કબજિયાત નો ઈલાજ તમારા રસોઇ ઘરમાં જ મોજુદ છે, આ વસ્તુઓ કુદરતી રીતે કબજિયાત થી અપાવશે છુટકારો

વર્તમાન સમયમાં લોકોનું ખાનપાન ખૂબ જ ખરાબ થઈ ગયું છે. વ્યસ્ત જીવનશૈલી ને કારણે વ્યક્તિ પોતાના ખાનપાન પર બિલકુલ પણ ધ્યાન આપી શકતો નથી. જેનાં કારણે સ્વાસ્થ્ય ને લગતી ઘણી પરેશાની ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે જોવામાં આવે તો મોટેભાગે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે. જેનો પ્રભાવ પેટ પર હોય છે પરંતુ પુરા શરીરને તે પ્રભાવિત કરે છે. કબજિયાત ની સમસ્યા કોઈને પણ થઈ શકે છે. આ દરમિયાન થતી પરેશાની ને કારણે દુખાવો પણ મહેસુસ થાય છે. ઘણા એવા લોકો છે જે કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે જુદા જુદા પ્રકાર નાં ઘણા ઉપાયો કરે છે. પરંતુ તમને એ વાતનો ખ્યાલ નહીં હોય કે,
કબજિયાતથી છૂટકારો મેળવવા માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. કબજીયાતથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ સારો ઉપાય ગણવામાં આવે છે. આ ઉપરાંત ઘણા કુદરતી ઉપાયો છે. જેનાથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે એવી પ વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે તમારા ઘર નાં કિચનમાં મોજુદ હોય છે. તેની મદદથી કુદરતી રીતે કબજિયાત ની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે તમારે વધારે પૈસા પણ ખર્ચ કરવા નહીં પડે. ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે
એરંડીયા નું તેલ
કબજીયાતથી છુટકારો મેળવવા એરંડિયા નું તેલ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. સવારે ખાલી પેટ એક થી બે ચમચી એરંડિય નાં તેલ નું સેવન કરવામાં આવે તો આઠ કલાકની અંદર તમને રીઝલ્ટ મળે છે.
એલોવેરા
આયુર્વેદમાં એલોવેરા નાં એક નહીં પણ ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. એલોવેરા નો ઉપયોગ ત્વચા સંબંધિત પરેશાનીઓ દૂર કરવા માટે થાય છે. આ ઉપરાંત વાળ માટે પણ એલોવેરા ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. એલોવેરા ઈંથ્રાકવીનોન નામની કુદરતી રેચક યૌગીકો ઉપરાંત ૭૫ વિટામીન, ઈંજાઈમ ખનીજ અને સુગર રહેલી હોય છે એલોવેરા નું સેવન કરવાથી આંતરડા માં પાણીની માત્રામાં વધારો થાય છે. એલોવેરા થી મળ ને ચીકાશ મળે છે તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
ચિયા બીજ
ચિયા બીજ એટલે કે તકમરિયા જે માં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પેટ સંબંધી સમસ્યા દૂર કરવામાં સહાયતા કરે છે. આ બીજને રાત્રે પાણીમાં પલાળી રાખવા અને આગલે દિવસે સવારે ખાલી પેટ આ પાણી નું સેવન કરવું. તેનાથી મળ આંતરડા નાં માધ્યમ થી સરળતા થી બહાર નીકળી જાય છે. જેનાથી કબજીયાત ની પરેશાની થી સરળતાથી છુટકારો મેળવી શકો છો.
ફુદીનો
જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય એવી સ્થિતિમાં ફુદીનો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ એક કુદરતી ઔષધી છે. જેનાં ઉપયોગથી કબજિયાતની સમસ્યા જલદી દૂર થાય છે. તમારી ચા માં થોડા ફુદીના નાં પણ અને આદુ નાખી તેનું સેવન કરવામાં આવે તો કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. ફુદીનો પાચનતંત્ર અને માંસપેશીઓ ને આરામ આપે છે અને આદુ શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન કરવામાં સહાયતા કરે છે. સાથે જ તેમાં રહેલ તત્વ કબજીયાત થી છુટકારો આપવાની ક્ષમતા ધરાવે છે.
તલ નાં બીજ
જો તમે પણ કબજિયાતથી પરેશાનીથી છુટકારો મેળવવા ઈચ્છતા હોવ તો તલ નાં બીજ તમારી મદદ કરી શકે છે તમને જણાવી દઈએ કે, તૈલીય ગુણો ને કારણે તલ નાં બીજ તમારી આંખોને ભીનાશ આપવામાં સહાયતા કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.