કોણ હતા ભારત રત્ન મેળવનાર પ્રથમ અને આખરી ઉદ્યોગપતિ, જેમણે શરૂ કરી હતી એર ઇન્ડિયા

કોણ હતા ભારત રત્ન મેળવનાર પ્રથમ અને આખરી ઉદ્યોગપતિ, જેમણે શરૂ કરી હતી એર ઇન્ડિયા

ભારત રત્ન આપણા દેશનું સૌથી મોટું સમ્માન છે અને આ સમ્માન થી હજી સુધી ૪૮  લોકોને જ સન્માનિત કરવામાં આવ્યા છે. સૌથી પહેલું સન્માન વર્ષ ૧૯૪૫ માં કરવામાં આવ્યું હતું. તે સમયે ભારત નાં ૩ લોકોને સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રી રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણનઅને સીવી રમણ  હતા તમને જાણીને આશ્ચર્ય થશે કે, આજ સુધી આ સમ્માન ફક્ત એક જ ઉદ્યોગપતિને પ્રાપ્ત થયું છે. જે રતન ટાટા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા એટલે કે જે આર ડી ટાટા એકમાત્ર એવા ઉદ્યોગપતિ છે જેમને ભારત સરકારે સમ્માન આપ્યું હતું. ૧૯૯૨ માં તેમને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

જે આર ડી ટાટા ૫૩ વર્ષ સુધી ટાટા સન્સ નાં  ચેરમેન રહ્યા હતા અને આ ગ્રુપ ને આગળ વધારવામાં તેમનું ખૂબ મહત્વનું યોગદાન છે. જે આર ડી એ ફક્ત ૩૪ વર્ષની ઉંમરે ટાટા સન્સ નું ચેરમેન પદ સંભાળ્યું હતું. આ પદ પર તે ૧૯૩૮ થી બેઠા હતા અને તેમણે ૧૯૯૧ સુધી આ પદ સંભાળ્યું હતું. જે આર ડી એ  ચેરમેન બની અને તેમનાં ગ્રુપ ને ખુબજ વધાર્યું હતું. પોતાના કાર્ય સમય દરમ્યાન તેમણે  ટાટા ગ્રુપ માં ૧૪ નવી કંપનીઓ શરૂ કરી હતી. ટાટા મોટર્સ, ટાટા સોલ્ટ, ટાટા ગ્લોબલ બેવરેજીસ અને ટાઈટન જેવી સફળ કંપનીની શરૂઆત કરી હતી. તેમના કાર્ય સમયમાં ટાટા ગ્રુપ નું કુલ બજારમૂલ્ય ૧૦ કરોડ ડોલરથી વધીને ૫૦૦ કરોડ ડોલર સુધી પહોચ્યું હતું  હાલના સમયમાં ટાટા ગ્રુપ નું કુલ બજારમૂલ્ય લગભગ ૨૦૦ અરબ ડોલર છે.

 

આપણા દેશનાં તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે વર્ષ ૧૯૨૯ માં હવાઈ જહાજ ચલાવવા માટેનું લાયસન્સ મેળવ્યું હતું લાયસન્સ મળ્યા બાદ તેમણે ૧૯૩૨ માં ટાટા એરલાઇન્સની સ્થાપના કરી હતી. જેને ૧૯૪૬ માં એર ઇન્ડિયા નામ આપવામાં આવ્યું. હવે એર ઇન્ડિયા ભારત સરકારની એરલાઈન્સ કંપની બની ગઈ છે.  જે ખુબ નુકસાનમાં ચાલી રહી છે અને તેને ખરીદવા માટે ટાટા ગ્રુપે ઇન્ટરેસ્ટ બતાવ્યો છે. જે આર ડી પોતાની કંપનીમાં ફક્ત એ લોકોને જ નોકરી પર રાખે છે જે તેના દ્વારા બનાવવામાં આવેલ ટાટા પ્રશાસનીક ની સેવા ને પાસ કરી શકે છે. ટાટા પ્રશાસનીક સેવા ભારતીય પ્રશાસનિક સેવા ની જેમ બનાવવામાં આવેલી છે. વર્ષ ૧૯૫૬ માં ટાટા પ્રશંસનીય સેવા ની શરૂઆત કરવામાં આવી હતી જેનો ધ્યેય ટાટા ગ્રુપ માં યુવા પ્રતિભાઓને પ્રશિક્ષિત કરી અને લીડરશિપ માટે તૈયાર કરવાનો હતો.

જે આર ડી પોતાના કર્મચારીઓનું પરિવારની જેમ ધ્યાન રાખે છે. તેઓએ પોતાના કર્મચારીઓ માટે  ફ્રી મેડિકલ સુવિધા અને ભવિષ્ય નિધિ યોજનાઓની પણ શરૂઆત કરી છે કેટલાક કર્મચારીઓ સાથે દુર્ઘટના થવા પર તેમણે પૂરી રકમ પણ ચૂકવી છે. એટલું જ નહીં જે આર ડી એ જ સૌથી પહેલા ૮ કલાકની ડ્યુટી નક્કી કરી છે. તેમના આજ સારા કાર્યો ને જોઈને ભારત સરકારે તેમને ભારત રત્નથી સમ્માનિત કર્યા હતા.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *