કોરોના ની નેગેટિવિટી જો તમને કરી રહી હોય પરેશાન, તો અપનાવો આ ઉપાય

કોરોના ની નેગેટિવિટી જો તમને કરી રહી હોય પરેશાન, તો અપનાવો આ ઉપાય

આમ તો વાસ્તુ શાસ્ત્ર ઘર, ભવન, ઓફીસ અથવા મંદિર નિર્માણ કરવા માટેનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. જેને આધુનિક સમય નાં વિજ્ઞાન આર્કિટેક્ચર નાં પ્રાચીન સ્વરૂપમાં માનવામાં આવે છે., દક્ષિણ ભારતમાં વસ્તુ  નાં નિર્માણ માટે મહાન સાધુ માયન ને  જવાબદાર ગણવામાં આવે છે. ઉત્તર ભારતમાં વિશ્વકર્મા ને જવાબદાર ગણવામાં આવે છે ભલે તમે શુભ અશુભ માં વિશ્વાસ ન રાખો પરંતુ તમારે એ વાત જરૂર માનવી પડશે કે દુનિયામાં નકારાત્મક અને સકારાત્મક ઊર્જા હોય છે જે આપણા જીવનને પ્રભાવિત કરે છે. એવામાં આ નકારાત્મક ઉર્જાઓ ને નિયંત્રણ કરવા માટે સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, તેનું ધ્યાન રાખીને ઘરમાં સુખ શાંતિ ની સાથે આર્થિક પરેશાની પણ દૂર  કરી શકાય છે. અજાણતા જ આપણે એવી ભૂલ લઈએ છીએ જેનાથી નકારાત્મક ઉર્જા ની ઘર પર અસર થાય છે અને જીવનમાં ઉથલપાથલ થઈ જાય છે.

 

એવામાં જ્યારે કોરોના સામે લડવા માટે વ્યક્તિગત રૂપથી મનોબળ ને મજબૂત રાખવાની કોશિશ કરવાની હોય છે ત્યારે એક કામ ખાસ કરવું જોઈએ. આપણે આપણી આસપાસ થી  નેગેટિવિટી ને દૂર રાખવી જોઈએ. એવામાં વાસ્તુશાસ્ત્રનો આધાર લઇ શકીએ છીએ. નેગેટિવ એનર્જીને દૂર રાખવા માટે વાસ્તુ માં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. વાસ્તુ નાં જાણકાર અનુસાર કેટલાક વિશેષ ઉપાયોથી આપણે કોરોના નાં ટેન્શન ને દૂર કરી શકીએ છીએ.વાસ્તુ અનુસાર સૌથી મહત્વપૂર્ણ અને ખાસ વાત એ છે કે, ઘરની આસપાસ સાફ-સફાઈ રાખવી. ધ્યાન રહે કે ધૂળ અને ગંદકી થી નકારાત્મક શક્તિઓ ઉત્પન્ન થાય છે સાથે જ સકારાત્મક ઉર્જા ને ઘરમાં આવવાથી રોકે છે. તેથી ઘરની આસપાસ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવુ.

ઘરમાં કોરોના નાં દર્દી

જો તમારા ઘરમાં કોઈ કોરોના નો દર્દી હોય તો તેની દવાઓ ને પૂર્વ ક્ષેત્ર નાં ઉત્તરમાં રાખવી જોઈએ. આ ઉપરાંત ભગવાન નાં મંદિર ને ઉત્તરથી પૂર્વ ક્ષેત્રમાં રાખવું જોઈએ. ધ્યાન રહે કે દિવસમાં બે વાર ૧૫ મિનિટ માટે ધ્યાન કરવું મન સ્થિર અને શાંત થાય છે અને ભાવનાત્મક તણાવથી મુક્તિ મળશે.

કોરોના મહામારી ની નકારાત્મક દૂર કરવા માટે ઘર નાં વિવિધ સ્થાન પર કપૂર કરવું એવું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. ધ્યાન રહે કે કપૂર ની સુગંધ સારી હોવી જોઈએ તે આસપાસના વાતાવરણને શુદ્ધ કરી દેશે.  વાસ્તુમાં રંગનું પણ વિશેષ મહત્વ છે જે આપણા જીવનમાંથી નકારાત્મકતાને દૂર રાખવાની શક્તિ ધરાવે છે. તેથી વાસ્તુ અનુસારઘર નાં ઉત્તર અને ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં ભૂરા રંગનો ઉપયોગ કરવો અને પૂર્વ ક્ષેત્રમાં લીલા રંગનો ઉપયોગ કરવો તેનાથી પોઝિટિવિટી નો સંચાર થાય છે અને ઘર નાં સભ્યો નું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *