ખૂબ જ શક્તિશાળી હોય છે સુંદરકાંડ, તેનાં પાઠ કરવાથી દૂર થાય છે જીવનનાં દરેક કષ્ટ

ખૂબ જ શક્તિશાળી હોય છે સુંદરકાંડ, તેનાં પાઠ કરવાથી દૂર થાય છે જીવનનાં દરેક કષ્ટ

હનુમાનજીની કૃપા મેળવવા માટે તેને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. હનુમાનજી ની પૂજા કરવા માટે તેની સાથે જોડાયેલ પાઠ કરવાથી હનુમાનજી ની કૃપા મેળવી શકાય છે. એવી  માન્યતા છે કે, જે લોકો હનુમાનજી નાં પાઠ કરે છે. બજરંગ બલી સદાય તેની રક્ષા કરે છે અને તેને કોઈ પરેશાની રહેતી નથી. તમારા જીવનમાં કોઈ પણ કષ્ટ હોય કે દુઃખ હોય તો પરેશાન થવું નહીં. બસ મંગળવાર નાં દિવસે સુંદરકાંડ નાં પાઠ કરવાથી દરેક દુઃખોનું નિવારણ થઈ જાય છે. શાસ્ત્રોમાં આ પાઠને ખૂબ જ અસરદાર ગણવામાં આવે છે. આ પાઠ યોગ્ય રીતે કરવામાં આવે તો હનુમાનજીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે આ પાઠ નિયમ અનુસાર કરવા જરૂરી છે.

સુંદરકાંડ નાં પાઠ નું મહત્વ

હનુમાનજી ને બુદ્ધિ નાં દેવતા ગણવામાં આવે છે તેની પૂજા કરવાથી જીવનની દરેક સમસ્યાઓ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. જે લોકો સુંદરકાંડ નાં પાઠ કરે છે તેના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને દરેક કાર્યમાં તેને સફળતા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પ્રતિદિન સુંદરકાંડ નાં પાઠ કરવાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.

સુંદરકાંડ નાં પાઠ કરવાથી વ્યક્તિ ની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિ દૂર થાય છે. જીવનમાં ક્યારેય પણ નિરાશા હોય કે કોઈ વસ્તુ તમને કષ્ટ આપી રહી હોય ત્યારે બસ આ પાઠ જરૂર કરવા.

સુંદરકાંડ નાં પાઠ ઘરે સરળતાથી કરી શકાય છે. જોકે પાઠ કરતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સુંદરકાંડ નાં પાઠ કરતી વખતે નીચે બતાવેલ વાતો નું પાલન કરવું જોઈએ.

સુંદરકાંડ નાં પાઠ નાં નિયમો

 • ઘણીવાર લોકો તેને શનિવાર નાં દિવસે કરે છે. ઘણા લોકો દરરોજ પાઠ કરે છે તમારા હિસાબથી તમે કરી શકો છો.
 • આ પાઠ ને ફક્ત સાંજનાં સમયે જ કરવા જોઈએ જેથી આ પાઠ સાંજે સાત વાગ્યા બાદ કરવા.
 • જો તમે વિશેષ ફળની પ્રાપ્તિ ઇચ્છતા હો તો, સુંદરકાંડ નાં પાઠ વાત કરવાની શરૂઆત મંગળવાર કે શનિવાર નાં દિવસથી કરવી.
 • સુંદરકાંડ નાં પાઠ શરૂ કરતા પહેલા સ્નાન કરવું ક્યારેય પણ ગંદા હાથ કે પગ થી આ પુસ્તકને અડવી નહીં.
 • સુંદરકાંડ નાં પાઠ કરતાં પહેલાં પૂજા સ્થળ પર હનુમાનજીની મૂર્તિ જરૂર રાખવી બની શકે તો શ્રીરામ અને માતા સીતાની મૂર્તિ પણ રાખવી.
 • હનુમાનજીની સામે ઘીનો દીવો કરવો અને મિઠાઈ અર્પણ કરવી.
 • સુંદરકાંડ નાં પાઠ શરૂ કરતા પહેલા રામ ભગવાનનું નામ લઇ ત્યારબાદ પાઠ શરૂ કરવા.
 • પાઠ પૂર્ણ કર્યા બાદ રામજી નું નામ લઇ આંખો બંધ કરી હનુમાનજીનું ધ્યાન કરવું અને પુસ્તકને મંદિરમાં રાખવું.
 • બની શકે તો સુંદર કરતી સમયે તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસની પૂજા પણ કરવી.
 • સુંદરકાંડ નાં પાઠ નિયમિત કરવાથી વ્યક્તિની અંદરથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
 • આ વિશેષ મહત્ત્વપૂર્ણ વાતો નું ધ્યાન રાખીને સુંદરકાંડ નાં પાઠ કરવા. આ પાઠ કરવાથી થોડા દિવસોમાં તમને તેનું ફળ પ્રાપ્ત થશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *