદ્રા માં થી જાગે છે, જાણો તેનું મહત્વ

કારતક મહિના નાં સંદર્ભ માં સ્કંદ પુરાણ માં વર્ણન કરવામાં આવ્યું છે કે, કારતક મહિના સમાન બીજો કોઈ મહિનો નથી. ભગવાન શ્રીકૃષ્ણ ને બધા મહિનાઓ માં આ મહિનો ખૂબ જ પ્રિય છે. દિવસો માં એકાદશી અને તીર્થો માં ભગવાન શ્રીકૃષ્ણ ને દ્વારકા ખૂબ જ પ્રિય છે.કારતક મહિના ને હિન્દુ ધર્મ માં પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ માસ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી ને સમર્પિત ગણવામાં આવે છે. પુરાણો માં વર્ણન છે કે, આ મહિના માં ગંગા સ્નાન કરવાથી મોક્ષ મળે છે. કારતક મહિના નાં સંદર્ભ માં સ્કંદ પુરાણ વર્ણન છે કે, કારતક મહિના સમાન કોઈ મહિનો નથી.યુગ માં સત્ય સમાન કોઈ યુગ નથી, તેમજ વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી, ગંગા સમાન કોઈ તીર્થ નથી. તે જ રીતે કારતક મહિના સમાન કોઈ મહિનો નથી. એ પણ માન્યતા છે કે આ મહિના માં જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્ત માં સ્નાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે જ કારણે કારતક મહિના ને મોક્ષ નો દ્વાર પણ કહેવામાં આવ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણ એ આ મહિના ની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, વૃક્ષો માં મને તુલસી ખૂબ જ પ્રિય છે, મહિનાઓ માં મને કારતક મહિનો, દિવસો માં મને એકાદશી અને તીર્થો માં દ્વારિકા સૌથી મારા હૃદય ની નજીક છે. તેથી જ આ મહિના માં શ્રી હરિની સાથે તુલસી અને શાલીગ્રામ નું પૂજન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને તમારા ભાગ્ય નો ઉદય થાય છે. કારતક મહિના માં આવતી પૂનમ નું પણ એટલું જ મહત્વ છે. કારતક મહિના ની પૂનમ ને “ત્રિપુરી પૂર્ણિમા” પણ કહેવામાં આવે છે. એવું એટલા માટે કહેવામાં આવે છે કે કારતક મહિના ની પૂનમ નાં દિવસે ભગવાન ભોલેનાથે ત્રિપુરાસુર નામનાં અસુરનો વધ કર્યો હતો. અને તે ત્રિપુરારી ના રૂપ માં પૂજાયા હતા. એવી માન્યતા છે કે, આ દિવસે કૃતિકા નક્ષત્ર માં શિવ શંકર નાં દર્શન કરવાથી સાત જન્મ સુધી વ્યક્તિ જ્ઞાની અને ધનવાન બને છે. આ દિવસે ચદ્રમાં જ્યારે આકાશ માં ઉદય થાય છે ત્યારે શિવા, સમૃદ્ધિ, સંપત્તિ, પ્રીતિ, અનસુયા, અને શમા આ છ કૃતિકાઓ નું પૂજન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. જેમ પ્રયાગ માં સ્નાન કરવાથી, કાશી માં મૃત્યુ થવાથી, અને વેદો નું સ્વાધ્યાય કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે. તે બધું જ કારતક મહિના માં તુલસી નું પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય કારતક મહિના માં સંધ્યાકાળે શ્રી હરિ નાં નામથી તલ નાં તેલ નાં દિપક નું દાન કરે છે તેનું જીવન સદાય માટે પ્રકાશિત રહે છે. તે ઉજ્જ્વળ ભવિષ્ય અને અક્ષય સંપત્તિ ને પ્રાપ્ત કરે છે.