ખૂબ જ ચમત્કારી છે પારદ શિવલિંગ, ઘરમાં રાખીને પૂજા કરવાથી, થશે ભાગ્ય પરિવર્તન મળશે ઘણા ફાયદાઓ

વર્ષ ૨૦૦૧ ની શરૂઆત થઈ ગઈ છે. નવા વર્ષમાં દરેક લોકોને આશા છે કે, આ વર્ષ સારી રીતે ખુશી સાથે પસાર થાય જો તમે ઈચ્છો છો કે, તમારું નવું વર્ષ સુખ અને સમૃદ્ધિ દાયક રહે તો રોજ તમારે આ પારદ શિવલિંગની પૂજા કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે વેદો અને પુરાણોમાં પારદ શિવલિંગ ને ખૂબ જ ખાસ અને ચમત્કારી ગણવામાં આવે છે જો તમે પારદ શિવલિંગની પૂજા કરો છો તો તેનાથી તમને એક નહીં પરંતુ ઘણા ફાયદાઓ થશે. પારદ શિવલિંગ ચાંદી અને પારા નાં મિશ્રણથી બનાવવામાં આવે છે. જો આ શિવલિંગની પૂજા કરો છો તો તેનાથી ભગવાન શિવજી નાં આશીર્વાદ મળે છે એટલું જ નહીં શિવલિંગ ની પૂજા કરવાથી ધનની દેવી લક્ષ્મી માતા ની પણ કૃપા મળી શકે છે અને પૂજા કરવાથી દરેક પ્રકાર નાં ગ્રહ દોષ દૂર થાય છે. બ્રહ્મપુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે જાતક રોજ નિયમિત રૂપથી પારદ શિવલિંગની પૂજા કરે છે તેને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને આર્ટીકલ દ્વારા પારદ શિવલિંગ ની પૂજા કરવાથી કયા ફાયદા થાય છે તેનાં વિશે જાણકારી આપી રહ્યા છીએ.
માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે
શિવપુરાણમાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે, અન્ય શિવલિંગ ની સરખામણી માં જો પારદ શિવલિંગની પૂજા કરો છો તો તમને હજારગણું ફળ પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે પારદ શિવલિંગની ઉત્પત્તિ ભગવાન શિવજી નાં અંશથી થઈ હતી. જો તમે પારદ શિવલિંગ તમારા ઘરમાં રાખો છો તો તેનાથી ભગવાન શિવજીની સાથે માતા લક્ષ્મી અને કુબેરની દેવતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
જીવનમાં આવે છે ખુશીઓ
તમે તમારા જીવનમાં અને પરિવારમાં ખુશી લાવવા ઈચ્છતા હો તો પારદ શિવલિંગની પૂજા અવશ્ય કરવી. પારદ શિવલીંગની પૂજા કરવાથી ખૂબ જ લાભ થાય છે જો તમે પારદ શિવલિંગની પૂજા રોજ કરો છો તો ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે એટલું જ નહીં તમારું જીવન ધન-ધાન્ય થી પરિપૂર્ણ રહે છે. જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે.
નકારાત્મકતા થાય છે દૂર
જે વ્યક્તિ નિયમિત રૂપથી પારદ શિવલિંગની પૂજા કરે છે તેનાં જીવનમાંથી નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જાય છે. ગ્રંથોમાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે, પારદ એક સ્વયંસિધ્ધ છે. ચરક સંહિતામાં આ વાતનું વર્ણન છે કે, એટલું જ નહીં પરંતુ કેટલાય પુરાણોમાં પારદ શિવલિંગ નાં વિષયમાં વર્ણન કરવામાં આવ્યું છે. પારદ શિવલિંગની પૂજા કરવાથી દરેક પ્રકારનાં તંત્ર-મંત્ર નષ્ટ થઈ જાય છે. તમારી આસપાસની ખરાબ શક્તિઓ દૂર થાય છે એવી માન્યતા છે કે જે વ્યક્તિ પારદ શિવલિંગ ની પૂજા કરે છે તેની રક્ષા સ્વયમ મહાકાલ કરે છે અને તે વ્યક્તિ નાં જીવનમાં થી નકારાત્મકતા દૂર થાય છે.
આર્થિક સ્થિતિ મજબૂત થાય છે
તમે આર્થિક પરેશાની માંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે એવી સ્થિતિમાં પારદ શિવલિંગ પર ૧૦૮ બીલીપત્ર અર્પણ કરવા જોઈએ ત્યારબાદ એક બીલીપત્ર અને તેજુરી માં કે પૂજા નાં સ્થાન પર રાખવું એક વાતનું ધ્યાન રાખવું કે રોજ પારદ શિવલિંગની પૂજા કર્યા બાદ આ પ્રમાણે કરવું. જો તમે એવું કરો છો તો તમને ધનલાભ યોગ બને છે અને જલ્દી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.