ખૂબ જ ખાસ છે દક્ષિણ ભારતનું આ મંદિર, ત્યાં બનાવવા માં આવી રહી છે એક કરોડ શિવલિંગ, જાણો તેનું કારણ

ખૂબ જ ખાસ છે દક્ષિણ ભારતનું આ મંદિર, ત્યાં બનાવવા માં આવી રહી છે એક કરોડ શિવલિંગ, જાણો તેનું કારણ

દેશભર માં એવા ઘણા મંદિર છે જેની કોઈને કોઈ વિશેષતા અને ચમત્કાર હોય છે. આપણા દેશમાં મંદિરોની કોઈ કમી નથી તમને દરેક જગ્યાએ કોઈ ને કોઈ મંદિર અવશ્ય જોવા મળશે. આ મંદિરો ની પાછળ કોઈને કોઈ કથા જરૂર હોય છે. જેનાં કારણે મંદિરમાં લોકો ભારે સંખ્યામાં દર્શન કરવા માટે જાય છે. આજે અમે તમને દક્ષિણ ભારતમાં આવેલ એવા મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે જે ખૂબ જ ખાસ છે આ મંદિરનું નામ કોટીલિંગેશ્વર છે.

દક્ષિણ ભારતમાં કોટીલિંગેશ્વર મહાદેવનું ખૂબ જ અનોખું મંદિર છે. જેનાં નામ પરથી જ ખ્યાલ આવે છે કે ૧ કરોડ શિવલિંગ છે. તમને જણાવી દઈએ કે, ત્યાં એક કરોડ શિવલિંગ સ્થાપિત કરવાના હેતુથી જ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ત્યાં લાખો શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.

કોટીલિંગેશ્વર મંદિર એવું જણાવવામાં આવે છે કે, ત્યાં ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે. જ્યારે ભક્તોની મનોકામના પૂરી થાય છે ત્યારબાદ તે ભક્ત ત્યાં પોતાનું શિવલિંગ સ્થાપિત કરાવે છે. ચાલો જાણીએ કોટીલિંગેશ્વર મહાદેવ સાથે જોડાયેલ પૌરાણિક માન્યતા અને અન્ય ખાસ વાતો વિશે

આ મંદિર કર્ણાટક નાં કોલ્લાર જિલ્લા નાં કામ્માસાંદરા નામનાં ગામમાં આવેલું છે. આખી દુનિયામાં આ મંદિર કોટીલિંગેશ્વર નાં નામથી જાણીતું છે. કોટીલિંગેશ્વર મંદિર વિષે જણાવવામાં આવે છે કે, અહીં દેવરાજ ઇન્દ્ર એ ગૌતમ ઋષિ નાં શ્રાપ થી મુક્તિ મેળવવા માટે શિવલિંગ ની સ્થાપના કરી હતી. ત્યારબાદ અભિષેક કરાવ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મંદિરનો આકાર શિવલીંગ જેવો બનેલો છે જેની ઉંચાઈ ૧૦૮ ફૂટ ની છે. મુખ્ય શિવલિંગ ઉપરાંત આ મંદિરમાં લાખો શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલ છે.

જો તમે ઇચ્છતા હોવ કે તમારા નામથી આ મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવામાં આવે તો ત્યાં ૧ થી ૩ ફૂટ લાંબી શિવલિંગ સ્થાપિત કરાવી શકો છો. એવી માન્યતા છે કે, આ મંદિરમાં જે મનોકામના માનવામાં આવે છે તે પૂરી થાય છે. કોટીલિંગેશ્વર મહાદેવ વિશે જાણવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ ૧૯૮૦ સ્વામિ સાંભ શિવ મૂર્તિ અને તેમનાં પત્ની રુકમણીજી દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ પહેલી શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યારબાદ ૫ અને ૧૦૮ અને ૧૦૦૮ શિવલિંગની સ્થાપના થઈ ગઈ.

જાણવામાં આવે છે કે, સ્વામીજી ને સપનું આવ્યું હતું કે ત્યાં કરોડો શિવલિંગની સ્થાપના કરવાની છે. પરંતુ વર્ષ ૨૦૧૮ માં તેમનું અવસાન થઈ ગયું. પરંતુ તેમના બાદ પણ ત્યાં સતત શિવલિંગની સ્થાપના કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ મંદિરમાં એક વિશાળ નંદીજી ની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તમને  જણાવી દઈએ કે, મંદિર નાં પટાંગણમાં કોટીલિંગેશ્વર મંદિર ઉપરાંત ૧૧  બીજા મંદિરો પણ છે. આ મંદિરમાં બ્રહ્માજી, વિષ્ણુજી, અન્નપૂર્ણાદેવી, પાંડુરંગ સ્વામી, પંચમુખી ગણપતિ, શ્રી રામ, શ્રી લક્ષ્મણ, અને માતા સીતાજી નાં મંદિર નો સમાવેશ થાય છે. આ મંદિરમાં શિવલિંગ ની સંખ્યા સતત વધતી જાય છે. એવું માનવામાં આવે છે કે, જે ભક્તોની મનોકામના પૂરી થાય છે તે ત્યાં શિવલિંગની સ્થાપના કરે છે. જેના કારણે રોજ રોજ શિવલિંગની સંખ્યામાં વધારો થતો રહે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *