કપિલ શર્મા એ બધાની સામે માંગી હતી પત્ની ગીન્ની પાસે માફી, મેરેજ એનિવર્સરી નાં દિવસે થઈ હતી, આ મોટી ભૂલ

ફેમસ કોમેડિયન કપિલ શર્મા અને ગીન્ની એ પોતાની મેરેજ એનિવર્સરી ઉજવી હતી આ સમય દરમિયાન તેમનાં ફેન્સે તેમને મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ સોશીયલ મીડીયા નાં માધ્યમ દ્વારા પાઠવી હતી. કપિલ શર્માએ પણ ફ્રેન્સ નો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ આ સમય દરમ્યાન કપિલ શર્મા થી એક ભૂલ થઈ ગઈ હતી. તેના બદલામાં તેમણે પોતાની પત્ની પાસેથી માફી માંગી
કપિલ શર્માએ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી પોતાની પત્ની ને મેરેજ એનિવર્સરી ની શુભેચ્છા આપી હતી. સોશિયલ મીડિયા પર કપિલ શર્મા ની આ પોસ્ટ ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં વાત એમ બની હતી કે, ગીન્ની ને લગ્નની શુભેચ્છા આપતા કપિલ શર્માએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેયર કરી હતી. કપિલ શર્માએ જે ફોટો શેયર કરી છે તે તેની વેનિટી વૈન ની અંદરની ફોટો છે. કપિલ શર્મા પોતાનાં શો નાં સેટ પર જવા માટે તૈયાર થતાં જોવા મળે છે.
ફોટો જોઇને એવું લાગે છે કે, કપિલ શર્મા અરીસાની સામે જોઈ રહ્યા છે. આ ફોટો સેટ પર જતા પહેલા ની હતી. આ ફોટોને શેયર કરતા કપિલ શર્માએ પોતાની પત્નીને મેરેજ એનિવર્સરી ની શુભેચ્છા આપી હતી અને લખ્યું હતું કે ‘સોરી બેબી હું આજે આપણી એનિવર્સરી નાં દિવસે પણ કામ કરી રહ્યો છું ગિફ્ટ લેવા માટે તો કમાવું પડશે હેપી એનિવર્સરી માય લવ સાંજે મળીશું.’
કપિલ શર્માની આ પોસ્ટ સોશિઅલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. કપિલ શર્મા નો આ મજાક ભર્યો અંદાજ તેમના ફ્રેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. કપિલ શર્મા ની આ પોસ્ટ ને તેમનાં ફ્રેન્સ ખૂબ જ વાયરલ કરી રહ્યા છે. સાથે જ આ પોસ્ટ ને લાખોની સંખ્યામાં લાઈક પણ મળી છે. તમને જણાવી દઈએ કે, કપિલ અને ગીન્ની ની મેરેજ એનિવર્સરી નાં બે દિવસ અગાઉ એટલે ૧૦ ડિસેમ્બર નાં કપિલની દીકરી અનાયરા નો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ ની પાર્ટીમાં ફક્ત કપિલ શર્મા નો પરિવાર સામેલ થયો હતો. આ પાર્ટી ની ફોટો પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ શેયર કરી છે. જેમાં અનાયરા ખૂબ જ સુંદર દેખાય છે.