કિચન ની સિંક નીચે આ ૭ વસ્તુઓ રાખવાથી, થઈ શકે છે મોટું નુકસાન

ઘરને વ્યવસ્થિત રાખવું ખૂબ જ જરરી છે તેનાથી તમારી સુરક્ષા અને સાફ-સફાઈ બંને મેનેજ થઈ શકે છે જોકે કેટલાક લોકો ઘરમાં કઇ વસ્તુ ક્યાં રાખવી જોઈએ તેને લઈને ખૂબ બેદરકાર હોય છે ઉદાહરણ તરીકે કિચન ની નીચેની ખાલી સ્ટોરેજ ની વાત કરીએ તો લોકો ઘણા પ્રકારની વસ્તુઓ ત્યાં રાખે છે એવું કરવું ઘણીવાર તમારા માટે નુકશાનદાયક સાબિત થાય છે ત્યાં સુધી કે તમારા પરિવારમાં કોઈ નાં જીવનું જોખમ પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે, કિચન સિંક નીચે કઈ વસ્તુઓ રાખવી જોઈએ નહીં.
કેમિકલ પ્રોડક્ટ
મોટે ભાગે લોકો પોતાની કેમિકલ પ્રોડક્ટ જેવી કે હિટ, ફિનાઈલ, એસિડ અન્ય વસ્તુઓ રાખે છે આ વસ્તુને કીચન સીક નીચે રાખવી જોઈએ નહીં. આ વસ્તુઓ ભુલથી પણ નીચે ઢોળાઈ શકે છે જેનાથી નુકસાન થઈ શકે છે તેમ જ તમારા બાળક અથવા પાલતું જાનવરો આ જગ્યા પર સરળતાથી જઈ શકે છે અને તેને નુકસાન થઈ શકે છે.
ટુલ્સ
ઘણા લોકો નીચે લોખંડ નાં અને અન્ય ધાતુથી બનેલા ટુલ્સ રાખે છે એવું કરવાથી તમારી તમારા ટુલ્સ પર કાંટ લાગવાનું જોખમ રહે છે. કિચન સિંક હંમેશા લીંક થતી હોય છે એવામાં ટુલ્સ પર પાણી લાગવાથી તેની આસપાસ કાટ લાગી શકે છે આ ઉપરાંત બાળકો સરળતાથી ત્યાં પહોંચી શકેછે.
પાળતું જાનવર નો ખોરાક
ઘણા લોકો કિચન સિંક ની નીચે પાળતું જાનવર નો ખોરાક રાખે છે ત્યાં પાણી હોવાને કારણે તે ખોરાક જલદીથી ખરાબ થઈ શકે છે.
સાફ-સફાઈ ની વસ્તુઓ
કિચન સિંક નીચે ટીશ્યુ પેપર કિચન ટોવેલ અને અન્ય સાફ-સફાઈની વસ્તુ રાખવી જોઇએ નહિં. હંમેશા લોકો તેને મહિનાઓ સુધી સાફ કરતા નથી એવામાં આ વસ્તુઓમાં બેક્ટેરિયા થઈ શકે છે તેથી આવી વસ્તુઓથી સાફ-સફાઈ કરવાથી બેક્ટેરિયા આખા ઘરમાં ફેલાઈ શકે છે તેથી તે વસ્તુઓ ત્યાં રાખવી જોઈએ નહીં.
તરલ પદાર્થ વાળી વસ્તુઓ
કિચન સિંક ની પાસે થી પોલીસ પેન્ટ, ફર્નિચર પોલીસ,ઓઈલ પેન્ટ જેવી વસ્તુઓ રાખવી જોઇએ નહી તે સરળતાથી ઢોળાઈ શકે છે ને ઘર ગંદુ થઈ શકે છે અને તેનાં ડાઘ પણ સરળતાથી જઈ શકતા નથી.
ડસ્ટબિન
ઘણા લોકો કિચન સિંક ની નીચે ડસ્ટબિન રાખે છે. એવું કરવું જોઈએ નહીં ઘણીવાર કચરો ડસ્ટબીન ની બહાર આસપાસ નાં એરિયામાં ઢોળાઈ શકે છે પછી મહિનાઓ સુધી ત્યાંજ પડી રહેછે કીચન સિંક ની જલ્દીથી સફાઈ થતી નથી.
અન્ય વસ્તુઓ
કિચન સિંક ની નીચે એવી વસ્તુઓ ના રાખવી જોઈએ જે ખૂબ ઓછા ઉપયોગમાં આવતી હોય જેનાથી કિચન સિંક એક જ વાર ખુલશે અને તેની સાફ સફાઈ થઈ શકશે નહીં ત્યાં એવી વસ્તુ રાખવી જોઇએ જેનો ઉપયોગ વારંવાર કરવામાં આવતો હોય જેથી સિંક ની સફાઈ કરવાનું યાદ આવી જાય.