ખૂબ જ કામની છે આ સાધારણ દેખાતી સફેદ પથ્થર જેવી ફટકડી, વૃદ્ધ વ્યક્તિ ને પણ બનાવી દે છે જવાન

ફટકડી દરેક નાં ઘરમાં જોવા મળે છે. મુખ્યત્વે લોકો તેનો ઉપયોગ પાણી સાફ કરવા માટે કરે છે. પરંતુ તેનામાં બીજા પણ ઘણા ગુણો હોય છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. જુવાન દેખાવાથી લઈને શારીરીક સમસ્યાઓ ને દૂર કરવામાં તે ખૂબ જ ઉપયોગી બને છે. બસ તમને તેનો ઉપયોગ કરવાની સાચી રીત ખબર હોવી જોઈએ. તો ચાલો જાણીએ ફટકડી નાં ફાયદાઓ
કરચલી કરે છે દૂર
ફટકડી તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તે એક બ્યુટી ક્રીમ જેવું કામ કરે છે તેને ચહેરા પર લગાવવાથી તમારી સ્કિનમાં નિખાર આવે છે અને તે કરચલી જલ્દી થી દૂર કરે છે. ઉંમર વધારે દેખાવામાં કરચલીઓ મહત્વની ભૂમિકા ભજવે છે એવામાં ફટકડી નાં પાણીમાં ભીની કરીને ચહેરા પર હલકા હાથથી લગાવવાથી કરચલીઓ દૂર થાય છે. કરચલી ના હોય તો ફેઈસ હેલ્ધી લાગે છે.
મોઢાની દુર્ગંધ કરે છે દૂર
મોઢામાંથી આવતી દુર્ગંધ કોઈને પસંદ હોતી નથી. ઘણીવાર તેનાં કારણે લોકો દૂર દૂર ભાગે છે. એવામાં જો તમે રોજ ફટકડી નાં પાણીનાં કોગળા કરો છો તો મોઢાની દુર્ગંધથી છુટકારો મળે છે. ફટકડી તમારા દાંત પર જામેલી છારી ને પણ દૂર કરે છે. આ ઉપરાંત મોઢા ની લાળ માં રહેલ હાનિકારક બેક્ટેરિયાને પણ દૂર કરે છે. બસ એક વાતનું ધ્યાન રાખવું કે, તેનું પાણી પીવું નહિ બસ કોગળા જ કરવા.
જુ થી મુક્તિ
જો તમાર વાળ માં ખુબજ જુ હોય તો ફટકડી રામબાણ ઈલાજ છે. ફટકડી ની પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી જુ મરી જાય છે અને ફરી તમને આ સમસ્યા નો સામનો કરવો નહિ પડે.
શરીરની દુર્ગંધ ને કરે છે દૂર
ફટકડી એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તે શરીરની અંદર દુર્ગંધ પેદા કરનાર જીવાણુઓને દૂર કરે છે. આ જ કારણે ડીયોડેંટ કંપની વાળાઓ તેનો ઉપયોગ કરે છે. જો તમે નાહવા નાં પાણીમાં તેને ઉમેરીને સ્નાન કરવામાં આવે તો શરીરની દુર્ગંધથી છુટકારો મળે છે.