કિન્નરોને આ બે વસ્તુનું દાન કરવાથી ભાગ્ય પરિવર્તન થશે, દૂર થશે દરેક પરેશાની

કિન્નરોને આ બે વસ્તુનું દાન કરવાથી ભાગ્ય પરિવર્તન થશે, દૂર થશે દરેક પરેશાની

તમારી સાથે પણ ઘણી વાર એવું બન્યું હશે કે તમારી પાસે પૈસા રહેતા નથી. આવક હોય તેનાં કરતાં ખર્ચો વધી જાય છે. એવામાં તમારે બીજા પાસે કરજ લેવાની પરિસ્થિતિ આવે છે. અને સેવિંગ કરવાના પ્રયત્ન કરી રહ્યા હશો પરંતુ તમને પ્રયત્ન બાદ પણ તેમાં સફળતા મળતી ના હોય તો એવામાં તમારે કિન્નરોને આ બે વસ્તુઓ નું દાન આપવું જોઈએ. એવી માન્યતા છે કે, જો તમે કિન્નરોને દાન આપવાનું શરૂ કરશો તો તેનાથી તમારા જીવનમાં બરકત આવવાની શરૂ થઈ જશે. અને તમારા જીવનમાં ધનસંપત્તિ ની કોઈ અછત રહેશે નહીં. અને તમારા જીવનમાં ધન અછત થી ધન સંપન્નતા તરફ આગળ વધી શકશો. જોકે કિન્નરોને દાન આપતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. કે કિન્નરોને

દાનમાં જુના કપડાં આપવા નહી.

તમારી પાસે ઘણા જુના કપડા જમા કરેલા હોય તે તમે જરૂરીયાત મંદને દાન કરો તે એક સારી બાબત છે. બીજાને જુના કપડા દાનમાં દેવાથી રાહુ અને કેતુ નો દોષ પણ દૂર થાય છે.પરંતુ જો તમે કિન્નરોને કપડાંનું દાન કરો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ભૂલથી પણ તેને જુના કપડા નું દાન કરવું નહીં. જો કિન્નરોને તમે જૂના કપડાં નું દાન કરો છો તે અપશુકન ગણવામાં આવે છે. કિન્નરોને તમે જ્યારે પણ દાન આપો ત્યારે હંમેશા નવા કપડા દાનમાં આપવા જોઈએ. જો તમે એવું કરશો તો તમને તેની દુઆ મળશે તેનાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

બુધવાર નાં દિવસે દાન

બુધવાર નાં દિવસે જો કોઈ કિન્નર તમને જોવા મળે કે તમારી તેની સાથે મુલાકાત થઈ જાય તો તેને થોડા પૈસા જરૂરથી દાન કરવા જોઈએ. જો સંભવ હોય તો તેને ભોજન કરાવવું. દાન કર્યા બાદ તમારે કિન્નર પાસેથી એક સિક્કો પરત લેવો જોઈએ. અને તે સિક્કા એ પૈસામાંથી ન હોવો જોઇએ કે જે તમે કિન્નરને દાનમાં આપ્યા છે. જે પહેલેથી જ તેની પાસે હોય તેમાંથી એક સિક્કો લેવામાં જો તમે સફળ થઈ જાઓ છો તો તમારે તે સિક્કાને લઈ અને ગલ્લામાં રાખી દેવો અથવા તો કોઈ એવી જગ્યા પર રાખવો જ્યાં તમે તમારી ધન-સંપત્તિ રાખો છો. એવું માનવામાં આવે છે કે, આ સિક્કાને એ જગ્યા પર રાખવાથી ધન સંપતી માં વધારો થાય છે અને તમારી આયુષ્ય પણ વધે છે.

ન કરવું ઝાડું નું દાન

ઝાડું એક એવી વસ્તુ છે જેનાથી ગંદકી દૂર કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, તેમાં માં લક્ષ્મી નો વાસ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મંદિરમાં ઝાડું દાન કરવું જોઈએ. જો તમે કિન્નરોને ઝાડું આપી રહ્યા છો તો તમારે બિલકુલ એવું ના કરવું જોઈએ. એવું કરવું અશુભ ગણાય છે. જો તમે એવું કરો છો તો તમારા ઘરમાં પૈસા ટકશે નહીં અને ખર્ચમાં વધારો થશે. એટલું જ નહીં કિન્નરોને સ્ટીલ નાં વાસણ કે તેલ પણ દાનમાં આપવા નહીં. જો તમે એવું કરશો તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જો કે કિન્નરો ને પિત્તળ કે  તાંબા નાં વાસણ દાનમાં આપી શકાય છે. તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *