કેળા થી લઈને ગોળ સુધી ડાયટમાં સામેલ કરો આ ૫ ફૂડ,દૂર થશે એસિડિટી ની પરેશાની

લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે દરેક પ્રકાર નાં ઉપાયો અજમાવે છે. હેલ્ધી દિનચર્યા લઈને ફિટનેસ સુધી તે દરેક કામ કરે છે જેનાથી તે તંદુરસ્ત રહી શકે. પરંતુ વ્યસ્ત જીવનશૈલીમાં ખાનપાનની અનિયમિતતા નાં કારણે લોકોને એસિડિટીની સમસ્યામાં વધારો થતો જાય છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ પેટમાં રહેલ એસિડિક પદાર્થ જ્યારે ફૂડ પાઈપ માં આવી જાય છે. ત્યારે એસીડીટી ની પરેશાની થાય છે. જે શરીરમાં અસુવિધા તો ઉત્પન્ન કરે જ છે. સાથે જ પેટ નાં દુખાવા નું કારણ પણ બની શકે છે. જેના કારણે લોકોને ખાટા ઓડકાર આવવા, પેટ ફૂલવું, છાતીમાં દુખાવો, પેટમાં બળતરા જેવી ફરિયાદ રહે છે એવામાં કેટલાક એવા ફૂડ છે જેનું સેવન કરવાથી આ પરેશાની ને દૂર કરવામાં મદદ મળી રહે છે. ચાલો જાણીએ તેનાં વિશે
કેળા
કેળા ને સૌથી ઉત્તમ પ્રાકૃતિક અંટાસિડ ગણવામાં આવે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર કેળા માં પોટેશિયમની માત્રા ભરપૂર હોય છે. જેને માટે તેને રોજ ખાવાની સલાહ આપવામાં આવે છે. ભોજનની વચ્ચે નાં સમયે અથવા તો સાંજના સ્નેક્સમાં રોજ એક કેળુ ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરા ની પરેશાની થશે નહીં.
છાશ
મસાલેદાર ભોજન કર્યા બાદ જો તમને એસીડીટી ની ચિંતા રહેતી હોય તો, તમારે મસાલેદાર ભોજન બાદ એક ગ્લાસ છાશ નું સેવન જરૂર કરવું. તેમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં એસિડિટી બનવા દેશે નહિ.
તુલસી નાં પાન
એસિડિટીમાંથી તરત જ છુટકારો મેળવવા માટે તુલસીનાં પાન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તમે ઈચ્છો તો થોડા પાનને ચાવી શકો છો, અથવા તો ત્રણ-ચાર તુલસી નાં પાન લઈ એક કપ પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે.
ગરમ પાણી
એસિડિટીથી બચવા માટે ભોજન બાદ તુરત જ પાણી પીવું જોઈએ નહીં. ભોજન કર્યા બાદ થોડા સમય પછી ઠંડું પાણી પીવાને બદલે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું તેનાથી ભોજન પણ સરળતાથી પચી જશે અને એસીડીટી નું જોખમ પણ ઓછું રહેશે.
ગોળ
ગોળમાં પ્રચૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. જે આંતરડા ને તાકાત આપે છે. જેનાથી ભોજનને પચવામાં સરળતા રહે છે. એવામાં જે લોકોને પાચન સંબંધી અથવા અપચા જેવી સમસ્યા રહેતી હોય તેઓએ રોજ ભોજનમાં ગોળનું સેવન કરવું જોઈએ.