કીડીઓમાં લોહી,હૃદય અને ફેફસાં આ ત્રણેય હોતા નથી છતાં પણ જીવંત રહે છે, જાણો કેવી રીતે

કીડીઓમાં લોહી,હૃદય અને ફેફસાં આ ત્રણેય હોતા નથી છતાં પણ જીવંત રહે છે, જાણો કેવી રીતે

કહેવામાં આવે છે કે, આ ધરતી પર જેટલું વજન મનુષ્યો નું હશે તેટલું જ વજન કીડીઓ નું પણ હશે. એનો મતલબ એ છે કે, પૃથ્વી પર કીડીઓની આબાદી સૌથી વધારે છે. કીડીઓની શરીરની સંરચના ભલે મનુષ્યો ની તુલનામાં ખૂબ જ અલગ હોય છે.જો તમે નોટિસ કર્યું હોય તો કીડીઓ ની અંદર લોહી હોતું નથી. જાણતા અજાણતા જો આપણાથી કીડી મરી જાય તો આપણે જોયું હોય છે કે, તેની અંદર કોઈ લોહી નીકળતું નથી. એવામાં તમે ક્યારેય વિચાર્યું છે કે કીડીઓ લોહી વગર કઈ રીતે જીવી શકે છે. ચાલો તેના વિશે જાણીએ

Advertisement

હકીકતમાં કીડીઓ ની અંદર લોહી હોતુ નથી. અને ના હૃદય હોય છે કે ના ફેફસાં હોય છે. હદય મુખ્ય રૂપથી શરીરમાં લોહીને શોધન અને પંપીંગ કરવાનું કામ કરે છે. તેથી કીડીઓ  ની અંદર જોવા મળતું નથી. એક દિલચસ્પ વાત એ છે કે કીડીઓ ની અંદર ફેફસા પણ હોતા નથી. તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે કીડીઓ વગર હદય અને ફેફસાં કઈ રીતે જીવી શકે હકીકતમાં કીડીઓ માં લોહી ની જગ્યાએ હેમોલિમ્ફ નામનો પદાર્થ હોય છે આ પદાર્થને લીધે  કીડીઓ જીવિત રહેછે. આ પદાર્થ શરીરને ઉત્તકો  ને પોષણ દેવાનું કામ કરે છે. આ હેમોલિમ્ફ નામનું પ્રદાન ને  મગજ સુધી પહોચાડવા માટે હૃદયની જગ્યાએ ડોર્સલઈઓરટ નામનું એક નાનો પમ્પ હોય છે.  આ હેમોલિમ્ફ પદાર્થ દ્વારા  કી ડીઓ નાં શરીર ને ઓક્સીજન મળે છે.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે હાડકા વગર ના જીવો માં એક વિશેષ પ્રકારનો રંગહીન તરલ પદાર્થ હોય છે. જેને  હેમોલિમ્ફ કહેવામાં આવે છે જોકે ઘણા જીવનમાં આ કલરફૂલ પણ હોય છે એવામાં તેને હીમોસાઈએનિંન કહેવામાં આવે છે. આ વસ્તુ શરીરમાં પોષક પદાર્થ પ્રવાહિત કરે છે.એમજ ઓક્સિજન લેવા માટે કીડીઓ નાં શરીરમાં ફેફસાની જગ્યાએ ખોખલી ટ્યુબ્સ હોય છે. આ ખોખલી ટ્યુબ્સ તેનાં આખા શરીરમાં ફેલાયેલી હોય છે. હવામાં રહેલ ઓક્સીજન કીડીઓ આ ટ્યુબ્સ દ્વારા જ લે છે. આજ કારણે મનુષ્યો ની કમ્પેરમાં  કીડીઓ શ્વાસ નથી લેતી નથી. તે માણસો ની તુલનામાં વધારે વજન ઉઠાવી શકે છે.કીડીઓ નાં શરીરમાં બનેલા આ નાનાં નાનાં છિદ્રો કે ટ્યુબો ને  ટેકિયા કેહવાય છે. તે આકાર સ્પીરેકલ  હોય છે. હવે તમને ખ્યાલ આવ્યો કે, કીડીઓ હૃદય અને ફેફસા વગર કઈ રીતે જીવી શકે છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *