કમજોર વાળ થી લઈને વારંવાર બીમાર પડવાનાં આ છે શરીરમાં પ્રોટીન ઘટવાનાં સંકેતો

કમજોર વાળ થી લઈને વારંવાર બીમાર પડવાનાં આ છે શરીરમાં પ્રોટીન ઘટવાનાં સંકેતો

પોષક તત્વોથી આપણા શરીરને પોષણ મળે છે અને તે સ્વસ્થ રહે છે. જ્યારે પણ શરીરમાં પોષક તત્વની ઉણપ આવે છે ત્યારે આપણું શરીર ઘણા પ્રકારની સાઇન આપીને જણાવે છે કે તેમાં પોષક તત્વોની ઉણપ આવી ગઈ છે. આ સંકેતો ને જો સમયસર સમજી લેવામાં આવે તો ઘણી બીમારીઓ થી બચી શકાય છે. જે રીતે શરીરમાં કેલ્શિયમની કમી આવવાથી શરીરના અલગ અલગ સાંધામાં દુખાવો થવા લાગે છે. અને હાડકામાંથી અવાજ આવવાથી દુખાવાની ફરિયાદ રહે છે. સાથે જ નખ તૂટવાનું પણ શરૂ થઈ જાય છે. એવી રીતે શરીરમાં પ્રોટીનની કમી થવાના કારણે શરીર ઘણા પ્રકારની સાઇન આપવાનું શરૂ કરે છે.

પ્રોટીનની ઊણપને આ રીતે ઓળખો

વાળનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે વાળથી આપણી સુંદરતામાં નિખાર આવે છે. વાળ કાળા અને ચમકદાર હોય તો દરેક તેની પ્રશંસા કરે છે પરંતુ ઘણી વાર એવું બને છે કે ઘણા પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ આપણે વાળની દેખભાળ માટે કરીએ છીએ. મોંઘા પ્રોડક્ટસનો ઉપયોગ કરવા છતાં પણ ઘણીવાર આપણા વાળ નિસ્તેજ દેખાય છે અને નાની ઉંમરમાં જ વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે. હકીકતમાં તે પ્રોટીનની કમી ના કારણે થાય છે. એટલું જ નહીં શરીરમાં પ્રોટીન ની ઉણપ થઈ જાય છે તેના કારણે વાળ કમજોર પણ બને છે જેનાં કારણે તે તૂટવાના શરૂ થાય છે અને વાળની ચમક પણ જતી રહે છે. પ્રોટીનની ઉણપને કારણે વાળ નો પ્રાકૃતિક રંગ ઊડી જાય છે અને તેની ચમક ધીમે ધીમે ફિક્કી પડી જાય છે.

નખ

 

જ્યારે શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય છે ત્યારે નખ વારંવાર તૂટે છે તેમજ પ્રોટીનની કમી હોય ત્યારે નાખ પોતાની સુંદરતા ગુમાવવા લાગે છે. નખમાં અંદર સંક્રમણ પેદા થાય છે અને તેનાં કારણે નખ ની રંગ કાળો પડવા લાગે છે સાથે જ કમજોર પણ દેખાય છે.

માંસપેશીઓમાં દુખાવો

શરીરને પ્રોટીન ભોજનથી મળે છે. જ્યારે ભોજનથી પ્રોટીન મળતું નથી ત્યારે માંસપેશીઓ પ્રોટીનની કમી ને પૂરી કરવા માટે હાડકામાંથી પ્રોટીનની લેવાનું શરૂ કરી દે છે. તેના લીધે ફક્ત હાડકા જ નહી પરંતુ માસપેશીઓ ને પણ વધારે ઉર્જા વાપરવી પડે છે. જેનાં કારણે તેમાં પણ દુખાવો થાય છે.

બીમારીઓ

પ્રોટીન આપણા શરીરમાં ઇંધણનું કામ કરે છે અને તે પ્રોટીન પોતાનું શોષણ કરીને શરીરને ઊર્જા આપે છે. એવામાં શરીરમાં પ્રોટીનની કમી હોવાને કારણે થાક અનુભવાય છે. શરીરમાં પ્રોટીનની ઊણપને કારણે સામાન્ય લાગેલો ધાવ પણ રૂઝવવામાં સમય લાગે છે. લોહીનો પ્રવાહ બંધાય રહેવાથી નવી કોશિકાઓ ને બનતા વાર લાગેછે અને તેનાં લીધે ધાવ જલ્દીથી રુઝાતો નથી.ઉંમર નાં પ્રમાણમાં બાળકો ની લંબાઈ પણ પ્રોટીન ના કારણે વધતી નથી. પ્રોટીન ની કમી હોવાના કારણે શરીરમાં ઉર્જા ની ઉણપ આવી જાય છે અને દરેક અંગ ધીમે કાર્ય કરે છે જેનાં લીધે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.

પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે

એક ગ્લાસ દૂધ નું સેવન દરરોજ કરવું જોઈએ અને એક થી બે ઈંડા પણ દરરોજ ખાવા જોઈએ. આ બંનેમાં પ્રોટીનની સૌથી વધારે માત્રા હોય છે. પ્રોટીનની કમી દૂર કરવા માટે તમે માછલી અને સી ફૂડ પણ અઠવાડિયામાં ત્રણ-ચાર વાર લઈ શકો છો જેમાં પ્રોટીન પુષ્કળ માત્રામાં મોજુદ હોય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *