ખરતા વાળ અટકાવવા માટેનો રામબાણ ઈલાજ, ચાલો જાણીએ સામાન્ય ઘરેલું ઉપચારો

આજ કાલ લોકો ની નાની ઉમરમાં વાળ ખરવા એ સામાન્ય વાત થઈ ગઈ છે. તેનું સૌથી મોટું કારણ છે લોકોની લાઇફસ્ટાઇલ. લોકો ની લાઇફસ્ટાઇલ એટલી બધી બદલાઈ ગઈ છે કે, તેની નાની ઉંમરમાં જ વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. અને ઘણા લોકોને થોડાં વર્ષો માંજ ટાલ પડી જાય છે. છોકરીઓની વાત કરીએ તો, તેઓને પણ વાળ ખરવાની સમસ્યા અને પાતળા વાળ થવાની સમસ્યા ખૂબ જ જોવા મળે છે. તેથી અમે આજે તમને માં ખરતા વાળને અટકાવવા માટેનાં ઘણા ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ. તમે આ પ્રયોગ થી તમારા ખરતા વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.
ખરતા વાળા અટકાવવા ના ઘરેલુ ઉપાયો
આમ તો વાળ ખરવાનાં ઘણા કારણો હોય છે. પરંતુ સૌથી વધારે મહત્વનાં કારણો તમારી ખરાબ લાઇફસ્ટાઇલ, પોષક તત્વની ઉણપ, અને ત્વચા ને લગતી બીમારીઓ છે. આ ઉપરાંત વાળ પર કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ, વાળ ખરતા અટકાવવા નાં ઘરેલુ ઉપાયો કયા કયા છે.
નાળિયેર
નાળિયેરનું તેલ વાળ માટે સૌથી સારું માનવામાં આવે છે નારિયેળ નાં તેલમાં પ્રોટીન, ફેટ મિનરલ્સ, પોટેશિયમ અને આયર્ન હોય છે. જેથી વાળ ખરતા અટકાવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં મોજુદ તત્વો વાળને મજબૂત બનાવે છે. તેથી નાળિયેર ને પીસીને તેનું દૂધ નીકાળી અને પછી દૂધ ને ઉકાળી તેમાં થોડું પાણી ભેળવો. અને તેને એ જગ્યા પર લગાવો કે જ્યાં વાળ પતલા હોય. તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે.
મહેંદી
મહેંદી નો ઉપયોગ વાળ ને કલર કરવા અને કંડિશનર ના રૂપમાં કરવામાં આવે છે. પરંતુ મહેંદી વાળને ખરતા અટકાવવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તેને સરસવ નાં તેલ સાથે ભેળવી અને વાળ પર લગાવવાથી વાળને મજબૂતી મળે છે. અને વાળ ખરતા બંધ થાય છે. તેનાં ઉપયોગ માટે એક કટોરી માં ૨૫૦ એમ એલ સરસવ નું તેલ લઈ તેમાં ૬૦ ગ્રામ સુકા મહેંદી ના પાંદડા નાખીને ઉકાળવું. પછી તેને ગાળી લેવું. ઠંડુ કરી અને એક બોટલમાં ભરી આ તેલનો દરરોજ ઉપયોગ કરવો. આ તેલ નો ઉપયોગ કરવાથી તમને વાળ ખરવા ની સમસ્યામાં થી ફાયદો થશે.
જાસુદનું ફૂલ
લગભગ તમે પણ આ વાત નોટીસ કરી હશે કે, કેરલ ની સ્ત્રીઓનાં વાળ ખૂબ કાળા હોય છે. તેનું કારણ છે, નારિયેળ નું તેલ અને જાસુદનું ફૂલ જે ખોડા ની સમસ્યાને દૂર કરે છે. જાસૂદનાં ફૂલનો નિયમિત રૂપથી ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા પણ ઓછી થાય છે. તેનો ઉપયોગ કરવા માટે જાસૂદનાં ફૂલ ને પીસીને તેમાં નાળિયેરનું તેલ ભેળવી. અને તેને વાળમાં સારી રીતે લગાવી. આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાવવું. ત્યારબાદ થોડો સમય રાખી અને શેમ્પૂ થી સાફ કરી લેવું. તેનાથી તમારા વાળ ખૂબ જ મજબૂત થશે. અને ખરતા અટકશે આ ઉપરાંત તમે આમળા નો પણ પ્રયોગ કરી શકો છો. વાળ ની દરેક સમસ્યા નાં નિદાન માટે આમળા સૌથી ઉત્તમ ઉપચાર ગણવામાં આવે છે. વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ની પુષ્કળ માત્રા આમળામાં હોય છે. આમળા નું નિયમિત સેવન કરવાથી વાળને ખરતા અટકાવી શકાય છે.