ખૂબ જ પવિત્ર અને ચમત્કારી હોય છે તુલસીજી, આ ઉપાયોથી મળી શકે છે ઇચ્છાનુસાર નોકરી, ખુલી જાય છે સુતેલું ભાગ્ય

ખૂબ જ પવિત્ર અને ચમત્કારી હોય છે તુલસીજી, આ ઉપાયોથી મળી શકે છે ઇચ્છાનુસાર નોકરી, ખુલી જાય છે સુતેલું ભાગ્ય

હિન્દુ ધર્મમાં માનવાળા લોકો રોજ તુલસીજી નાં છોડની પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં તુલસીજી નાં છોડને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ એટલે કે શાલીગ્રામ સાથે તેમની પૂજા કરવામાં આવે છે. તુલસીજી વગર જગત નાં પાલનહાર વિષ્ણુજી ની પૂજા અધુરી ગણાય છે. ઘણા શુભ કાર્યોમાં તુલસીજી નો ઉપયોગ કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે સાથે આયુર્વેદિક માં પણ તુલસીજી નાં છોડને ખૂબ જ ગુણકારી ઔષધિ માનવામાં આવે છે. જો તમે રોજ તુલસીનું સેવન કરો છો, તો તેનાથી  સ્વાસ્થ્ય ને ઘણા ફાયદાઓ થાય છે.શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેના ઘરનાં આંગણામાં તુલસીનો છોડ હોય છે તેના ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલું જ નહીં તુલસી નાં છોડ નાં વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે.

માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે

 

ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા રહે છે તે વ્યક્તિ નાં જીવનમાં ધન સાથે સંબંધિત પરેશાની દૂર રહે છે. માં લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ નાં કામકાજમાં સફળતા મળે છે. માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તે માટે દેવઊઠી એકાદશી નાં દિવસે તુલસી નાં છોડ ની માટી માં એક રૂપિયા નો સિક્કો રાખો આ સાધારણ ઉપાય કરવાથી ઘરમાં ધનની કમી રહેશે નહિ.

અધૂરા કાર્ય પૂર્ણ કરવા માટે

જો ખૂબ જ મહેનત કરવા છતાં પણ કામ બનતા ન હોય તો અને કામ વચ્ચેથી અટકી જતા હોય તેવી સ્થિતિમાં તુલસીનો ઉપયોગ જરૂર કરવો રોજ સાંજે તુલસીજી નાં છોડ પાસે દીવો કરવો આ ઉપાય કરવાથી તમારા ભાગ્ય નો ઉદય થશે અને તમારા અધુરા કાર્ય પૂર્ણ થઇ શકશે.

ગ્રહો ની શાંતિ માટે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નો અશુભ પ્રભાવ જોવા મળી રહ્યો હોય તે કારણે જીવનમાં ખૂબ જ પરેશાની આવી રહી હોય અને જો તમે ઈચ્છો છો કે, આ ગ્રહોની શાંતિ અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહે તો સવારે સ્નાન કર્યા બાદ દરરોજ તુલસીજી નાં છોડને જળ અર્પણ કરવું તેનાથી ગ્રહ શાંત થાય છે.

પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે

એવું માનવામાં આવે છે કે, પિતૃદોષ નાં કારણે વ્યક્તિનાં જીવનમાં મુશ્કેલીઓ આવ્યા કરેછે. પિતૃદોષથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય તો તુલસીજી નાં છોડની બાજુમાં એક કાળા ધતુરા નું છોડ લગાવવું અને દરરોજ તેમાં કાચું દૂધ અર્પણ કરવું. તેનાથી તમને લાભ પ્રાપ્ત થશે

ઈચ્છા મુજબની નોકરી મેળવવા માટે

આજના સમયમાં લોકોને ઇચ્છા મુજબ નોકરી મેળવવા માટે ખૂબ જ ભાગદોડ કરવી પડે છે. પરંતુ તમારા મન મુજબ નોકરી મળતી નથી અને જો તમે તે પરેશાનીથી મુક્તિ મેળવવા ઇચ્છતા હો અને ઇચ્છા મુજબની નોકરી મેળવવા માટે તુલસીજી નાં છોડ પાસે એક નાનું શિવલિંગ રાખવું અને તેના પર રોજ જળ અર્પણ કરવું અને દીવો કરવો આ ઉપાય કરવાથી તમને ખૂબ જ જલદી ફાયદો જોવા મળશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *