ખૂબ જ કિંમતી હોય છે કાળા રંગનો શનિ શંખ, જાણો તેના ફાયદાઓ

શંખનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ હોય છે. પૂજાપાઠ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવે છે. શંખ પણ ઘણા પ્રકારના હોય છે. અલગ અલગ શંખ નો ઉપયોગ અને ફાયદા અલગ અલગ હોય છે. આજે અમે તમને શનિ શંખ વિશે જણાવવા જઈ રહ્યા છે. તમને શનિ શંખ અલગ-અલગ આકારમાં મળી જાય છે. જોકે તેનું મળવું ખૂબજ મુશ્કેલ છે. શનિ શંખ માં ઘણી કાંટાવાળી ધારી હોય છે. અને તે કાળા રંગનું હોય છે. તે કચ્છપ શ્રેણીમાં આવે છે. સામાન્ય રીતે આ શંખનો ઉપયોગ શનિદેવને ખુશ કરવા માટે કરવામાં આવે છે. આ શંખ નાં બીજા ઘણા લાભો પણ છે. જે આ પ્રકારે છે.
- જો તમારી જન્મ કુંડળીમાં શનિ સાથે જોડાયેલ કોઇ દોષ હોય તો તમે શનિ શંખની સહાયતાથી તે દૂર કરી શકો છો. શંખ ને પૂજાનાં સ્થળ પર રાખીને નિયમિત રૂપથી પૂજા-પાઠ કરવાથી શનિદેવની કૃપા રહે છે. અને તેનાં આશીર્વાદ થી દરેક પ્રકારની મુશ્કેલી અને નકારાત્મકતા બન્ને દૂર થાય છે.
- જો તમારા ઉપર શનિની સાડાસાતી હોય તો આ શંખ તમારા ઘરમાં જરૂર રખવું. એવું કરવાથી શનિની સાડાસાતીનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. અને તમારી સાથે બધું જ શુભ જ શુભ થવા લાગે છે. જોકે આ શંખ થી દરેક પ્રકારનાં વાસ્તુ દોષ પણ દૂર થાય છે. તેથી ઘરમાં વાસ્તુ દોષ હોવા પર આ શંખ જરૂરથી રાખવો.
- આ શંખ થી સુખ-સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય પ્રાપ્ત થાય છે. તે ઘરની નેગેટિવ ઊર્જાને દૂર કરે છે આ શંખ ને ઘરમાં રાખવાથી તમારું જીવન સુખ અને શાંતિથી પસાર થઈ શકે છે આયુષ્ય પણ લાંબુ થાય છે. અને કોઈ બીમારી ઘરમાં રહેતી નથી.
- ભવન નિર્માણ, ઓટોમોબાઈલ, ઓયલ અને ઇલેક્ટ્રોનિક વગેરે બિઝનેસ કરનાર લોકોની સંખ્યા માટે આ શંખ ખૂબ જ કામ નો છે. તેઓએ પોતાના વેપાર નાં સ્થળ પર તેને રાખવો જોઇએ. તેનાથી બિઝનેસમાં લાભ થાય છે. અને આવકમાં દિન-પ્રતિદિન વધારો થાય છે.
- જોબ અને કેરિયર માટે શનિ શંખ ખૂબ જ લાભદાયક સિદ્ધ થાય છે. જ્યારે કોઈ ઈન્ટરવ્યૂ આપવા જઇ રહ્યા હોવ ત્યારે શનિ શંખ પૂજા કરીને નીકળવાથી નોકરી મળવાના ચાન્સ વધી જાય છે. જો પહેલાથી જ નોકરી કરી રહ્યા હોઈ તેને પ્રમોશન મળે છે. શનિ શંખ ની જો વિદ્યાર્થીઓ નિયમિત પૂજા કરે છે તો અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય છે.
- શનિનું ગોચર, માર્ગી, વક્રી સ્થિતિમાં મળનાર મુશ્કેલીઓમાં પણ શંખ ઉપયોગી થાય છે અને મુશ્કેલી દુર કરે છે.