કેતુ દોષ થી થાય છે ઘરમાં ઝઘડાઓ અને અશાંતિ, આ ઉપાયઓ થી થાય છે દોષ નિવારણ

કેતુ ના દોષ નાં કારણે જાતક નાં વ્યવહારમાં વિકાર આવી જાય છે કામવાસના તીવ્ર થઇ જાય છે જાતક દુરાચાર અને દુષ્ટ કૃત્ય કરવા લાગે છે આ ઉપરાંત કેતુ ગ્રહ નાં અશુભ પ્રભાવથી ગર્ભપાત, પથરી, શરદી, તાવ, પિત્ત વિકાર, પાચન સંબંધી રોગો વગેરેની સમસ્યા રહે છે.કેતુ દોષ નાં અશુભ પ્રભાવથી જાતક નાં જીવનમાં કાનૂની સમસ્યા, વૈવાહિક જીવનમાં શાંતિ, મતભેદ થવો વગેરે પરેશાની નો સામનો કરવો પડેછે. જન્મકુંડળી માં લગ્ન, સાતમા આઠમા અને અગિયાર માં ભાવમાં કેતુની સ્થિતિ શુભ ગણવામાં આવતી નથી.કેતુ નાં અશુભ પ્રભાવથી બચવા માટે જાતકે આ ઉપાયો કરવા જોઈએ આ ઉપાય કરવાથી ગ્રહ શાંત થાય છે અને પરેશાની માંથી મુક્તિ મળે છે.
Advertisement
- કેતુ નાં અશુભ પ્રભાવથી બચવા માટે જાતકે લાલ ચંદનની માળા ને અભિમંત્રિત કરાવીને શુક્લ પક્ષ નાં પહેલા મંગળવાર નાં દિવસે ધારણ કરવી જોઈએ.
- કેતુ નાં મંત્રથી અસગંધ ની જડ ને અભિમંત્રિત કરાવી અને ભૂરા રંગના દોરામાં ધારણ કરીને શુક્લ પક્ષ નાં પ્રથમ પહેલા મંગળવાર નાં દિવસે ધારણ કરવાથી કેતુ ગ્રહ નો અશુભ પ્રભાવ ઓછો થાય છે.
- કેતુ ગ્રહ ને શાંત કરવા માટે કાળા તાલ, કાળા વસ્ત્ર, કાળી દાળ, લોઢું, કાળી છત્રી વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ આ વસ્તુઓ નું દાન કરવાથી ગ્રહ શાંત થાય છે અને તમને લાભ પ્રાપ્ત થાય છે.
- કેતુ ગ્રહ થી પિડિત જાતકોએ મહાદેવની પૂજા-અર્ચના કરવાથી ફાયદો મળે છે. સોમવાર નાં દિવસે મહાદેવ નાં મંદિરે જઈને મહાદેવને બીલીપત્ર અને દૂધનો અભિષેક કરવો જોઈએ.
- આ સાથે જ મહાદેવ નાં મંત્રનો જાપ કરવાથી કેતુ ગ્રહ નાં દોષ થી રાહત પ્રાપ્ત થાય છે.
Advertisement